Browsing category

શૈલેષભાઇ સગપરિયા

ગુજરાતનો પ્રજ્ઞાચક્ષુ યુવાન બેંગાલુરૂની મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ કરીને મહિને 90 હજારની કરે છે કમાણી

જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં શિક્ષક તરીકે નોકરી કરતા હરસુખભાઈ વઘાસિયાનો દીકરો ભાર્ગવ 10 વર્ષનો થયો ત્યારે એની આંખોની રોશની ઓછી થવા લાગી. ભારતભરના આંખના નિષ્ણાત ડોકટરોને બતાવ્યું પણ કોઈ ફેર પડતો નહોતો. દિવસે દિવસે દ્રષ્ટિ ઝાંખી થતી ગઈ અને ભાર્ગવ 10માં ધોરણમાં આવ્યો ત્યારે સંપૂર્ણ દૃષ્ટિહીન થઈ ગયો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

લાખોમાં પગાર હોવા છતાં સાદગીથી જીવી વતનનું ઋણ અદા કરતા અમૃતભાઈ પટેલ: ગામ લોકોએ અમૃત પટેલને અભ્યાસમાં મદદ કરતાં રેલવેના પાઈલોટ બન્યાં, હવે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓને મદદ કરી સાદગીથી જીવે છે

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભરાના અમૃત પટેલનો રેલવેમાં પોણા બે લાખ પગાર છે. રેલવેમાં પાઈલોટ તરીકે સેવારત આ કર્મચારીને તેમના ભણવા માટે મદદ કરી હતી અને તેઓ નોકરીએ લાગ્યા ત્યારથી પોતાના પગારનો મોટાભાગનો હિસ્સો ગામના તેજસ્વી વિદ્યાર્થીઓ પાછળ ખર્ચીને સાદગીપૂર્ણ જીવન જીવે છે. સોશિયલ મીડિયામાં આ પોસ્ટ હાલ ખૂબ વાયરલ થઈ છે. આ પોસ્ટ […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન પ્રસંગે મહિલાના સામર્થ્યની પ્રેરક વાત

1982ના વર્ષની આ વાત છે. ઉતરપ્રદેશમાં ડી.એસ. પી. તરીકે ફરજ બજાવતા કે.પી.સિંહની હત્યા કરી દેવામાં આવી. કે.પી. સિંહના પત્નિ વિભા સિંહ પર તો જાણે કે આભ તુટી પડ્યુ. નાની 9 માસની એક દિકરી કિંજલ ઉપરાંત ગર્ભમાં રહેલી બીજી દિકરીના પાલન પોષણની જવાબદારી હવે વિભા સિંહ પર આવી. વિભા સિંહે બે કામ કરવાના હતા. 1. પતિના […]

150થી વધુ અનાથ બાળકોને માં બનીને સાચવનાર ‘સુપર મોમ’ મનન ચતુર્વેદી

રાજસ્થાનના જયપુરમાં રહેતી મનન ચતુર્વેદી નામની એક યુવતી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી હતી. મનન એના વિષયમાં એટલી હોશિયાર હતી કે એમણે લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરવા માટેની સ્કોલરશિપ મેળવી. મનનનું હવે એક જ સપનું હતું કે ફેશન ડિઝાઇનના ક્ષેત્રે લંડનમાં રહીને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો છે અને ત્યાં જ સ્થાયી થઈને કારકિર્દી બનાવવી છે. લંડન […]

રાજકોટમાં આરોપીને પકડવા ગયેલી પોલીસની આંખો થઈ ગઈ ભીની, પછી PSI સહિતની ટીમે કર્યું એવું કામ કે તમે પણ સહુને કરશો સલામ

રાજકોટમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ સરવૈયાને એક ફરિયાદ અરજી મળી જેમાં અરજી કરનારે એક સોની મહાજનની વિરુદ્ધમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત ન આપીને છેતરપીંડી કર્યાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ અરજીની તપાસ સરવૈયા સાહેબે એસઓજીમાં ફરજ બજાવતા પીએસઆઇ મોહમ્મદ અસ્લમ અન્સારીને સોંપી. પીએસઆઇ અન્સારી ફરિયાદ અરજીની તપાસ કરવા માટે આરોપી સોની […]

