Browsing category

કોરોના વાયરસ

દક્ષિણ કોરિયાએ લોકડાઉન વિના જ કોરોનાને રોક્યો, થર્મલ ઇમેજિંગ કેમેરા લગાવ્યા, જમણા હાથના બદલે ડાબા હાથનો ઉપયોગ શીખવાડ્યો

તાઇવાન બાદ દક્ષિણ કોરિયાએ જે રીતે કોરોનાવાયરસ સામે લડાઇ લડી, તેને આજે વિશ્વમાં એક મોડલ માનવામાં આવી રહ્યું છે. આજે દક્ષિણ કોરિયા કોરોના સંક્રમિત દેશોની યાદીમાં 8માં સ્થાને છે. અત્યાર સુધી અહીં સંક્રમણના 9037 કેસ નોંધાયા છે જ્યારે 3500થી વધુ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. માત્ર 129 લોકોના મોત થયા જ્યારે માત્ર 59 ગંભીર છે. […]

અમેરિકામાં ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ કાર્ડોઝનું કોરોનાથી મોત, આ જ મહિને મુંબઈમાં 200થી વધુ લોકોને પાર્ટી આપી હતી!

દુનિયાની ઘણી બધી હસ્તીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂકી છે. આ ખતરનાનક વાયરસના ઈન્ફેક્શનથી ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ ફ્લૉએડ કાર્ડોઝે જીવ ગુમાવ્યો છે. તે 59 વર્ષના હતા. ન્યૂ યોર્કમાં રહેનારા કાર્ડોઝ 19 માર્ચના રોજ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ચિંતાની વાત એ છે કે, ફ્લોએડ આ મહિને જ મુંબઈ આવ્યા હતા અને અહીં તેમણે એક પાર્ટી […]

કોરોનાના કહેર વચ્ચે સ્પેનમાં ઘરોમાં સડી રહ્યા છે મૃતદેહો, વૃદ્ધોને ‘મરવા’ માટે લાવારિસ છોડી દીધા

દુનિયાના ખૂબ જ સુંદર દેશોમાં સામેલ સ્પેન કોરોના વાયરસને કહેરથી ઝઝૂમી રહ્યું છે. કોરોનાની ઝપટમાં આવતા અત્યાર સુધીમાં સ્પેનમાં બે હજારથી વધુ લોકોના મોત થયા છે અને 35000 લોકો તેનાથી સંક્રમિત છે. સોમવારના રોજ જ આ બીમારીથી અંદાજે 462 લોકોના મોત થયા. સ્થિતિ એવી છે કે કેટલાંય ઘરોમાં મૃતદેહો પડ્યા છે અને તેને હટાવા માટે […]

દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રથી આવ્યા સારા ન્યૂઝ, કોરોનાના 12 દર્દીઓ સારવાર બાદ થયા સ્વસ્થ

દેશમાં કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ સહન કરી રહેલા મહારાષ્ટ્રથી એક સારા સમાચાર છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત 12 દર્દીઓ સારવાદ બાદ સ્વસ્થ થઈ ગયા છે. મંગળવારે ચાર વધુ કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં હવે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 101 થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં બે લોકો કોરોનાને લીધે જીવ ગુમાવી ચૂક્યા છે. બીજી તરફ બે જુદા […]

ભારતની મહિલા ડૉક્ટરે ઈટાલીથી ફરવા આવેલા કોરોનાનાં 11 દર્દીઓને સાજા કર્યા, ઈન્ફેક્શનથી બચવા જણાવ્યા આ ઉપાય

કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં ભારત ઘણું જ નાજુક વળાંક પર ઉભું છે. ભારતમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 550થી પણ વધી ગઈ છે અને 10 લોકોનાં મોત થયા છે. સમગ્ર દેશમાં લોક ડાઉન છે. આગામી 15 દિવસ ઘણા જ મહત્વનાં છે. ભારતમાં સૌથી પહેલું કોરોના સંક્રમણ ઇટાલીથી આવેલા પર્યટકોમાં જોવા મળ્યું હતુ જેઓ રાજસ્થાનનો પ્રવાસ કરી […]

