Browsing tag

સેવાકીય પ્રવૃત્તિઓ

સ્મિત સ્વામીનું છાત્રોને શિક્ષિત કરવાનું અનોખું ભગીરથ કાર્ય

રાજ્યના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતાં 35 હજાર આદિવાસી બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે કબીર પંથના સ્વામી માર્ગ્ય સ્મિત ભગીરથ કાર્ય કરી રહ્યા છે. શિક્ષણને જ પોતાનો ધર્મ માનતા સ્વામી સ્મિતે છેલ્લાં 12 વર્ષમાં ગામડાંઓમાં ભજન-સત્સંગ મારફતે દરેક આદિવાસી માતા-પિતાને તેમના બાળકને શિક્ષણ આપવા સમજાવે છે. જ્યારે દાતાઓની મદદથી સ્વામી સ્મિત નેત્રંગ, દેડિયાપાડા, કેવડિયા, […]

દુષ્કર્મથી ગર્ભવતી થયેલી કિશોરીના બાળકને મહેશભાઈ સવાણીએ દત્તક લઈને તમામ જવાબદારી ઉપાડી

સુરતની એક શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની એક દીકરી પિતાથી દૂર માતા સાથે રહેતી હતી. માતા-પિતા વચ્ચે અણબનાવ બનતા બંનેએ છૂટાછેડા લીધેલા એટલે દીકરી માં સાથે રહેતી હતી. પિતાના પ્રેમની ભૂખી આ દીકરી એકવખત એના પિતાને મળવા પહોંચી ગઈ. કિશોર વયની આ કુમળી દીકરી પર કામાંધ થયેલા સગા પિતાએ દુષ્કર્મ આચર્યું. દીકરી પિતાનો […]

ડાયમંડ કિંગે ડાંગના અંતરિયાળ ગામોમાં 50 કારના કાફ્લા સાથે પહોંચી યોજ્યો મેગા મેડિકલ કેમ્પ

સુરતઃ શ્રી રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ નંદુબા મેડિકલ સેન્ટર દ્વારા 25માં વર્ષે વનવાસીઓ માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયમંડ કિંગના હુલામણા નામથી ઓળખાતા ગોવિંદકાકા ધોળકીયા 50 કારના કાફલા સાથે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ્યાં હતાં. વસ્ત્ર વિતરણની સાથે યોજાયેલા મેડિકલ કેમ્પમાં બે હજારથી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રની બોર્ડર પર […]

#IAmNewIndia ના કન્સેપ્ટને શોભાવી રહી છે આ પહેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને નવી પ્રગતિની દિશામાં લઈ જવા માટે સ્કીલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાન શરૂ કર્યા છે જેના થકી તેઓ વિઝન #IAmNewIndiaને સાકાર કરવા માગે છે અને આ વિઝન સાકાર થઈ શકે છે ઇનોવેશનથી. ઇનોવેશન એટલે સ્થાપિત પ્રણાલિકાઓમાં નવીનતા લાવવી. આજનો યુગ સતત ઇનોવેશન તરફ આગળ વધી રહ્યો છે. […]

ફેમિલી માટે લીધેલી કારને યુવાને બનાવી દીધી એમ્બ્યુલન્સ, રાત્રે દર્દીઓ માટે આપે છે ફ્રી સેવા

સુરતઃ પુણાની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા અને મહિને સામાન્ય આવક ધરાવતા બિપીન હિરપરા બે વર્ષથી દર્દીઓને મફત એમ્બ્યુલન્સ સેવા પુરી પાડી ભગીરથ કાર્ય કરી રહ્યાં છે. સુખનાં સૌ સગા, પણ દુ:ખમાં ન કોઈ..!’ ઉક્તિને સાર્થક કરતાં આજના કળિયુગમાં મુશ્કેલીની ઘડીએ સગા-સબંધી પણ માણસની મદદે નથી પહોંચતા. ત્યારે પુણાનાં આ યુવકને સેવાની એવી લગની લાગી કે, પોતાની જાત […]

નરકેસરી વિઠ્ઠલભાઈ રાદડિયાના કન્યા કેળવણીના ઉમદા કાર્યની વાત

નરકેસરી વિઠ્ઠલભાઈ રાદડિયાની સામાજિક સેવાઓની સુવાસ સીમાડા વળોટી ગઈ છે એ વાત સુવિદિત છે.એમણે સ્થાપેલા કન્યા છાત્રાલયો દીકરીઓ માટેની એમની શિક્ષણની હિમાયત અને કર્તવ્યપરાયણતાના સાક્ષી છે.આરજુ નામની દીકરીને પિતા બની ભણાવતા વિઠ્ઠલભાઈના એક સુંદર પ્રસંગને અહીં શબ્દદેહ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. (લેખક તરીકે મેં આરજુ સાથે વાત કર્યા પછી આ પ્રસંગનું આલેખન કરેલ છે.) […]

પપ્પા આ ગામમાં તો લોકો ગરીબ છે દીકરીના આ શબ્દોથી બાપે 10 કરોડનું દાન કર્યું

અમરેલી,લીલીયા: અમરેલી પંથકની આમ તો પછાત વિસ્તારમા ગણના થાય છે પરંતુ આ વિસ્તારના વતનીઓ અને સુરત, અમદાવાદ, મુંબઇ જેવા શહેરોમા સ્થાયી થયેલા દાતાઓ વતનનુ ઋણ ચુકવવાનુ ભુલતા નથી. ધંધા ઉદ્યોગમા સફળ થયા બાદ કમાયેલા નાણાનો એક હિસ્સો વતનમા જુદીજુદી સેવાઓ ઉભી કરવા માટે અચુક વાપરે છે. લાઠી તાલુકાના ભીંગરાડ ગામે બી.માણેક એક્ષપોર્ટના માણેકભાઇ લાઠીયાએ ગામમા આવી […]

સુરતઃ 90 વર્ષના દાદીમાનું દર્દ જોઇને શરૂ કરી નિ:શુલ્ક શ્રવણ ટીફીન સેવા

સુરતઃ વૃદ્ધાવસ્થામાં સંતાનો દ્વારા તરછોડાયેલા કે પથારીવશ વૃદ્ધોને એક ટાણું જમવાનું પણ નસીબ નથી હોતું. ત્યારે શહેરની કાપોદ્રા વિસ્તારમાં કાર્યરત આનંદ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રવણ ટિફિન સેવા દ્વારા જરૂરિયાતમંદ એવા વૃદ્ધ-વડીલોને રોજ ઘરબેઠા વિનામૂલ્યે શુદ્ધ શાકાહારી અને સાત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે. 90 વર્ષના દાદીમાનું દર્દ જોઇને રોજ એક ટાઇમ ભોજન જમાડીને ભૂખ્યા […]

રાજકોટ: ખોડલધામ વિદ્યાર્થી સમિતીએ આપ્યો અસરગ્રસ્તોને ખભો, જાણો લોકોને શું કરી અપીલ

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ખોડલધામ વિદ્યાર્થી સમિતી એટલે કે KDVS જે ખોડલધામની યુવા પાંખ છે. KDVS દ્રારા સમાજ ઉપયોગી અનેક પ્રવૃતિ કરવામા આવે છે. જે પૈકી હાલ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાથી અનેક લોકો ઘરવિહોણા થઇ ગયા છે. અને રહેવા કે જમવાનુ મળતુ નથી.ત્યારે આવા લોકોની સાથે ઉભા રહેવા KDVS આવ્યુ છે. KDVS […]

આ ગુજ્જુ યુવાનો પોકેટમનીમાંથી ગરીબોને આપે છે મફતમાં ભોજન

આજના યુગમાં યુવાનોને મળતી પોકેટ મનીમાંથી રૂપિયા બચાવી કોઇની માટે ખર્ચ કરવાના થાય તો હજાર વખત વિચારવું પડે છે. પરંતુ વડોદરા શહેરના કેરિંગ સોઉલ ગ્રૂપના યુવાનો પોતાની પોકેટ મની અને કમાઇમાંથી રૂપિયા બચાવી સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, તેમના સગાસંબંધીઓ તેમજ જરૂરતમંદ લોકોને દર રવિવારે જમવાનું પૂરું પાડી એક ઉમદા કાર્ય કરે છે. જેમા દર રવિવારે […]