Browsing tag

સમાચાર

સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનશે દેશનું સૌથી મોટું પર્યટન સ્થળ

દેશના પર્યટનનું મહત્ત્વનું કેન્દ્ર ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે. વડોદરાથી 90 કિમીના અંતરે કેવડિયા કોલોનીમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કેન્દ્ર-રાજ્ય સરકાર દેશના અગ્રણી પર્યટન સ્થળ તરીકે વિકસાવી રહી છે. દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આ 182 મીટર ઊંચી પ્રતિમા 20 ઑક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે. અને 31 ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

સોરઠના સંતની દિલેરી: દાનમાં આપેલી 27 વીઘા જમીન પરિવાર ગરીબીમાં આવતા પરત કરી

સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દાનમાં મળેલી 27 વીઘા જમીન દાનવીર પરિવાર ગરીબ થઇ જતા તેને પરત આપી હતી. રાજકોટમાં રહેતા રસિકલાલ એન્ડ કંપનીના પરિવારે રૂદ્રગીર આશ્રમના મંહત ઇન્દ્રભારતી બાપુને […]

આ પટેલ યુવાન KBCમાં જીત્યો 25 લાખ રૂપિયા, એક સમયે નહોતા ટ્યૂશનના પૈસા

અમિતાભ બચ્ચનના રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં બુધવારે ગુજરાતી સંદિપ સાવલિયા હૉટ સીટ પર જોવા મળ્યો હતો. તેણે 25 લાખ રૂપિયા જીતી ગેમ શો છોડ્યો હતો. સંદિપ ગ્રાફિક ડિઝાઈનર બનવા માગતો હતો પરંતુ તેના પિતા ઈચ્છતા હતા કે તે હિરા ઘસવાનાના વ્યવસાય સાથે જોડાયેલો રહે. જોકે તેણે પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા હારી માની નહીં. તેણે […]

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના મોટા પુત્ર જગદીશ પટેલનું નિધન

અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઇ પટેલનું રવિવારે દુ:ખદ અવસાન થયું હતું. ઓશો સંન્યાસી એવા જગદીશભાઇ ઘણા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે કારખાનું હતું જે બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કર્યું હતું અને સેવાકીય પ્રવત્તિઓ કરતા હતા. ગઇકાલે રક્ષાબંધન પર્વ હોવાના કારણે અમદાવાદ ખાતે તેઓના બહેનને […]

કેન્સર સામે જંગ હારી ગયેલી MBBSની વિદ્યાર્થિનીના પરિવારે શહીદોના બાળકો માટે કર્યુ દાન

સુરતઃ વરાછામાં છેલ્લાં ઘણાં સમયથી શહિદો અને તેમના પરિવારજનોની સેવા ક્ષેત્રે અનોખી જાગૃતિ જોવા મળી રહી છે. જેને લઈને આજે સામાન્ય માણસ પણ કોઈને કોઈ સેવાકીય કાર્ય કરવા પ્રેરણા મેળવી રહ્યો હોવાનું જોવા મળે છે. લોકો ઉત્તરક્રિયા જેવા કાર્યમાં પણ રક્તદાન, અંગદાન-દેહદાન જેવા સેવાકીય કાર્યો કરી અનોખી પહેલ કરી રહ્યાં છે. વરાછાનાં ત્રિકમનગર વિસ્તારમાં આવેલી […]

રોહીત પટેલ એટલે સાયન્સ સીટીનું ગુગલ મેપ, કારણ જાણી રહેશો દંગ

હેલ્લો રોહીતભાઈ. સાયન્સસીટી રોડ પર શુકન-1 કઈ તરફ આવ્યું. હેલ્લો રોહીતભાઈ સાયન્સસીટીમાં પંચામૃત પેલેસ કઈ તરફ આવ્યું. આવા એક બે કે ત્રણ કે 100-200 નહી પરંતુ પુરા 8 હજારથી વધારે ફોનકોલ્સ રિસિવ કરીને લોકોને સાચા સરનામે અમદાવાદના રોહીત પટેલ નામના વ્યક્તિ છેલ્લા 8 વર્ષથી પહોંચાડી રહી છે. જી હા માન્યામાં ના આવે તેવી આ સેવા […]

