સુરતમાં લાઇફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટે શરૂ કરી દીકરી દત્તક યોજના: ટ્રસ્ટ સગાઈ-લગ્નમાં રૂ. 5 લાખ સુધીનો ખર્ચ કરી દીકરીઓને સાસરે મોકલવાની જવાબદારી ઉઠાવે છે, 325 દીકરીઓ વેઇટિંગમાં છે.
મોટા વરાછાની લાઇફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટે એક નવી અને અનોખી પહેલ શરૂ કરી છે. ટ્રસ્ટે દીકરી દત્તક યોજના શરૂ કરી કોઈ ખર્ચ લીધા વિના પાત્ર શોધી લગ્ન કરાવે છે. ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર ચલાવતા હતા. ત્યાં દંપતીના વિવાદ સમજતા હતા. એવા 4 હજાર કેસ સામે […]