Browsing category

સમાચાર

ઉત્તર ગુજરાત લેઉઆ પાટીદાર સમાજ ગોળ પ્રથાને તિલાંજલિ આપવા માટે મક્કમ બન્યો, પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં સામૂહિક ચિંતન કરવામાં આવ્યું

મહેસાણા અને પાટણ જિલ્લામાં પથરાયેલા લેઉઆ પાટીદારોએ કન્યાની લેવડ દેવડના મામલે ગોળ પ્રથા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે. પોતાના સમાજમાં કન્યાઓની અછત, યોગ્ય પાત્રોની શોધખોળ તેમજ અન્ય સમાજોમાંથી વર કે કન્યાઓનું કરવામાં આવતું ચયન અંગે સામૂહિક ચિંતન કરવામાં આવ્યું હતું. આ બન્ને જિલ્લાઓમાં સાત ગોળમાં લેઉઆ પાટીદારો ૧૦૪ ગામડાંમાં પથરાયેલા છે. પાટણના કલ્યાણમાં ઉત્તર ગુજરાત લેઉઆ […]

અમરેલીના જાફરાબાદનો દરિયો ભારતને બનાવી શકે છે આર્થિક રીતે સમૃદ્ધ! આ દરિયાઈપટ્ટીમાં તેલ, અને ગેસનો વિપુલ જથ્થો મળે તેવી સંભાવના: સંશોધન શરૂ

જાફરાબાદથી ગોપનાથ અને ખંભાતને જોડતી દરિયાઈપટ્ટીના પેટાળમાં ઈંધણતેલ અને કુદરતી ગેસનો વિપુલ જથ્થો મળી આવવાની શક્યતાના પગલે ભારત સરકાર દ્વારા ઓએનજીસી મારફતે તેલ સંશોધનની કામગીરીનો આરંભ થઈ રહ્યો છે. જો પેટાળમાંથી પેટ્રોલીયમનો જથ્થો મળે તો ભારત દેશ આર્થિક રીતે સમૃદ્ધ બની શકે તેમ છે. આ અંગે ફીશરીઝ વિભાગના નિવૃત્ત ડે. ડાયરેક્ટર અને હાલમાં તેલ સંશોધન […]

એક સમયના સુરતના ખ્યાતનામ મીલ માલિક અને લાખોની કમાણી કરનાર વેપારી આજે રસ્તા પર ઊંઘવા બન્યા મજબૂર, જાણો કેમ?

સુરતમાં એક સમયે ટેક્સટાઇલમાં લાખો રૂપિયાની કમાણી કરનાર વેપારીની આજે એવી હાલત છે કે, પોતાની કમાણીના 3 ફ્લેટ હોવા છતાંય રસ્તા પર એક ગરીબ મજબૂર ભિખારીની જેમ દિવસ વિતાવવા પડી રહ્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે, તેમને બે પુત્ર હોવા છતાંય રસ્તા પર સૂવાનો વારો આવ્યો છે, આખરે મજબૂર બનેલા પિતાએ ભરણ પોષણ […]

શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના આવી સામે: કલોલમાં 26 વર્ષની શિક્ષિકા 14 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ

ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં કામ કરતા અધિકારીએ કલોલ પોલીસ મંથકમાં ફરિયાદ કરી છે કે તેમના 14 વર્ષના પુત્રને તેના સ્કૂલમાં ભણાવતી 26 વર્ષની શિક્ષિકા ભગાડી ગઈ છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવાર સાંજે (17-01-2020) થી મારો પુત્ર ગુમ છે. શિક્ષિકાની તપાસ કરતા તે પણ ઘરે ન હોવાથી ટીચર વિદ્યાર્થીને લાલચ આપીને ભગાઈ ગઈ છે. કલોલ […]

મોડાસા યુવતી હત્યા કેસમાં CID ક્રાઈમના DIGએ કર્યો ચોંકાવનારો ખુલાસો, પીએમ રિપોર્ટમાં કંપારી છોડાવે તેવા ઉલ્લેખ.. જાણો વિગતે

મોડાસાના અમરાપુરની 19 વર્ષિય યુવતીના મોત પ્રકરણની તપાસ સીઆઈડી ક્રાઈમ ચલાવી રહી છે. સીઆઈડીની ટીમે મંગળવારે ત્રણ આરોપીઓના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવી તપાસ આરંભી છે ત્યારે સીઆઈડી ક્રાઈમના ડીઆજીપી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, મૃતક યુવતીના પીએમ રીપોર્ટ આધારે તેના શરીર ઉપર કેટલાક ઈજાઓના નિશાન હતા. ગાલ ઉપર અને હાથ ઉપર ઉજરડાના નિશાન મળી […]

સંતાનોના લગ્ન પહેલાં ભાગી ગયેલા વેવાઈ અને વેવાણને હવે પરિવારની ચિંતા થઈ, વેવાઈએ મિત્ર સાથે ફોન પર વાત કરી, વેવાણે પૂછ્યું, ‘મારા પતિને કોઇ તકલીફ તો નથી ને?’