બ્રેનડેડ વિદ્યાર્થીના અંગદાન થકી પાંચ વ્યક્તિને નવજીવન અપાયું, સુરતમાંથી 18માં હૃદયનું દાન

સુરત : સરદાર બ્રિજ પર બાઈકની ટક્કર બાદ બ્રેનડેડ થયેલા ભેંસાણના આઈટીઆઈના વિદ્યાર્થીના હૃદય સહિતના અંગોનું દાન કરી 5 વ્યક્તિને નવજીવન આપી પરિવારે માનવતા મહેકાવી હતી. ગ્રીન કોરીડોરની મદદથી વિદ્યાર્થીનું હૃદય 277 કિ.મી.નું અંતર 109 મીનીટમાં કાપીને મુંબઈના આધેડમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે સુરતમાં 18માં વ્યક્તિનું હ્રદયનું દામ કરવામાં આવ્યું છે. સરદાર બ્રિજ પર અકસ્માતમાં […]

પિતા કરે છે ફેક્ટરીમાં મજૂરી, નોકરી કરતા કરતા યુવાને કર્યું CA પાસ

ગોંડલ: ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં રહેતા પટેલ પરિવારના યુવાને નોકરી કરતા કરતા સી.એ. પાસ કરી પરિવારનું ગૌરવ વધાર્યું છે. પરિવારની આર્થિક પરસ્થિતિ નબળી હોવાને કારણે પિતા ફેક્ટરીમાં મજૂરી કામ કરી રહ્યા છે અને માતા ઘરકામ કરે છે. 15 હજારમાં નોકરી કરી સાથોસાથ સીએ પાસ કર્યું ગોંડલના પટેલ યુવાન મોહિત સવજીભાઈ કચ્છીની આર્થિક પરિસ્થિતિ ખાસી […]

સુરતમાં આ પટેલે યુવતીઓને એક લાખ ગ્લાસ રસ પાઇપલાઇનથી પીવડાવ્યો

સુરતઃ નાની બાલીકાઓના અલુણાવ્રત, યુવતીઓના જયાપાર્વતી બંને વ્રતમાં જાગરણના દિવસે આખી રાત બરોડા પ્રિસ્ટેજ ભગવતી રસ સેન્ટરમાં કોઇપણ બહેનો જેટલી વખત ઇચ્છા થાઇ તેટલી.વખત જેટલો પીવો હોય તેટલો શેરડીનો રસ વિનામુલ્યે પી શકે છે. વરાછામાં જાગરણ નિમિત્તે વિનામૂલ્યે રસનું વિતરણ વરાછા વિસ્તારમાં છેલ્લા 23 વર્ષથી વિઠ્ઠલભાઇ માંગુકિયા ઓથાવાળા અને તેમના ભાગીદાર તુલશીભાઇ ગોલકિયા બંને મિત્રોએ મળીને […]

વસંતભાઇ ગજેરાના સેવાકીય કામો ભૂલાય તેવા નથી

જિંદગીમાં નાની નાની ખુશીઓનું અદકેરું મહત્ત્વ છે. કોઇના માથે પ્રેમથી ફેરવેલો હાથ, નાસીપાસી થયેલા લોકોનો હોંશલો બુંલદ કરવા કહેલા બે પ્રેરણાત્મક શબ્દ,ખુશી રેલાવવા કોઇને આપેલું સ્મિત,કે દિશાહીન થયેલા લોકોને સાચો રસ્તો બતાવવાનું કામ. ગમે તેટલા રૂપિયા હોય તો પણ ન મેળવી શકાય એવા નાના કામોથી અનેક લોકોની જિંદગી સંવરતી હોય છે,કેટલાય લોકોના જીવનમાં નવરંગ ભરતી […]