પટેલ સમાજના યુવાનોની જાગૃતિ માટે આ લેખ અચૂક વાંચજો

સામાન્ય રીતે હુ જ્ઞાતિવાદમા માનતો નથી. છતાય આજ એક પટેલના દિકરા તરીકે લખુ છુ.

એકાદ બે દિવસથી સોસીયલ મીડીયામા. સુરતના જાણીતા ઉધ્યોગપતિની ધડપકડ અને સ્લેટપાટી વાળા ફોટા લોકો વાયરલ કરી રહ્યા છે.

આ જોઈ થોડુ દુઃખ સાથે અજીબ પણ લાગ્યુ.

આપણો સમાજ કેટલો નકારત્મ અને મતલબી થઈ ગયો છે.

જે માણસે સામાન્ય પરીવારમાથી આવીને બાળપણથી અત્યાર સુધી તનતોડ મહેનત અને કોઠાસુજથી આવડુ સામ્રાજય ઉભુ કર્યુ. છતાય ધર્મ અને સમાજને કયારેય છોડ્યા નથી.

આ માણસે સફળતા અને સમાજ માટે જેટલુ કર્યુ છે. એટલુ કરવા માટે મડદનુ કાળજુ જોઇએ. સમાજના નાના માણસોની દિકરીઓને સારુ શિક્ષણ અને ઘડતર માટે અમરેલી જેવા નાના સેન્ટરમા ભવ્ય સંકુલ હોય. કે વાત્સલ્યધામ મા અનાથ ગરીબ બાળકો હોય… પોતાના જ સંતાનો હોય એવી કેળવણી અને સંભાળ રાખવી. હરતુ ફરતુ મેડીકલ વાન કે સમાજના માટે બનતા ભવ્ય ભવન હોય કે શાળા હોસ્ટેલ કે પછી ખોડલધામ જેવુ ધાર્મિક સ્થાન હોય…. આ માણસે
હમેશા ઉદાર દિલ રાખ્યુ છે.

હવે વાત કરીએ પોલીસ કાર્યવાહીની તો…કદાચ જાણેઅજાણે ખરુખોટુ કામ કર્યુ હશે. તો સવિધાન મજુબ સજા કે કાર્યવાહી પણ થશે.

પણ આપણો કોઈ અધિકાર નથી. આપણા એક યૌધા જેવા ઉદ્યોગસાહશીક વ્યકતિને વગોવાનો. કારણ સારો નબળો સમય દરેકના જીવનમા આવતો હોય છે.જો કોઈ નબળી વાત કરતુ હોય તો છાતિ ઠોકીને એને પુછીએ કે ભાઈ તારુ એમણે શુ બગાડયુ છે. અને તમે સમાજને શુ આપ્યુ છે.

આપણે જ આપણાની ટીકા કરીશુ . તો આપણી આવનારી પેઢીના યુવા હોનહાર પટેલ ઉદ્યોગપતિ ક્યારેય સમાજ માટે કશુ કરશે નહી. ફક્ત પોતાનુ જ વિચારશે. નબળા સમયમા સહયોગ ન આપીએ તો ચાલશે પણ વગોણા તો ના જ કરીએ.

ખાસનોધ ઃ આ લેખમા જે વ્યકતિની મે વાત કરી છે. તેમની સાથે મારે કોઇ વ્યકતિગત ઓળખાણ નથી. કે મારે એમની કોઇ પર્સનલી જરુર નથી. ફક્ત સમાજના યુવાનોની જાગૃતિ માટે લખ્યુ છે. – Nilesh Limbasia.

દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ વ્યક્તિત્વના પણ બે પાસા હોય છે- જમા પાસુ અને ઉધાર પાસુ.આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પૂર્ણ હોતો નથી.માનવ અવતાર સ્વરૂપે જન્મેલ ભગવાન દ્રારા પણ ક્યારેક ન્યાય કે અન્યાય થઈ જતો હોય તો માણસ દ્રારા સારા ખોટા કાર્યો જાણે અજાણે થવા એ સ્વાભાવિક છે.જો દોષ જોવાની વૃતિ રાખીએ તો ભગવાનમાં પણ એકાદ દોષ દેખાશે તો પછી માનવની શુ વિસાત !!! વ્યક્તિના જમા પાસાને જોઈ એમાંથી કંઈક પ્રેરણા મેળવવી એ હકારાત્મક વ્યક્તિત્વનુ જમા પાસુ છે.