નવસારીની વેવાણને લઈને કતારગામનો વેવાઈ ફરાર થયો ત્યાર બાદ બે દિવસ પછી વેવાઇએ તેના એક મિત્રને કોલ કરીને કહ્યું કે હવે બસ જવું પડે એમ જ હતું. કોઈ રસ્તો ન હતો કહીને 17 મિનિટ સુધી વાત કરી હતી. જેમાં વેવાણે પણ નવસારીમાં તેના પરિવાજનોના શું સમાચાર છે તે બાબતે વાત કરી હતી. બન્ને ભાગી ગયા […]

આજે પણ દેશ ધર્મ અને જાતિઓના નામે વહેંચાયેલો છે, લોકોને ભારતીય હોવાનું નહીં પણ જાતિનું અભિમાનઃ સાધ્વી ઋતંભરા

સાધ્વી ઋતંભરા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. તેઓએ પોતાના સહયોગીઓ સાથે સ્ટેચ્યૂની મુલાકાત લીધી હતી. જેમાં સૌપ્રથમ એક સામાન્ય પ્રવાસીઓની જેમ ટિકિટ બારી પર 380 રૂપિયાની ટિકિટ ખરીદીને ટિકિટ સ્કેન કરાવીને અંદર પ્રવેશ મેળવ્યો હતો. અને સંપૂર્ણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોયું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલના ચરણમાં પુષ્પમાળા ચઢાવી નમન […]

વડોદરાના સાવલીના BJPના MLA કેતન ઈનામદારનું ધારાસભ્યપદેથી રાજીનામું, વાંચો, કેતન ઇનામદારનો રાજીનામાનો પત્ર

ધારાસભ્ય કેતન ઈનામદારે આપેલા રાજીનામા પાછળ અનેક કારણો ચર્ચામાં રહ્યા હતા. નારાજ ધારાસભ્યને મનાવવા ગુરુવારે પ્રદેશ પ્રમુખ આવીને તેમની સાથે ચર્ચા કરશે. ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા સાવલી-મંજૂસર રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતું આ રોડ પર ઠેર-ઠેર ખાડા પડી જવા ઉપરાંત રોડની ક્વોલીટી અંગે કલેક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. ચર્ચા એવી છે […]

વિદ્યાનગરની બોયઝ હોસ્ટેલની ઘટના : યુવતી ઉચ્ચ જ્ઞાતિની હોઈ ભૂલી જવાની વાત કરતા યુવકને લાગી આવતા ગળાફાંસો ખાઈ લીધો

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પ્રેમમાં નિષ્ફળ ગયેલા 24 વર્ષીય ઈકોનોમિક્સના વિદ્યાર્થીએ સોમવારે સવારે રૂમમાં પંખા સાથે કપડાં સૂકાવવાની દોરીનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ લીધો હતો. રૂમમાંથી એક પાનાંની સુસાઈડ નોટ મળી હતી. રૂમમાંથી મળેલી સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ લખ્યું હતું કે, શું વસાવાના છોકરાને પ્રેમ કરવાનો અધિકાર નથી? યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં મૂળ દેડિયાપાડાના […]

અમદાવાદમાં ઘરે-ઘરે જઈને રસોઈ બનાવતા મા-બાપના દીકરાએ JEEમાં 99.86 પર્સન્ટાઈલ મેળવ્યા

‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ આ ઉક્તિને સાર્થક કરી છે એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા છોકરાએ. રાત-દિવસ મહેનત કરીને પેટે પાટા બાંધીને મા-બાપે દીકરાને ભણાવ્યો. દીકરાએ માતા-પિતાની મહેનત એળે ના જવા દીધી અને JEE (મેઈન)ની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી. ઘરે-ઘરે જઈને રસોઈ બનાવીને પેટિયું રળતા દંપતીના દીકરાએ JEE (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન)માં […]