UPSC ટોપર ટીના ડાભીની બહેન રિયાએ પહેલી જ ટ્રાઇમાં UPSC પાસ કર્યુ, રિયા સૌથી નાની ઉંમરના ઉમેદવારોમાંથી એક બની

રિયા ડાભીએ સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 15 મેળવ્યો
રિયા દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક
આતુરતાથી વિદ્યાર્થીઓ જે પરીક્ષાના પરિણામની રાહ જોતા હતા તે સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે UPSC 2020ના અંતિમ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે 2016 UPSC ટોપર રહી ચુકેલી ટીના ડાની નાની બહેન રિયા ડાભીએ સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 15 મેળવ્યો છે.IAS ટીના ડાભીએ પોતાની નાની બહેનને ટ્વિટર દ્વારા અભિનંદન પાઠવ્યા છે.

UPSC પાસ કરનારી રિયા સૌથી નાની ઉંમરના ઉમેદવારોમાંથી એક બની છે.જે ખુબ ગર્વની વાત છે રિયા ડાભીએ 23 વર્ષની ઉંમરે પરીક્ષા પાસ કરી છે. પરિણામ પર ખુશી વ્યક્ત કરતા રિયાએ કહ્યું કે તેને તેની માતા પાસેથી પ્રેરણા મળે છે. તે ઇચ્છતી હતી કે બંને દીકરીઓ IAS અધિકારી બને. રિયા ડાભીએ આ સફળતા માત્ર 23 વર્ષની ઉંમરે પોતાના પ્રથમ પ્રયાસમાં પ્રાપ્ત કરી છે જે એક સિદ્ધિ કહી શકાય.

રિયાએ કહ્યુ કે તેને પેન્ટિગનો ખુબજ શોખ છે. પોતાને રિલેક્શ રાખવા તે હંમેશા ટ્રેડિશનલ પેન્ટિગ કરતી રહેતી રિયા કહે છે કે UPSCની તૈયારીમાં ફોકસ કરવામાં પેન્ટિગે મહત્ત્વની ભૂમિકા નિભાવી.

રિયાની માતા હિમાની ડાભીએ કહ્યું કે આજે તે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહી છે, મેં દીકરાઓ કરતાં દીકરીઓનો ઉછેર કર્યો છે, પુત્ર કે પુત્રીમાં કોઇ ફર્ક નથી હોતો મારી બંને દીકરીઓએ સાબીત કર્યુ છે. રિયાના પિતા જસવંત ડાભાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેમને પુત્રીની સફળતા પર ગર્વ છે. ટીના રાજસ્થાનમાં ઉજવણી કરી રહી છે જ્યારે રિયા સાથે પરિવારના બાકીના લોકો ઘરે ઉજવણી કરી રહ્યા છે.

રિયા 2019માં દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા છે. તેની બહેન ટીના ડાભી પણ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક છે. રિયાના માતા -પિતા બંને ઓફીસર છે. રિયા કહે છે કે મોટી બહેન (ટીના) હંમેશા તેને માર્ગદર્શિન આપતી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો