Browsing category

સમાચાર

કોણ કોણ કેવી રીતે આ 22ના હત્યારાઓ: રૂપિયાની લાલચમાં ગેરકાયદે કામ, અધિકારીઓના આંખ આડા કાન

22નાં મોત બાદ પાલિકાની ફાઈલોમાંથી સત્ય ઉજાગર થયું છે. જેમાં એકની જગ્યાએ બે માળ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને કાપોદ્રા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર કિર્તિ મોઢને સસ્પેન્ડ કરતો હુકમ કરાયો હતો. આ ઘટનામાં મુખ્ય જવાબદાર જે તે સમયના વરાછા ઝોનના ઝોનલ ચીફ, ઝોનલ અધિકારી, શહેર વિકાસ ખાતાના અધિકારીને સિફતપૂર્વક […]

સુરત આગકાંડમાં મૃત્યુ પામનાર અઢી વર્ષની માસુમ કર્ણવીને હાથમાં લઈ પિતા અંતિમ સંસ્કાર માટે નીકળ્યા, તો સૌ રડી પડ્યા…

જ્યારે ગુજરાતમાં ઈલેક્શનના પરિણામની ખુશી ઉજવાઈ રહી હતી, ત્યાં બીજા જ દિવસે આગકાંડ 22 માસુમ સંતાનોને ભરખી ગયો. મરનારા વિદ્યાર્થીઓમાં મોટાભાગના મોટા વિદ્યાર્થીઓ હતા, પણ એકમાત્ર કર્ણવી એવી હતી, જે માત્ર અઢી વર્ષની હતી. મોટા વિદ્યાર્થીઓમાં આ બાળકી શું કરી રહી હતી, તેવો સવાલ બધાને જ થયો હતો. પણ, કર્ણવી જેવી માસુમ બાળકી અકારણ જ […]

સમસ્ત પાટીદાર સમાજના જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે “સરદારધામ શિક્ષણ સહાય નિધિ”

સમસ્ત પાટીદાર સમાજના જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મિશન 2026 અંતર્ગત “સરદારધામ શિક્ષણ સહાય નિધિ” વિવિધ સંસ્થાઓમાં શિક્ષણ મેળવતા સમાજના જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે “સરદારધામ” સંસ્થા દ્વારા નાણાંકીય લોન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થી ભાઈ-બહેનોએ તા.16/06/2019 સુધીમાં અરજી કરવાની રહેશે. અરજીપત્રક નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો Education Loan Application Form અથવા સંસ્થાની […]

સુરત: મૃતક હેપ્પીના પપ્પાએ કહ્યું 4 લાખ નથી જોઇતા, હું 4 લાખ આપું, ફાયરના સાધનો વસાવો

આશા, આકાંક્ષા અને ઉત્સાહથી છલકાતા અને યુવાનીને ઉંબરે પગરણ માંડી રહેલાં સંતાનો ક્ષણમાત્રમાં આગનો કોળિયો બની ગયા એ પહેલાં જીવનની અંતિમ પળોમાં માં-બાપ સાથે કરેલી વાત યાદ આવતા જ કમભાગી માતા-પિતાના આંસૂ રોકાતા નથી. છેલ્લી ઘડીએ માસૂમ બાળકોએ એવી આશા સાથે કોલ કર્યો હતો કે મારા પપ્પા મને ગમે કે રીતે બચાવી જ લેશે, પરંતુ […]

શોકમય સુરત / વહાલસોયા સંતાનોને ભારે હૃદયે વિદાય, પથ્થરદિલ માણસને પણ રડાવતો રૂદન

તક્ષશીલા આર્કેડની હોનારતમાં 16 બાળકો જીવતાં ભૂંજાઈ ગયા હતાં તેમાંથી એવી લાશો પણ હતી કે, જેને ઓળખવા પણ પરિવારજનો માટે ખુબજ કપરૂં અને કાળજું કંપાવનારુ હતું. ઠેર ઠેર લાશ ઘરમાં પડેલા હાડ-માસના લોચા પરની ઘડિયાળ, બુટ્ટી ને આધારે પરિવાજનો ઓળખ કરતાં હતાં. પરંતુ કમભાગી ગ્રીષ્મા જયસુખભાઈ ગજેરા જે કડોદરા રોડ 301, સરદાર પેલેસ ખાતે રહેતી […]

સુરતનો અગ્નિકાંડ ભરખી ગયો તે બાળકો: કોઈને ફેશન ડિઝાઈનર બનવું હતું તો કોઈને આર્ટિસ્ટ

સુરતની ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધી 24 ભુલકાઓના મોત થયા છે. જેમાંથી આજે 19 બાળકોના એક પછી એક અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યું છે. આ ભીષણ અગ્નિકાંડમાં 16 ભુલકાઓ જીવતા ભૂંજાયા હતા. જ્યારે 26થી વધુ બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળથી કુદકો માર્યો હતો. જેમાંથી 3નું જમીન પર પટકાતા cal નીપજ્યું હતું. […]

મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર: તમારા ચાર લાખ મેળવવા અમારાં બાળકોએ જન્મ ન્હોતો લીધો, જરાક તો શરમ કરો

માફ કરજો, આ પત્રથી લોકસભાના ભવ્ય વિજયની ઉજવણીના તમારા મૂડમાં ખલેલ પાડી રહ્યા છીએ, પરંતુ જે પ્રકારે હસતાં ચહેરે તમારા મંત્રી મહોદય અને અમદાવાદ પૂર્વના નવનિર્વાચિત સાંસદ ટીવી સમક્ષ સુરતની આગ દુર્ઘટના વિશે નિવેદનો આપી રહ્યા છે એ જોયા પછી સમસમી ગયેલી આંગળીઓને આ અક્ષરો પાડીને આક્રોશ વ્યક્ત કરવાની ફરજ પડી છે. સુરતના તક્ષશીલા બિલ્ડિંગમાં […]

સુરતમાં તક્ષશિલાની આગની દુર્ઘટનામાં મિતના મોતથી દિલીપભાઈ સંઘાણીએ એકનો એક જુવાનજોધ દીકરો ગુમાવ્યો..

સરથાણા જકાતનાકા ખાતે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં 23 જીવ હોમાયા હતાં. મૃતકોમાં કોઈએ દીકરી તો કોઈએ બહેન તો કોઈએ ભાઈ ગુમાવ્યો હતો. પરંતુ નાના વરાછા ખાતે રહેતા દિલીપભાઈ સંઘાણી એ 17 વર્ષનો એકનો એક જુવાનજોધ દીકરો ગુમાવ્યો હતો. દીકરના મોતથી માતા-પિતાનું આક્રંદ ભલભલાના કાળજાને હચમચાવી મુકે તેવું હતું. ધૂમાડો શરીરે ચોંટી ગયો નાના […]

સુરતમાં 23 મોતથી વ્યથિત ડાયમંડ એસોસિએશન દ્વારા શોકસભામાં તંત્ર સામે પગલાં લેવાની માંગ

સરથાણા ખાતે ગોજારી બનેલી બિલ્ડીંગમાં 23 જેટલા મોત નીપજ્યાં છે. ત્યારે વરાછા ખાતે આવેલી મિની બજારમાં ડાયમંડ એસોસિએશન અને અન્ય સમાજ દ્વારા શોકસભાનું સંયુક્તરૂપે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. શોકસભામાં આવનારા તમામના ચહેરા પર ગુસ્સાની લાગણી જોવા મળી હતી. સાથે જ તમામ લોકોની એક જ માંગ હતી કે જવાબદાર તંત્ર […]

પપ્પા હું બારીમાંથી કુદી જાવ છું, કહેતા જ ફોન કટ થયો તો બીજી વાર ફોન ઉપાડવા વ્હાલસોયી આ દુનિયામાં નહોતી

પપ્પા અમારે ત્યાં તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગી છે અને પપ્પા સૌથી પહેલા અમારો દાદરો જ બળીને ખાખ થઈ ગયો છે, કારણ કે અમાર દાદર લાકડાનો હતો…પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા…મૃતક 16 વર્ષીય ક્રિષ્ના અને તેના પપ્પા વચ્ચે થયેલી […]