Browsing category

તેજસ્વી તારલાઓ

પાનના દુકાનદારની પુત્રી નિમિષા પટેલે CAની પરીક્ષામાં દેશમાં ટોપ-10માં મેળવ્યું સ્થાન

શુક્રવાર માત્ર નિમિષા પટેલ માટે જ નહીં મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સિંહી ગામવાસીઓ માટે ઝળહળતો દિવસ રહ્યો. સિંહી ગામમાં પાનની દુકાન ચલાવતા કેશવભાઈની દીકરીએ સીએની ઈન્ટર્મીડિએટ પરીક્ષામાં સમગ્ર દેશમાં 10મું સ્થાન પ્રાપ્ત કર્યું. કુલ 800માંથી 626 માર્ક્સ મેળવનારી નિમિષાએ સફળતાનો શ્રેય ગ્રામજનોને આપ્યો. પોતાની ઉજ્જવળ કારકિર્દીના ઘડતમાં ગામ લોકોએ કરેલી મદદ વિશે જણાવતાં નિમિષાએ કહ્યું, […]

મોટી પરબડી ગામની દીકરી ધૃતિ બાબરીયા લંડનની ઓક્સફર્ડ યુનિ.માં Ph.D થઈ

ધોરાજીના નાના એવા મોટી પરબડી ગામની પુત્રીએ લંડનની ઓક્સફર્ડ યુનિ.માંથી ગાયનેકોલોજી વિષયમાં આનુવાંશિક જીનેટીક પ્રોબ્લેમ ઉપર પીએચડીની પદવી પ્રાપ્ત કરીને દેશ તેમજ ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે. તેમજ માતાનું સ્વપ્ન પૂર્ણ કરવા પુત્રીની અથાગ મહેનત રંગ લાવી છે. આમ બેટી બચાવ બેટી પઢાવની ઉક્તિને સાર્થક કરી છે. ધોરાજીના મોટી પરબડીના ધૃતિ બાબરીયાને લંડનની […]

નાની ઉમર માં આપણા સમાજનું ગૌરવ વધારનાર લાડલી દીકરી ભાષા વાઘાણી

સુરતના સુભાષનગર વિસ્તારમાં રહેતાં અને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્કૂલ નંબર ૨૭૨માં ટીચર તરીકે કામ કરતાં રાજશ્રી વાઘાણીની પુત્રી ભાષા વાઘાણી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલે આ બાલિકા ભાષા વાઘાણીની ”બેટી બચાઓ ,બેટી પઢાઓ” અભિયાનના પ્રચાર માટે ”બ્રાંડ એમ્બેસેડર” બનાવીને એનું બહુમાન કર્યું હતું. ગુજરાતને અને ગુજરાતી ભાષા પ્રેમીઓને માટે ગૌરવ સમી આ બાલિકાની […]

યામિની પટેલે કૂડો સ્પર્ધામાં સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

અંકલેશ્વરની યામિની પટેલે 63માં નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.મધ્યપ્રદેશ ખાતે યોજાયેલ નેશનલ સ્કૂલ ગેમ્સ કૂડોમાં અંડર 19ના માયનસ 63 કી.ગ્રા કેટેગરીમાં તેણે પોતાનું કૌવત બતાવ્યું હતું. અંકલેશ્વરની પી.પી.સવાણી સ્કૂલ ખાતે અભ્યાસ કરતી યામિની પટેલે ગુજરાત તરફથી 63માં નેશનલ સ્કૂલ ગેમ્સ ભાગ લીધો હતો. ધોરણ 10 માં અભ્યાસ કરતી યામિની પટેલ નવસારીના વિસ્પી કાસદના […]

લેઉવા પટેલ સમાજનું ગૌરવ શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલની છાત્રા રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં થઇ વિજેતા

દહેગામ ખાતે પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 17 લાખ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાંથી 100 સ્પર્ધકોને જ સફળતા મળી હતી. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં જૂનાગઢની માતુશ્રી મીઠીબા ગગજીભાઇ ભુવા કન્યા વિદ્યા મંદિર-જોષીપુરામાં ધો.10માં અભ્યાસ કરતી છાત્રા કેયુરી નિતેદ્રભાઇ રાણોલીયાએ દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ […]