નારાણપરના દાતા ધનજીભાઈ કરશન વરસાણી પરિવાર દ્વારા લેવા પટેલ હોસ્પિટલના નવા આઈ.સી.યુ. માટે એક કરોડનું દાન

એક કરોડનું દાન :: કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ સંચાલિત માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું હાલ વિસ્તૃતિકરણનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં સ્પેશિયલ રૂમ તથા જનરલ વોર્ડનો સમાવેશ થાય છે. વધુ સુવિધા ધરાવતા આ નૂતન નિર્માણમાં દશ પથારીનો અત્યાધુનિક આઈ.સી.યુ. વિભાગ બનાવવાનું કામ પ્રગતિમાં છે.

આ આઈ.સી.યુ. વિભાગના નામકરણ માટે ગામ નારાણપરના આફ્રિકા નિવાસી શ્રીમતિ વેલબાઈ ધનજીભાઈ વરસાણી હસ્તે ધનજી કરશન વરસાણી ‘ દરબાર’ ( કરશન રામજી એન્ડ સન્સ, નાઈરોબી કેન્યા ) પરિવારના પૂત્રો- પૂત્રવધૂઓ શ્રીમતિ હિનાબેન હરિશ વરસાણી, શ્રીમતિ પ્રભાબેન કિશોર વરસાણી, પૂત્રી જશુબેન કુંવરજી આસાણી, કસ્તૂરબેન આશિષ હાલાઈ આ સમગ્ર પરિવારે આ દાન આપ્યું છે.

તા. 10/10/2018 ના સવારે 10 કલાકે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં એક કરોડના માતબર દાનનો ચેક સમાજના વર્તમાન પ્રમુખ‌ હરિભાઈ કેશરા હાલાઈએ સમાજના યુવા દાનવીર અને ઉદ્યોગપતિ કિશોરભાઈ‌ ધનજી વરસાણીના હસ્તે સ્વિકાર્યો‌ હતો. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ‌ માવજી ગોરસીયા, ઉપાધ્યક્ષ ડો. જે. કે. દબાસિયા, મંત્રી કેશરાભાઈ રવજી પિંડોરિયા, પૂર્વાધ્યક્ષ અરજણભાઈ ગાંગજી પિંડોરીયા, સમાજના ઉપપ્રમુખ કે.કે‌ હીરાણી, મંત્રી રામજી સેંઘાણી,સહમંત્રી રમેશભાઈ હાલાઈ, કારોબારી સભ્ય અને બાંધકામ સંભાળતા વિરમભાઈ રાબડિયા , યુવક સંઘ પ્રમુખ મનજી પિંડોરિયા, સંસ્થાના એકાઉન્ટન્ટ અશ્વિનભાઈ પિંડોરિયા, ડો. મહાદેવ પટેલ , પી.આર.ઓ. પ્રભવ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાએ દાતા કિશોરભાઈ વરસાણીને આઈ.સી.યુ.નું બાંધકામ અને વિભાગોની માહિતી સ્થળ મુલાકાત દરમ્યાન આપી હતી.

