Browsing category

શૈલેષભાઇ સગપરિયા

UPSC/ GPSCની તૈયારી કરનાર આનું ધ્યાન રાખો

ગુજરાતના વિદ્યાર્થીઓમાં GPSC અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની બાબતમાં ખૂબ જાગૃતિ આવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ મોટા પાયા પર ભરતીઓ થઇ રહી છે એટલે ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની તૈયારી કરવા તત્પર છે. વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી મુશ્કેલી એ છે તૈયારી કેમ કરવી એની કોઈ યોગ્ય દિશા નથી. વિદ્યાર્થીઓની આ અજ્ઞાનતાનો લાભ લઈને આવી […]

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર ( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.) મારી લાડકી દિકરી…… બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી આખુ ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને મંજૂર છે કારણકે […]

પુણ્યતિથિ એ સરદારને શ્રદ્ધાંજલિ ના આપી શકતા હોય તો સરદારના નામનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી

આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 68મી પુણ્યતિથિ છે. 15મી ડિસેમ્બર 1950ના દિવસે સરદાર પટેલે આ જગતમાંથી વિદાય લીધી ત્યારે આખું ભારત હિબકે ચડેલું અને રાષ્ટપતિ સહિતના તમામ નેતાઓ પ્રોટોકોલને એકબાજુ મૂકીને સરદારને અંજલિ આપવા મુંબઇ પહોંચી ગયેલા. સરદાર પ્રત્યે સૌને અનહદ સ્નેહ હતો કારણકે સરદાર ત્યાગ અને સમપર્ણની મૂર્તિ હતા. સરદારની રાષ્ટ્રભક્તિ વિશે જેટલી વાતો […]

ચાંદીનો સિક્કો કે તાંબાનો સિક્કો ? – સમજવા જેવી બોધકથા

એક દયાળું રાજા હતો. આજે એમનો જન્મદિવસ હતો. રાજાએ પોતાના જન્મદિવસે એક નિર્ણય કર્યો કે અત્યારે મારે એક સામાન્ય માણસ તરીકે ભગવાનના મંદિરે ચાલીને દર્શન કરવા જવુ છે. મને રસ્તામાં જે પહેલો માંગણ મળશે તેને આજે હું ખુશ કરી દઇશ અને તેને સંતુષ્ટ કરીશ.રાજા પહેરવેશ બદલીને એક સામાન્ય માણસની જેમ બહાર નીકળ્યો. થોડો આગળ ગયો […]

માં-બાપ અને દીકરી બંનેએ વિચારવા અને સમજવા જેવી આ વાત એક વખત અચૂક વાંચજો

મને ગઈકાલે એક ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. મને કહે ‘સાહેબ મારી દીકરીની સગાઇ કરવી છે જો કોઈ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટનો સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો.” મેં પૂછ્યું, “પણ આ મોટા શહેરો જ કેમ ? નાના શહેરમાં કે ગામડામાં રહેતો હોય એવો સારો છોકરો ના ચાલે ?” મને કહે, “શૈલેશભાઈ દીકરી કહે છે […]

આ છે ભારત નો અસલી હીરો -શહીદ રવિન્દ્ર કૌશિક

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભૂત કલાકાર હતા. નાટકમાં એમને અપાયેલા પાત્રને એ રંગમંચ પર જીવંત કરતા. એકવખત લખનૌમાં રાષ્ટ્રિય કક્ષાના નાટયોત્સવનું આયોજન થયું હતું.  રવિન્દર પણ પોતાની કલા બતાવવા આ ઉત્સવમાં આવેલા. RAW – Reserch and Analysis Wing (ભારત સરકારની ગુપ્તચર સંસ્થા)ના અધિકારીઓ આવેલા એમને રવિન્દરનો અભિનય ખૂબ ગમ્યો.RAWના અધિકારીઓએ રવિન્દરનો સંપર્ક કરીને […]