છેલ્લા કેટલાક દિવસથી સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરાની ધરપકડ અને સ્લેટપાટી વાળા ફોટા સોશ્યલ મિડીયામાં વાયરલ કરીને લોકો શેર ને લાઈક આપી રહ્યા છે,પણ કદાચ એ જ લોકો એ વાતને નહિ જાણતા હોય કે વસંતભાઈ ગજેરાના સમાજસેવાના કાર્યોએ માનવતા ની મહેક પણ પ્રસરાવી છે.વિવેકાનંદના માનવસેવાના ધર્મને સાચા અર્થમાં સાકાર કરનાર વ્યક્તિત્વ એટલે જ વસંતભાઈ ગજેરા અને ગજેરા પરિવાર. માનવસેવાના કાર્યોનો ઢંઢેરો પીટ્યા સિવાય સતત માનવ સેવા કરતા રહેવુ એ ગજેરા પરીવારનુ એક સૌથી મોટુ જમા પાસુ છે.

સાહસ અને ઉદ્યમ એ સૌરાષ્ટના લોકોનુ જમા પાસુ છે,એટલુ જ નહિ દિલ ની દાતારી એ સૌરાષ્ટના લોહીમાં છે.વર્ષો પહેલાસૌરાષ્ટના સામાન્ય પરીવારમાથી આવીને બાળપણથી અત્યાર સુધી તનતોડ મહેનત અને પોતાની આગવી કોઠાસુજઝથી મોટુ સામ્રાજય ઉભુ કરનાર ગજેરા પરીવારે ધાર્મિક અને સમાજ સેવાના કાર્યોમાં કદી પણ પાછી પાની કરી નથી. સમાજના નાના માણસોની દિકરીઓને સારુ શિક્ષણ અને ઘડતર મળે એ માટે અમરેલી જેવા નાના સેન્ટરમા ભવ્ય સંકુલ હોય,કે પછી અનાથ બાળકો માટે વાત્સલ્યધામ હોય, પોતાના જ સંતાનો હોય એવી કેળવણી અને સંભાળ રાખી વસંતભાઈ અન ગજેેરા પરીવારે માનવતાની સુવાસ પ્રસરાવી છે. હરતુ ફરતુ મેડીકલ વાન કે સમાજના માટે બનતા ભવ્ય ભવન હોય કે શાળા હોસ્ટેલ કે પછી ખોડલધામ જેવુ ધાર્મિક સ્થાન હોય,આ દરેક કાર્યોમાં હંમેશા ઉદાર દિલ રાખી ફાળો આપ્યો છે.

અને એથીય ઉત્તમ એક એવુ સેવા કાર્ય ગજેરા પરીવાર કરે છે જેને જોઈને મધર ટેરેસાના સેવા કાર્યોની યાદ આવી જાય.અનેક લોકોને પોતાના વ્યવસાય સાથે સાંકળી રોજગારી આપનાર ગજેરા પરીવાર દ્રારા ગજેરા સ્કુલમાં નિસ્વાર્થ સેવાભાવે ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પરીવારના બાળકોને રાત્રી શાળામાં ક્વોલિફાઈ શિક્ષકો દ્રારા માત્ર મફત શિક્ષણ જ નહી પણ ઉત્તમ જમવાનુ પણ આપવામાં આવે છે.આવા સેવાકાર્યો દ્રારા માનવતા મહેકાવનાર ગજેરા પરીવારની સોશ્યલ મિડીયામાં મનફાવે એમ ટીકા કરવી કેટલી ઊચિત છે એ વિચારવુ રહ્યુ !!!

અમરેલી ના “પનોતા પુત્ર” અને “અગ્રણી કેળવણીકાર શ્રી વસંતભાઈ ગજેરા” કે જેઓની નિશ્રા માં સમગ્ર રાજ્ય માં 50 થી 60 હજાર વિધાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે. “વાત્સલ્યધામ” જેવી સંસ્થા ની અંદર એક હજાર વિદ્યાર્થીઓ માં બાપ વગર ના કે અનાથ બાળકો V. I. P. સુવિધાઓ સાથે સંપૂર્ણ નિઃશુલ્ક વ્યવસ્થા શિક્ષણ સાથે સાથે રહેવા – જમવાની અને કપડાં વગેરે જેવી સુવિધાઓ પુરી પાડવા નું “ભગીરથ” કાર્ય – સમગ્ર વિશ્વ સ્તરે જેમને ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે એવી શેક્ષણિક સંસ્થા ના માધ્યમ થી સમાજ ના નાના માં નાના વર્ગ ને સારા માં સારું શિક્ષણ ઉપલબ્ધ થાઈ એવી વ્યવસ્થા આપવાનું ભગીરથ કાર્ય સંસ્થા ના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા દ્વારા થઈ રહ્યું છે.

તમારું શું કહેવું છે આ બાબતે જણાવો અમને નીચે કમેન્ટ બોક્સમાં..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો