પાટણ માં “ખોડાભા” હોલ ખાતે “૪૨ લેઉવા પાટીદાર” સમાજનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો. સમાજના અનેક મહાનુભાવોનું કરાયું સન્માન.

પાટણ શહેરના ઊંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતે તા. ૨૧/૦૪/૨૦૧૮ ના રોજ ૪૨ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા “શ્રી ૪૨ લેઉવા પાટીદાર” સમાજનો ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના પ્રતિષ્ઠિત અને સન્માનનીય વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

૪૨ લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને પાટણના વર્તમાન ધારાસભ્ય ડો. કિરીટ પટેલ , પાટણના જીલ્લા કલેકટર આનંદ પટેલ તેમજ ૪૨ લેઉવા પાટીદાર સમાજના અગ્રણી એવા મકતુપુર ગામના “રણજીત બિલ્ડકોન”ના પ્રતિનિધિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં સૌપ્રથમ સમાજના અગ્રણીઓ તેમજ સન્માનનીય વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાટણ જીલ્લા તેમજ ઉત્તર ગુજરાતના ૫૩ ગામોમાં પોતાનું પ્રભુત્વ ધરાવતો આ સમાજ સૌથી સુખી અને પ્રતિષ્ઠિત સમાજ તરીકે સમગ્ર ગુજરાતમાં ખ્યાતી પામેલ છે. ૪૨ લેઉવા પાટીદાર સમાજ એ ગુજરાતને અને દેશને નીરમાં ગ્રુપના માલિક એવા ડો. કરશનભાઈ પટેલ જેવા અનેક મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આપ્યા છે.

રાજકીય , આર્થિક , શૈક્ષણિક કે સામાજિક તમામ ક્ષેત્રે ઉત્તર ગુજરાતનો ૪૨ લેઉવા પાટીદાર સમાજ પોતાનો ડંકો વગાડે છે.

પાટણના વર્તમાન ધારાસભ્ય ડો. કિરીટ પટેલ , વિચરતી જ્ઞાતિ અને મહિલા સશક્તિકરણ માટે કામ કરનાર એવા મીત્તલબેન પટેલ , પીઢ પત્રકાર મણીભાઈ પટેલ તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત એવા શ્રી બેચરભાઈ પટેલનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું.

પાટણ માં “ખોડાભા” હોલ ખાતે “૪૨ લેઉવા પાટીદાર” સમાજનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો. : સમાજના અનેક મહાનુભાવોનું કરાયું સન્માન.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો,
તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર