Browsing category

સમાચાર

હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર, જ્યાં દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જ ઠાર મરાયા

તેલંગાણા દુષ્કર્મના ચારેય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ આરોપીઓને લઈને એ અંડરબ્રિઝમાં પહોંચી હતી, જ્યાં તેમણે ડોક્ટર પર પેટ્રોલ છાંટ્યું હતું. પૂછપરછ અને ઘટનાને રિક્રિએટ કરતી વખતે આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં ચારેયના મોત થયા હતા. આરોપીઓને 14 દિવસની કોર્ટ કસ્ટડીમાં મોકલાયા હતા […]

ભાગેડુ નિત્યાનંદે અહીં વસાવી લીધો છે પોતાનો આખે આખો દેશ! જાણો એની અલગ દુનિયાની અજીબ વાતો

પોલીસ ગુના માટે નિત્યાનંદને અહીં શોધી રહી છે ત્યારે સ્વામી કૈલાશ પર છે. એ પણ હિમાલયના કૈલાશ પર નહિ, ઈક્વાડોરના એક ટાપુના કૈલાશ પર. આ ટાપુને નિત્યાનંદ દુનિયાનો સૌથી મહાન અને સૌથી શુદ્ધ હિન્દુ દેશ કહે છે. આટલું જ નહિ, અમદાવાદમાંથી ત્રણ દિગ્ગજો નિત્યાનંદની સાથે ત્યાં જ વસી જાય તેવી શક્યતા છે. તમને જાણીને નવાઈ […]

હેલ્મેટના નિયમમાં રાહત મળી, હવે શોભાના ગાંઠિયા સમાન PUC વિશે પણ કંઈક વિચારો. શું પીયુસીના કાયદાની કોઈ જરુર છે ખરી?

રુપાણી સરકારે જનાક્રોશને ધ્યાનમાં લઈ શહેરી વિસ્તારોમાંથી હેલ્મેટના કાયદાને દૂર કરી દીધો છે. એટલે કે, મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાના વિસ્તારોમાં હેલ્મેટ નહીં પહેર્યું હોય તો 500 રુપિયા દંડ ભરવો પડશે નહીં. આમ તો, હેલ્મેટનો કાયદો લોકોની જ સુરક્ષા માટે છે, પરંતુ થોડા દિવસો પહેલા ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવાની જાહેરાત કરનારી સરકાર અચાનક કેમ બેકફુટ પર […]

અમદાવાદમાં અનેરાં લગ્નનો કિસ્સો સામે આવ્યો, બપોરે 3 વાગ્યે લગ્ન, સાંજે 7 વાગ્યે રિશેપ્સન અને ઝઘડો થતાં રાતે 3 વાગ્યે છૂટાછેડા

હાલમાં ચાલી રહેલા લગ્નગાળા વચ્ચે અમદાવાદમાં એક અનેરાં લગ્ન યોજાયાં હતાં. જેમાં બપોરે 3 વાગ્યે યુવાન અને યુવતી લગ્નગ્રંથિથી જોડાયા હતા અને તે જ સાંજે 7 વાગ્યે બંનેનું રિશેપ્સન રાખવામાં આવ્યું હતું. તેમાં વરરાજાએ દૂધ પીવાની વિધિનો વિરોધ કરતા બંને પક્ષના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતામાં આ ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા વરરાજા, કન્યા, […]

દીકરીઓને બ્યુટીપાર્લર-ડાન્સ ક્લાસને બદલે સ્વ-રક્ષાના ક્લાસ કરાવો- મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે મૂળ ગુજરાતી અને હાલ સ્વિત્ઝર્લેન્ડમાં રહેતા મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણીએ તાજેતરમાં જ દેશભરમાં બનેલી બળાત્કારની ઘટનાઓ અંગે જણાવ્યું હતું કે, વાલીઓએ ખરેખર આ બાબતે વિચારવું જોઈએ કે તેમણે પોતાની દીકરીને બ્યુટી પાર્લરમાં, ડાન્સ ક્લાસમાં, સંગીતના ક્લાસમાં મોકલવા કરતા સૌથી વધુ જરૂરી છે કે તેને સેલ્ફ ડિફેન્સના ક્લાસ કરાવે. યુનિવર્સિટી અને શાળા-કોલેજોમાં પણ […]