એઈડ્સગ્રસ્ત બાળકીઓ માટે કરોડોના ફાર્મ હાઉસના દરવાજા ખોલી આપ્યા, ઉભી કરી VVIP કરતાં સારી ફેસિલિટી

પાલનપુરના રેલવે ટ્રેક પરથી એક જીવતી બાળકી મળી આવી હતી. માત્ર ત્રણ માસની નાની બાળકીને મરવા માટે રેલવે ટ્રેક પર છોડી જનાર બીજું કોઈ નહિ એ બાળકીના ખુદના માતા-પિતા હતા. એઇડ્સ ગ્રસ્ત માતા-પિતાને એ કેટલું જીવશે એની ખબર નહોતી. પોતે એઇડ્સના દર્દી હોવાથી સંતાન પણ એઇડ્સગ્રસ્ત હતું આથી પોતાની વિદાય બાદ સંતાન હેરાન થાય એના […]

80 વર્ષના “મેડીશીનબાબા” મફતમાં દવા વિતરણ કરીને ગરીબ લોકોની કરે છે સારવાર

દિલ્હીમાં રહેતા ઓમકારનાથ શર્માની ઉંમર અત્યારે 80 વર્ષની છે. સ્વાભાવિક છે કે આ ઉમરે માણસ શાંતિથી પરિવાર સાથે જીવન વિતાવે, પણ ઓમકારનાથ આ ઉંમરે પણ સવારના 6 વાગ્યાથી મોડી રાત સુધી કામ કરે છે. આશ્વર્યની વાત એ છે કે આટલી મોટી ઉંમરે અનેક શારીરીક મુશ્કેલીઓની વચ્ચે પણ ઓમકારનાથ પોતાના માટે નહી, બીજાના માટે કામ કરે […]

ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી

આજે ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીની ૧૫૪મી જન્મજયંતી છે. તા.૨૨મી જાન્યુઆરી ૧૮૮૪ના રોજ માત્ર ૧૮ વર્ષની વયે ગોંડલ રાજ્યનું શાશન સંભાળનાર આ અદ્વિતીય શાશકે વહીવટી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા ગોંડલને સોનાની દ્વારિકા જેવું સમૃદ્ધ રાજ્ય બનાવી દીધું હતું. પાણી પૂરવઠો માત્ર વરસાદ પર આધાર ન રાખતા સંખ્યાબંધ કુવાઓ અને તળાવો ખોદાવીને પીવાના તથા સિંચાઈના પાણીની […]

140 જેટલા ફ્રેક્ચર સાથે જીવી રહેલો સ્પર્શ શાહ અનેક લોકો માટે બન્યો પ્રેરણાદિપ, પોતાના કૌશલ્યથી કરે છે લાખોની કમાણી

મૂળ સુરતના વતની હિરેનભાઈ શાહ અને જીગીષાબેન શાહ અમેરિકામાં સ્થાયી થયા હતા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જે સંતાન માટે માતા-પિતાએ અનેક સપનાઓ જોયા હતા એ સંતાનના આ જગતમાં થયેલા આગમનથી જ માતા-પિતાને મોટો આંચકો આપ્યો. નવજાત બાળક માતાના ગર્ભમાંથી બહાર આવ્યો ત્યાં જ 40 જેટલા ફ્રેક્ચર થયા. જન્મતાની સાથે જ જેને 40 ફ્રેક્ચર […]

કુવાડવા ગામના બસ સ્ટેન્ડમાં શીંગ-ચણા વેંચીને અભ્યાસ કરનાર આ યુવાન દેશની સર્વોચ્ચ સંસ્થા ભાભા એટમીક રિસર્ચ સેન્ટરમાં સાઇન્ટિસ્ટ તરીકે જોડાયો

રાજકોટની બાજુમાં કુવાડવા નામનું નાનું એવું ગામ છે. આમ તો આ કુવાડવા પેંડા માટે પ્રખ્યાત છે પરંતુ અહીના એક વિદ્યાર્થીએ કુવાડવાને દ્રઢ સંકલ્પ અને પ્રચંડ પુરુષાર્થ દ્વારા એક આગવી ઓળખ અપાવી છે. કુવાડવાના સામાન્ય પરિવારમાં જન્મેલો વિવેક પોપટ અસામાન્ય સપનાઓ જોતો. શાળાની ફીનો વધારાનો બોજ પરિવાર પર ન પડે એટલે વિવેક સરકારી શાળામાં જ અભ્યાસ […]