સતત 35 દિવસ સુધી કોરોના વાઈરસ સામે લડત આપ્યા બાદ 29 વર્ષીય ‘હીરો’ ડોક્ટર ડોંગનું સ્ટ્રોકને લીધે નિધન

કોરનાવાઈરસે સમગ્ર વિશ્વમાં પોતાનો ભય ફેલાવ્યો છે. તેનો સામનો કરવા માટે મેડિકલ સ્ટાફ નિઃસ્વાર્થ ભાવે ખડેપગે સેવા આપી રહ્યો છે. ખરા અર્થમા તેઓ જ હીરો છે. ચીનમાં આવા જ એક હીરો કોરોના વાયરસ સામેની લડાઇમાં હારી ચૂક્યા છે. ચીનના હુબેઈ શહેરની હોસ્પિટલમાં 35 દિવસથી ફરજ બજાવતા 29 વર્ષીય ડોક્ટર ડોંગ ટાઈન મૃત્યુ પામ્યા છે. સ્ટ્રોક […]

વડોદરામાં 5 સભ્યોનો આખો પરિવાર કોરોનાની લપેટમાં આવી ગયો, પતિ-પત્ની-પુત્રી-પુત્રવધુ બાદ હવે પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ, રાજ્યમાં કોરોનાના 38 પોઝિટિવ કેસ થયા

કોરોનાના કહેર વચ્ચે મંગળવારે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો. શ્રીલંકા થી પરત ફરેલા નિઝામપુરાના બિલ્ડરનો ચેપ પરિવારને લાગતાં અગાઉ ત્રણ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મંગળવારે બિલ્ડરના પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 7 પર પહોંચ્યો હતો. મંગળવારે દિવસ દરમિયાન ચાર દર્દીને હાશકારો અનુભવાયો હતો. કારણ કે એકને હોસ્પિટલમાંથી […]

સ્પેનમાં પરિસ્થિતિ વકરીઃ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાતા પથારીઓ ખૂટી પડી, દર્દીઓ જમીન પર સૂવા મજબૂર

કોરોના વાયરસથી યુરોપની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. ઈટાલીમાં તો 5,500થી વધુ લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે. હવે સ્પેનમાં પણ આ વાયરસે ભયંકર પરિસ્થિતિ સર્જી રહ્યા છે. સ્પેનની એક હોસ્પિટલના દ્રશ્યો જે જોવા મળ્યા છે તે જોઈને ભલભલાનું હ્રદય હચમચી જશે. જેમાં કોરોના વાયરસના દર્દીઓ ભોંયતળીયે સૂઈ ગયા છે અને મેડિકલ સ્ટાફ તેમની […]

કોરોનાથી બચવા સુરતની સોસાયટીનો નવતર પ્રયોગ, રેસિડન્સી સિવાયનાં બહારનાં લોકોને પ્રવેશ મળશે નહીં, લગાવ્યા બોર્ડ

કોરોના વાયરસ અંગે લોકો ધીરે ધીરે જાગૃત થઇ રહ્યાં છે. આ વાયરસ લોકોનાં સંપર્કમાં આવવાને કારણે થતો હોય છે. ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં સુરતનાં રેહેઠાણ વિસ્તારની વિવિધ સોસાયટીઓએ કોરોનાનાં સંક્રમણથી બચવા માટે નવતર પ્રયોગ કર્યો છે. એક સોસાયટીની બહાર બોર્ડ લગાવવામાં આવ્યાં છે કે, બહારનાં લોકોને અંદર પ્રવેશ મળશે નહીં. કોરોના વાઇરસે દેશ સાથે દુનિયામાં હાહાકાર […]

સુરત પોલીસનો નવતર પ્રયોગ- લોકોને ‘હું સમાજનો દુશ્મન છું’ તેવા પોસ્ટર પકડાવી લોકડાઉનમાં બહાર નીકળેલા લોકોનાં ફોટા પાડ્યા

ગુજરાતમાં કોરોનાના સંક્રમણનો બીજા અને ત્રીજા તબક્કાની શરૂઆતમાં થઈ ચૂકી છે. ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે આખા ગુજરાતને 31મી માર્ચ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. તેમ છતાં ગુજરાતમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. પરંતુ રાજ્યમાં હાલ અનેક એવા લોકો છે જે ઘરની બહાર નીકળીને સરકારનાં નિયમોની […]