સુરતમાં સ્કૂલની છાત્રાનું ક્લાસમાં અચાનક ઢળી પડતાં મોત, પરીવારજનોએ આંખોનું દાન કર્યું

અબ્રામાની પી.પી. સવાણી વિદ્યાલયમાં ચાલુ ક્લાસમાં અભ્યાસ કરતા કરતા ધો.7ની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી હતી. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા કામરેજ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને બાળકીના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. વિદ્યાર્થિનીના પરિવારે તેની […]

ટુ-વ્હીલરચાલકો આનંદો! ગુજરાતના શહેરી-અર્ધશહેરી વિસ્તારમાં હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં, કેબિનેટ બેઠકમાં નિર્ણય

વાહનચાલકો માટે અત્યંત આકરા દંડના કડક ટ્રાફિકના નિયમો અમલમાં આવ્યા બાદ એક રાહતરૂપ સમાચાર છે. ગુજરાત સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે, હવેથી મહાનગરપાલિકા (મ્યુનિ. કોર્પોરેશન) અને નગરપાલિકા તથા મ્યુનિસિપાલિટીની હદમાં આવતા એટલે કે શહેરી-અર્ધશહેરી વિસ્તારોમાં ટુ-વ્હીલરચાલક માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કરાશે. આમ શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારમાં કોઈ પણ ટુ-વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વિના […]

‘રેપ પુરુષોનાં કારણે થાય છે તેને જ સાંજે 7 વાગ્યા પછી ઘરમાં રાખો’ આખા ભારતને હચમચાવે દે તેવો વીડિયો વાઈરલ….

હૈદરાબાદમાં મહિલા પશુ ડોક્ટર પર ગેંગ રેપ કરીને કરવામાં આવેલા હત્યાની સંસદના બંને ગૃહોમાં પણ નિંદા કરવામાં આવી હતી અને લોકો વિરોધ માટે વિવિધ રાજ્યોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. સોમવારે પણ હૈદરાબાદ અને તેલંગાણાના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું. વિદ્યાર્થીઓ, વકીલો અને અન્ય લોકોએ રેલીઓ કાઢી હતી અને આ કેસમાં ધરપકડ કરાયેલા […]

અમદાવાદમાં પોલીસની ખુલ્લી લુખ્ખાગીરી! ગાડીના કાગળિયાને લઇ યુવકને મારી-મારીને કરી નાંખ્યો બેભાન

સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનો અમલ કર્યા બાદથી જ જાહેર જનતા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળે છે. આવું જ કંઇ અમદાવાદના ખમાસા વિસ્તારમાં બન્યું. પરંતુ આ મામલે મહત્વની વાત એ છે કે ચાલક પાસે લાઇસન્સ તેમ જ હેલ્મેટ હતું પરંતુ ગાડીના જરૂરી ડોક્યૂમેન્ટ ન હતા. આથી ચાલક યુવાને ગાડીના ડોક્યૂમેન્ટ ઘરેથી મંગાવી આપુ […]

સુરતમાં રેલવે ટ્રેક પર દીકરી પડી ગઇ, બચાવવા જતાં મા-દીકરી બંને ટ્રેન નીચે કપાઇ ગયાં

સુરત અને ઉધના રેલવે સ્ટેશને બનેલી ગોઝારી ઘટનામાં મહિલા અને તેની બાળકીનું મોત નીપજ્યું હતું. રેલવે ટ્રેક પર દીકરી પડી જતા બચાવવા ગયેલા મા પણ ટ્રેનની અડફેટે આવી જતાં કમભાગી મા-દીકરીના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય એક બાળકી ઘાયલ થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. દુર્ઘટના બાદ ટ્રેન રોકી દેવાઇ હતી ગત રોજ […]