આગામી ડિસેમ્બરમાં શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિધા મંદિરના રજત જયંતી મહોત્સવનું આમંત્રણ અપાયું હતું. 28,29,30 ડિસેમ્બર 2018 માં આ આઈ.સી.યુ. વિભાગ સહિતની આરોગ્ય સુવિધા દર્દીઓની સેવામાં અર્પણ કરાશે. દાતા ઘનજીભાઈ વરસાણીએ કૃષિસધ્ધરતા,સુવિધાકાર્ડ,આઈ.ટી.આઈ. નિર્માણ, કૃષિ મોલ સહિતના મહત્વાકાંક્ષી પ્રકલ્પોમાં વધુ સહકાર આપવા ખાત્રી આપી હતી. સમાજની ત્રણેય પાંખોના પૂર્વ અને વર્તમાન કાર્યકરોમાં વિશ્વાસ વ્યક્ત કરતાં નિર્ણયોને સમર્થન આપ્યું હતું. દાતા પરિવારે ગરીબ દર્દીઓ માટે અલાયદા ફંડમાં દાન આપવાની પણ પહેલ કરી હતી. ગૌભકત આ પરિવારની સખાવતથી ગરીબ દર્દીઓની સુવિધામાં વધારો થતાં ટ્રસ્ટે આભાર માન્યો હતો. દાતા પરિવારનું આગામી ડિસેમ્બરના મહોત્સવમાં ઋણ સ્વિકાર સન્માન કરવામાં આવશે. શું છે નવી સુવિધા ?? અત્યારે છે તેનાથી વધુ સારી સગવડ સુવિધા ધરાવતા 5 ડિલક્ષ રૂમ,સ્પેશિયલ 8 રૂમ , એક નર્સિંગ હોમ તથા એક મેડિકલ‌ ઓફિસર્સ રૂમનું બાંધકામ‌ પ્રગતિમાં છે. તે પૈકી ડિલક્ષ રૂમના 10-10 લાખ, સ્પેશિયલ રૂમના 5-5 લાખ, નસિંગ 5 લાખ અને મેડિકલ ઓફિસર રૂમના 5 લાખ નામકરણ દાન રખાયું છે. તે પૈકી દાન નોંધાઈ રહ્યું છે તેની‌ વિગતો સંસ્થા દ્વારા જાહેર કરાશે. શું થશે ફાયદો ??? નવી સુવિધાઓમાં સંસ્થાના દાતાઓને પણ અગ્રતા અપાશે..અને જે વર્ગના 100% દાનથી આ આરોગ્ય સેવા આગળ ધપી રહી છે એ સમુદાયનો પણ સમાવેશ કરાશે.

આ સુવિધા શરૂ થતાં હોસ્પિટલમાં હાલ દર્દીઓને જગ્યાના અભાવે પડતી મુશ્કેલી ઓછી થશે. આઈ.સી.યુ. પરનું ભારણ ઘટશે અને હોસ્પિટલમાં પથારી ઓછી થવાથી લાચાર દર્દીઓને નાછૂટકે ના પાડવી પડે છે એવા કિસ્સા ઓછા થશે..વધુ ભૌતિક સગવડ સાથેની સારવાર ઉપલબ્ઘ કરાવવાની ટ્રસ્ટની નેમ ફળીભૂત થશે. નવી વિંગ દાતાઓના નામ: ICU 1. DHANJI KARSAN VARSANI NARANPAR ROOM 2. KURJI DEVRAJ VEKARIYA NARANPAR ROOM 3. નામકરણ દાતા આવકાર્ય ROOM 4. નામકરણ દાતા આવકાર્ય ROOM 5. નામકરણ દાતા આવકાર્ય Nurshig room . DEVSHI KARSHAN VARSANI GODPAR ROOM NO. 2 થી 5 ડિલક્ષ છે નામકરણ‌ માટે દરેકના 10-10 લાખ રૂપિયા રખાયા છે. તે પૈકી ખાલી રહેલાં માં દાન નોંધાવી શકાય‌ છે. ROOM 8 to 12 અ.નિ. દેવરાજ વાઘજી હાલાઈ હસ્તે મુળજી દેવરાજ,કરશન દેવરાજ, શીવજી દેવરાજ, કેશરા દેવરાજ, રવજી દેવરાજ, મુળજી દેવરાજ, હસ્તે વિશ્રામભાઈ, કેશરા દેવરાજ હસ્તે હરિભાઈ તથા નારાણભાઈ, રવજી દેવરાજ હસ્તે ખીમજીભાઈ તથા પ્રેમજીભાઈ, શીવજી દેવરાજ હસ્તે મનજીભાઈ તથા જયંતિભાઈ સમગ્ર પરિવારે એક રૂમ‌ દીઠ 5-5 લાખ ભારતીય રૂપિયા પ્રમાણે પાંચ રૂમના 25 લાખ રૂપિયાનું કુલ દાન નોંધાવ્યું હતું ROOM 6 VELJIBHAI RAMJI PINDORIYA NARANPAR ( પાંચ લાખ રૂપિયા ) સ્પેશિયલ રૂમ નંબર 7-8 તથા મેડિકલ ઓફિસરના રૂમના નામકરણ દાતા આવકાર્ય છે.

વધુ વિગત અને દાન આપવા સંપર્ક કરો :: માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ‌ હોસ્પિટલ‌ અને રિસર્ચ સેન્ટર ભુજ- મુંદરા હાઈવે, ફોન ન. 02832 231122 નો‌ સંપર્ક‌ કરો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો