Browsing category

સમાચાર

પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને પોલીસ સ્ટેશન ન બોલાવવા જિલ્લા પોલીસવડાની કડક સૂચના

અમદાવાદ: નાગરિકોને પાસપોર્ટ મેળવવા પોલીસ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. પોલીસકર્મીઓ તેમના ઘરે જઈ અને મોબાઈલ પોકેટકોપ મારફતે એપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે. પરંતુ પોલીસકર્મીઓ કામચોરી કરી અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરીફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે. જેની જિલ્લા પોલીસવડાએ ગંભીર નોંધ લઈ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જગ્યાએ ઘરે જઇ વેરિફિકેશન કરવા […]

રાજકોટમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના આવી સામે, ધો.4ના છાત્રોની ફરિયાદ કરવા ગયેલા 5 બાળકોને શિક્ષિકાએ કાન પકડી લાદી સાથે માથાં પછાડ્યા

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ચંદ્રેશનગર મેઇન રોડ પર માયાણી ચોકમાં આવેલી જમશેદજી તાતા શાળા નં.81માં શુક્રવારે બપોરે 3 વાગ્યે ધો.4ના વિદ્યાર્થીઓ દેકારો કરતા હતા. ત્યારે તેની ફરિયાદ કરવા ગયેલા ધો.5ના પાંચ વિદ્યાર્થીઓને શિક્ષિકાએ જ કાન પકડી લાદી સાથે માથાં પછાડીને ઢોર માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. શિક્ષિકાના ઉગ્ર સ્વરૂપ અને અમાનુષી મારથી ગભરાય […]

અમદાવાદમાં હવે રસ્તા પર સૂઈ રહેલા લોકોને કોર્પોરેશન રેનબસેરામાં પહોંચાડશે, તબીબી સારવાર પણ આપશે

એએમસી દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણયમાં હવે રાત્રે રસ્તા પર સૂઇ રહેલા પરિવાર કે વ્યક્તિને રેનબસેરા ખાતે પહોંચાડવાના, તેમને જરૂર જણાય તો તબીબી સારવાર આપવાની અને ભૂખ્યા હોય તો ભોજન પણ આપવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે, પરંતુ જો ફૂટપાથ પર સૂતેલા આવા લોકો કોઇ કંન્સ્ટ્રકશન સાઇટના કામદારો હશે તો તેવા સંજોગોમાં તે સાઇટની મંજૂરીઓ સસ્પેન્ડ […]

અમેરિકાના સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતીની ગોળી મારી હત્યા, મૂળ બાપુનગરના યુવકના અંતિમ સંસ્કાર માટે માતા પિતા અમેરિકા જશે

રોજગારી માટે વતન છોડી અમેરિકા ગયેલા બે ગુજરાતી યુવાનોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. યુએસના સાઉથ કોરોલિના પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતી યુવાનો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ચિરાગ અને કિરણ નામના બંન્ને યુવકો કડીના ભટાસણના રહેવાસી હતા. મૂળ જોટાણા […]

શું હવે આ પરીક્ષામાં પણ ફૂટ્યું પેપર? બિન સચિવાલય પરીક્ષાના પ્રશ્નપત્રના જવાબના સ્ક્રીન શોટ્સ ફરતા થયા!

કાલે બિન સચિવાલય ક્લાર્ક ઉમેદવારોની પરીક્ષા યોજાઇ હતી. જેમાં 10 લાખ 45 હજાર 442 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન લેવાઇ હતી. વર્ગ 3ની 3 હજાર 901 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઇ હતી. જેમાં 3 હજાર 173 કેન્દ્રોમાં લેખિત પરીક્ષા લેવાઇ હતી. ત્યારે આ પરીક્ષા ફરી વિવાદમાં આવી છે. જાણો શું […]

પીડિત પરિજનોના સમર્થનમાં સામે આવી કરણી સેના, અમારી બહેન અમને સોંપો નહીતર..: કરણી સેનાની ખુલ્લી ધમકી

દક્ષિણ ભારતના વિવાદાસ્પદ આધ્યાત્મ ગુરુ સ્વામી નિત્યાનંદનો અમદાવાદ શહેરની અડીને આવેલા હિરાપુરમાં નવો બનેલો આશ્રામ વિવાદમાં છે. અમદાવાદ શહેરના હાથિજણ નજીકના હિરાપુર ગામની સીમમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં જ શરૂ થયેલો સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રામ વિવાદમાં આવ્યો છે. બેગ્લૂરુથી આવેલા એક દંપતિએ સ્વામી નિત્યાનંદના આશ્રામમાં તેઓની બે દીકરીઓનો જબરદસ્તી ગોંધી રાખ્યાનો અને […]

પોલીસે ફાડ્યો 12,000નો મેમો, પછી બાઈકવાળાએ એવો દાવ કર્યો કે પોલીસ જ ફસાઈ ગઈ!

કોઈ વાહનચાલકથી જો ટ્રાફિકના નિયમનો ભંગ થઈ જાય તો તે પોલીસને મેમો ન ફાડવા કગરતો હોય છે, પરંતુ અમદાવાદની એક ઘટનામાં તો એક બાઈકવાળાનો 12,000 રુપિયાનો મેમો ફાડ્યા બાદ હવે પોલીસ ભરાઈ છે. સીન કંઈક એવો થયો છે કે, પોલીસ આ બાઈકવાળાને શોધી રહી છે અને એટલું જ નહીં પોલીસે તો દંડની રકમ ભરવાની પણ […]

મહેસુલ કાયદામાં સુધારો: નવી શરતની જમીન સીધી બીનખેતી કરાવી શકાશે, એક જ અરજીમાં થશે તમામ કામ

રાજયભરમાં નવી શરતની જમીનને સીધી બિનખેતી કરાવી શકાશે, તેવો મહત્વનો નિર્ણય રાજયના મહેસુલ વિભાગે કર્યો છે. નવી શરતની જમીનને પંદર વર્ષનો સળંગ કબ્જો-વાવેતરની તમામ નોંધો-શરતભંગ થઇ ન હોય તેવા પ્રકારની નવી શરતની જમીનના આસામીઓને લાભ મળશે. નવી શરતની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારો જુની શરતમાં જમીન ફેરવી શકશે. જો બિનખેતી કરાવવા માંગતા ન હોય તો! આ […]

રાજકોટમાં હેલ્મેટના કાયદાનો અહિંસાના માર્ગ પર અનોખો વિરોધ ‘એક હાથમાં રાષ્ટ્રધ્વજ, બીજામાં હેલ્મેટ,’

સમગ્ર ગુજરાતમાં પહેલી નવેમ્બરથી હેલ્મેટના કાયદાની અમલવારી શરૂ થઇ છે. એટલે કે હવેથી ટ્રાફિકના સુધારેલા કાયદા પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. હાલ જો કોઈ હેલ્મેટ ન પહેરવાના નિયમનો ભંગ કરે તો તેની પાસેથી 500 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે. આ મામલે સામાન્ય જનતામાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે રાજકોટ […]

સુરત 117 કરોડની લોન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર જગદીશ બોદરાને CID ક્રાઇમે દબોચ્યો

ગાંધીનગરની સીઆઈડી ક્રાઇમે 117 કરોડની લોન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર જગદીશ બોદરાને સીમાડા નાકા પાસે વેસ્ટન પ્લાઝા પાસેથી દબોચી લીધો હતો. સીઆઈડી ક્રાઈમના હાથે પકડાયેલા આરોપી જગદીશ કરમશી બોદરા (રહે,રીવર રેસીડન્સી, પૂજા અભિષેકની પાછળ, અઠવાલાઇન્સ, મૂળ રહે, બજુડ જુની સ્કુલ પાસે, તા- ઉમરાળા, જી. ભાવનગર) રાજ ઈન્ટરનેશનલ કંપનીના ડીરેકટર તરીકે એક્સપોર્ટ ઈમ્પોર્ટનો ધંધો કરતો હતો. વધુમાં […]