સંપ-સેવા-સહકાર અને સંગઠનનાં ભાવ સાથે જૂનાગઢ શહેરમા વસતા વઘાસિયા પરિરવારનું સ્નેહમિલન યોજાયુ

જૂનાગઢ તા.૨૬ જૂનાગઢ શહેરમાં વસતા લેઉવા પટેલ સમાજનાં વઘાસિયા પરિવારનાં યુવાનો દ્વારા સંપ, સેવા, સહકાર અને સંગઠનનાં ભાવ સાથે જોષીપરા સ્થિત ક્યાડાવાડી ખાતે સમાજ સંગઠન દ્વારા આર્થીક અને સામાજીક ઉન્નતિનાં નવા આયામ સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં યોજાઇ ગયો. સ્નેહમીલન કાર્યક્રમમાં જૂનાગઢ શહેરમાં વસતા પરિવારનાં ભાઇ બહેનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વઘાસિયા પરિવારનાં માતાજીનાં ચાર મઢ પૈકી વલારડી ધામથી ભુવાશ્રી હરેશભાઇ, દિનેશભાઇ, મહેશભાઇ, ભલગામ મઢથી જેન્તીભાઇ અને ધોરાજીથી કેશુભાઇ વઘાસિયા શહેરનાં વઘાસિયા પરિવારનાં યુવાનોને માર્ગદર્શીત કરવા પધાર્યા હતા.

વસુદૈવ કુટુમ્બકમ્મની ઉક્તિ સાર્થક કરી અતિ ગરીબ આહિર પરિવારની બે દીકરીઓને સહાયભુત બનવા અપાયા સિલાય મશીન

આ તકે જશદણ નજીક આવેલ વલારડી ધામથી પધારેલ શ્રી હરેશભાઇ અને રાજુભાઇએ જણાવ્યુ હતુ કે પોતાનું ભલુ તો જીવ માત્ર કરે છે પણ પરદુઃખમાં જો કોઇને ઉપયોગી થવાય તો સાચી માનવ સેવા થઇ ગણાય, આજે ભૈાતીક સુખોની પાછળ માનવી ઘેલો બન્યો છે ત્યારે સમાજમાં કેટલાક પરિવારોને તેમનાં સંતાનો અને પરિજનોની ભરણપોષણની ચિંતા રહે છે તેમાં જો સૈા યથોચિત ઉપયોગી બનવા આગળ વધીએ તો આદર્શ સમાજ નિર્માણમાં વઘાસિયા પરિવારનો ફાળો લેખાશે.

ભલાગામથી પધારેલ જેન્તીભાઇ, ધોરાજીથી પધારેલ વી.વી.વઘાસિયા, રસીકભાઇ સહીત મહાનુભાવોએ સમાજ સંગઠન દ્વારા પરસ્પર એક્યનાં ભાવને પ્રદિપ્ત કરવાની વઘાસિયા પરીવારની પહેલને બિરદાવી યુવા સંગઠનને અભિનંદન પાઠવ્યા હતા.

જોષીપરા ખાતે યોજાયેલ સ્નેહમીલન કાર્યક્રમ માત્ર વઘાસિયા પરીરવાનો સંગઠનભાવ સાથેનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો પણ ધ્યાનાકર્ષક બાબત તો એ હતી કે માત્ર લેઉવા પટેલની નહીં પરંતુ ખડીયા ગામે રહી છુટક મજુરી કામ કરતા જોગલ(આહીર) પરિવારની પ્રવિણાબેન જીતેન્દ્રભાઇ અને ડેર રૂપલબેન નરેશભાઇને પરિવારની દિકરી તુલ્ય સન્માન આપી તેમનાં પરિવારને આર્થિક ઉન્નતિમાં ઉપયોગી થવાય તે હેતુ બન્ને બહેનોને સિલાય મશીન વઘાસિયા પરિવારનાં મોભીઓ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે વધાસિયા પરિવાર સિવાયની અન્ય સમાજની બહેનોને કામ મળી રહે અને કામ થકી તેમનાં પરિવારની આર્થીક ઉન્નતિમાં તેમનો ફાળો ઉમેરાય તેવી ભાવ સાથે વઘાસિયા પરિવારનાં હરસુખભાઇ અને પ્રિતીબેને જે મિશાલ કાયમ કરી છે તે સરાહનિય છે.

કાર્યક્રમનાં કો-ઓર્ડીનેટર અને સમુહલગ્નનાં પ્રણેતા શ્રી હરસુખભાઇ વઘાસિયાએ એકતામાં સૈાનો વિકાસ અને પરિવારની સારા-માઠા પ્રસંગોમાં ભાતૃભાવની ઉદાત ભાવના પ્રગટ થવાની વાત કરી હતી. પ્રીતિબેને મહિલાઓનાં વિકાસમાં વઘાસિયા લેઉવા પટેલ મહિલા મંડળનો ફાળો વિષયે સાધન સહાયની વિગતો આપી હતી.

આ પ્રસંગે સમાજનાં ભામાશા જેન્તીભાઇ વઘાસિયા, ઝવેરભાઇ વઘાસિયા અને નયનાબેન વઘાસિયાએ સમાજનાં જરૂરીયાત મંદ પરિવારનાં બાળકોનાં શિક્ષણ માટે સૈાએ સાથે મળી જવાબદારી વહન કરવાની હાકલ કરી સૈાને આગળ વધવા હિમાયત કરી હતી. કાર્યક્રમનાં પ્રારંભે હરેશભાઇ(જેટકો)એ અતિથીઓને આવકારી સ્નેહમીલન કાર્યક્રમનો હાર્દ રજુ કર્યો હતો. કાર્યક્રમનાં અંતે મનિષભાઇએ આભારદર્શન કર્યુ હતુ. કાર્યક્રમનું સફળ સંચાલન સરસ્વતિ હાઈસ્કુલ મેંદરડાનાં આચાર્ય હરસુખભાઇ વઘાસિયાએ સંભાળ્યુ હતુ.

કાર્યક્રમને સફળ બનાવવા વિપુલભાઇ, ગોપાલભાઇ, અશ્વિનભાઇ, અનિલભાઇ, મનિષભાઇ, રાજેશભાઇ, યોગેશભાઇ, અશોકભાઇ, ભાવેશભાઇ,પરેશભાઇ, રમેશભાઇ,જેન્તીભાઇ, અનિલભાઇ, પરશોત્તમભાઇ, કુમનભાઇ, આશિષભાઇ, યોગેશભાઇ, મનિષભાઇ સહિત યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

– ચિરાગ પટેલ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો