USAના લેઉઆ પટેલોએ માતૃભૂમિના શહીદો માટે બે કલાકમાં 50 હજાર ડોલર ભેગા કર્યા

જમ્મુ કાશ્મીનારના પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોનું દુખ માત્ર હિન્દુસ્તાનમાં નથી બલ્કે સમગ્ર વિશ્વમાં છે. અમેરિકાના દલાસ ખાતે રહેતા લેઉવા પાટીદાર સમાજ(SLPS) દ્વારા શાંતિ પ્રાર્થના સભા યોજી અને શહીદોના પરિવાર માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. માત્ર બે કલાકમાં પાટીદાર સમાજ દ્વારા 50 હજાર ડોલર ફંડ એકત્ર કર્યુ છે જેને શહીદોના પરિવાર માટે મોકલશે.

પુલવામા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં ભારતના 42 જવાનો શહીદ થયા છે. જે ઘટનાથી સમગ્ર દેશમાં શોક કાલીમા છવાઈ ગઈ છે. દેશમાં ઠેરઠેર પાકિસ્તાન અને આંતકવાદનો વિરોધ થઈ રહ્યો અને શહીદોને શ્રદ્ધાંજલી આપી પરિવારને મદદરૂપ થઈ રહ્યાં છે. ત્યારે વિદેશની ધરતી પર રહેતા હિન્દુસ્તાનીઓનું લોહી પણ ઉકળી ઉઠ્યું છે. અમેરિકાના દલાસ ખાતે લેઉવા પાટીદાર સમાજ (SLPS) દ્વારા પણ આ ઘટનાની ટીકા કરવામાં આવી છે.

વિદેશમાં રહીને પણ માતૃભૂમિની ચિંતા, શહીદોની આત્માની શાંતિ માટે ભજન સંધ્યાનું આયોજન

ભલે કામધંધા અર્થે વિદેશમાં રહેતા હોય પણ મનતો માતૃભૂમી સાથે જોડાયેલું છે. 42 જેટલા જવાનો શહીદ થયાની જાણ થતાં સમસ્ત લેઉવા પાટીદાર સમુદાય દ્વારા દુખ વ્યક્ત કર્યુ હતું, અને શહીદોની આત્માને શાંતિ માટે લઉવા પાટીદાર સમાજ દલાસ(SLPS) દ્વારા ભારતકે વીર થીમ પર 17મી ફેબ્રુઆરીના રોજ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓમકાર સત્સંગ મંડળ દ્વારા શહીદોને અંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ લેઉવા પાટીદાર સમાજ દ્વારા શહીદોના પરિવારને આર્થિક મદદ માટે દાન એકત્ર કરવામાં આવ્યું હતું. માત્ર 2 કલાકમાં 50,000 ડોલનું માતબાદ દાન એકત્ર કરવામાં આવ્યું છે. જેને ભારત કે વીર અને પ્રધાનમંત્રી ફંડમાં મોકલાશે.

આતંકના વિરોધમાં અમે વતનની સાથે

ભારતમાં થયેલા આતંકી હુમલામાં આપણા શહીદોએ જીવ ખોયા જે ઘણી દુખની વાત છે. અમે નંદા કરીએ છીએ. શહીદોના પરિવાર માટે 50 હજાર ડોલર એકત્ર કર્યા છે. આતંકવાદના વિરોધમાં અમે ભારતની સાથે છીએ. દિનેશભાઈ આર. પટેલ, પ્રેસીડેન્ટ, એસએલપીએસ, દલાસ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો