આ પટેલ છે ભારતનો સૌથી ફાસ્ટેસ્ટ ડ્રાઈવર

ભારતના મોટર સ્પોર્ટ્સમાં નવો નેશનલ રેકોર્ડ બન્યો. જોખમી ગણાતા મોટરસ્પોર્ટ્સમાં આ રેકોર્ડ મૂળ ગુજરાતી આદિત્ય પટેલે બનાવ્યો. FMSCI તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સે પણ આદિત્યના રેકોર્ડને માન્યતા આપી છે. પિતા કમલેશ પટેલના પગલે આદિત્ય પણ કાર રેસર બન્યા છે અને દેશ-વિદેશના અનેક ટ્રેક્સ પર રેસ કરી ચૂક્યા છે.

શું રેકોર્ડ બનાવ્યો?

વર્ષ 2016માં 28 વર્ષીય આદિત્યે 332 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી Audi R8 v10 Plus કારને ડ્રાઈવ કરીને પાંચ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. સ્પેનિશ ડ્રાઈવર જેમી અલગુએરસુઆરીએ ભારતમાં બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ પર પ્રતિ કલાક 324.2 કિલોમીટરની ઝડપે કાર ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. રેકોર્ડ માટે હૈદરાબાદના આઉટર રિંગ રોડ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

મૂળ ગુજરાતીના ઘરમાં કલ્ચર ગુજરાતી

આદિત્ય પટેલનો પરિવાર મૂળ ગુજરાતના વડોદરાનો છે. ત્રણ પેઢી અગાઉ તેમના દાદા ધંધાર્થે તામિલનાડ઼ુ ગયા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા. હાલ આદિત્ય ચેન્નાઈમાં રહે છે. આદિત્યના પિતાએ પંજાબી યુવતી અમિતા સાથે લગ્ન કર્યાં. આદિત્યના માતા વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે.

ડિનર ટાઈમ ઈઝ ફેમિલી ટાઈમની પરંપરા આદિત્યે જાળવી રાખી છે. દાદાની જેમ પિતા પણ સારા કૂક છે. દાદાની જેમ પિતા જ ઘરનું ભોજન બનાવે છે. જ્યારે પણ કમલેશભાઈ ફોરેન જાય ત્યારે ત્યાંથી નવી-નવી રેસિપિઝ અને ઈન્ગ્રિડિયન્ટ્સ લાવે છે અને ઘરમાં તેનો પ્રયોગ કરે છે. આ આદત આદિત્યમાં પણ ઉતરી છે.

કમલેશભાઈના હાથે બનેલા સૂપ નૂડલ્સ આદિત્યની લેટેસ્ટ ચોઈસ છે. આદિત્યને તમામ ગુજરાતી વ્યંજનો પસંદ છે. જોકે, થેપલા ઓલ-ટાઈમ ફેવરિટ છે. આદિત્યમાં પણ કલિનરી આર્ટ ઉતરી છે. ફ્રેન્ડ્સ અને પરિવારજનોને આદિત્યના હાથની બનેલી બિરયાની વિશેષ પસંદ છે.
આદિત્ય રેસિંગ વિક દરમિયાન સ્પાઈસી તળેલું ભોજન નથી ખાતો. રેસિંગ સમયે કારનું અંદરનું તાપમાન વધી જાય છે. આ પ્રકારના ભોજનને કારણે રેસિંગ સમયે તાપમાન વધી જાય છે. પૂર્વ ક્રિકેટર રામજી શ્રીનિવાસન અને બદ્રી નારાયણ આદિત્યને કોચ કરે છે.

રેસિંગ ઉપરાંત આદિત્યને સાઈકલિંગ અને ઉંઘવું ગમે છે. આદિત્ય કામ અર્થે છાશવારે ગુજરાત આવે છે અને પસંદ છે. સિંગલ આદિત્યે હજુ સુધી લગ્ન અંગે કોઈ નિર્ણય નથી કર્યો. રેસિંગ માટે ફિટ રહેવા આદિત્ય નિયમિત રીતે જાય છે. ડ્રાઈવ કરતી વખતે ગરમી લાગે છે. ઉપરાંત જી-ફોર્સનો સામનો કરવો પડે છે. જેને પહોંચી વળવા મેન્ટલ કોચ પાસે તાલિમ લે છે.

નક્કી કર્યો નવો ગોલ

જર્મની, મલેશિયા થાઈલેન્ડ સહિત અનેક એક્ઝોટિક ટ્રેક્સ પર રેસ કરી ચૂકેલા આદિત્યના કહેવા પ્રમાણે, હું મારા નિર્ણયો જાતે લઉં છું. પિતા કોઈ બાબતે દખલ નથી કરતા. હવે હું ફૂલટાઈમ રેસર બનવા માંગું છું. જેથી કરીને દરેક મિનિટને જીવી શકું. પૈસા અને પ્રસિદ્ધિ મારા માટે ગૌણ છે. બસ જે પસંદ છે, તે કરવા માંગું છું.

જોખમી સ્પોર્ટ છતાં માતાનો સપોર્ટ

“મોટર સ્પોર્ટ્સ જોખમી છે, પરંતુ તમે કલ્પી શકો, તેનાથી વધારે સલામત છે. એટલે ક્યારેય Oh! my god જેવી સ્થિતિનું નિર્માણ થયું નથી. પપ્પા પણ રેસિંગ કરતા, એટલે મમ્મીને ક્યારેય મારા માટે ચિંતા નથી થઈ. તે દરેક બાબતમાં મને સપોર્ટ કરે છે.યોગ્ય કાર અને યોગ્ય ટ્રેક હોય તો બીજું બધું સરળ થઈ જાય. ” આદિત્યના ભાઈ પણ સ્કૂલના ટાઈમમાં રેસિંગ કરતા.

ઓલિમ્પિક સ્પોર્ટ્સને પ્રમોટ કરવાની જરૂર

આદિત્ય પટેલના કહેવા પ્રમાણે, ક્રિકેટ જેવી રમતો બહુ થોડા રાષ્ટ્રો રમે છે. તેની ઉપર ધ્યાન આપવામાં આવતી રમતોને બદલે સરકારે ઓલિમ્પિકમાં રમાતા ખેલો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જે અનેક રાષ્ટ્રો રમે છે.

કાર સ્પોર્ટ્સનું ઉદાહરણ ટાંકતા આદિત્યનું કહેવું છે કે, આ સ્પોર્ટ્સ અત્યંત ખર્ચાળ છે. સરકાર દ્વારા ઉપેક્ષિત છે. આથી, ડ્રાઈવર્સે સ્પોન્સર્સ પર આધાર રાખવો પડે છે. ખુદ આદિત્યે ઓડી, સ્વિસ વોચ બ્રાન્ડ ORIS, જેકે ટાયર તથા કેમેરા બ્રાન્ડ ગો-પ્રોને સ્પોન્સર તરીકે સાથે લીધા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર