કચ્છમાં આવેલા વિવિધ જોવાલાયક સ્થળો વિશે જાણો વિગતે..

‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા…’ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાત પ્રવાસન વિભાગની ‘ખુશ્બુ ગુજરાત કી’ની જાહેરાતમાં આપણને આવું કહેતા અનેકવાર સાંભળવા મળ્યા છે. કચ્છ ગુજરાતનો એક એવો જિલ્લો છે જ્યાં તમને ઐતિહાસિક કિલ્લાઓ, દરિયા કાંઠો, સફેદ રણ, કચ્છનું નાનું રણ સહિતના અનેક દર્શનીય સ્થળો જોવા મળશે. એ જ વાતને ધ્યાનમાં રાખીને અહીં કચ્છમાં આવેલા વિવિધ જોવાલાયક સ્થળો અંગે માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કચ્છમાં આવેલો માંડવી બીચ

કચ્છના માંડવી બીચનો સમાવેશ સમગ્ર ગુજરાતના બીચીઝમાં કરવામા આવે છે. માંડવી બીચને કાશી વિશ્વનાથ બીચ તરીકે પણ સંબોધવામાં આવે છે. આ બીચ માંડવી નજીક આવેલો છે. ત્યાની રેતી અને સુંદરતાના કારણે પ્રવાસીઓ માટે પસંદગીનો બીચ છે. આ સિવાય અહિયા 20 પવન ચક્કીઓ આવેલી છે જે પ્રવાસીઓને આકર્શે છે. તે ઉપરાંત અહિનું સ્વામીનારાયણ મંદિર પણ ખૂબજ મહત્વ ધરાવે છે. આ બીચ નજીકમાં આવેલો છે બ્રીટીશ રાજ્યના સમયમાં બનાવેલો વિજયવિલાસ પેલેસ. જે અહિના જોવાલાયક સ્થળો માનો એક છે. અહિના ભોજનની વાત કરીએ તો અહિ ડબલ રોટી ખૂબ જાણીતી છે. જો તમે એક-બે દિવસના પ્રવાસનો પ્લાન કરી રહ્યા છો તો આ જગ્યા બેસ્ટ રહી શકે છે.

વિજય વિલાસ પેલેસ

વિજય વિલાસ પેલેસ માંડવીના દરિયા કિનારે આવેલો છે. આમ તો માંડવીમાં ઘણા ઐતિહાસિક સ્થળો આવેલા છે પણ આ પેલેસને શહેરની શાન ગણવામાં આવે છે. પેલેસની આજુબાજુનો નજારો અદભૂત છે. રાતના સમયે પલેસ રોશનીથી ઝગમગી ઉઠે છે. માંડવીની મુલાકાતે આવેલા દેશ-વિદેશના પ્રવાસીઓ આ પેલેસની મુલાકાત અચૂક પણે લેતા હોય છે. પેલેસ જેવો બહારથી રળિયામણો લાગે છે તેવો જ અંદરનો નજારો પણ મનમોહી લે તેવો છે. શાહી બેડ-રૂપથી લઇને ડાઇનિંગ હોલનો નજારો ઈતિહાસને ઉજાગર કરતો દેખાય છે. પ્રવાસીઓ અહીં આવીને પલેસેમાં ફોટોગ્રાફી કરતા હોય છે.

શરદબાગ પેલેસ

કચ્છના અનેક રાજવીઓના ઐતિહાસિક વૈભવનો સાક્ષી, હમીરસર તળાવ સામે આવેલા ખેંગારજી પાર્કની નજીક અને કચ્છના છેલ્લાં રાજવી જે જેમનું નિધન ૧૯૯૧માં યુનાઈટેડ કિંગડમ ખાતે થયું એવા મહારાવ શ્રી મદનસિંહજી સાહેબની રાજવાટિકા તરીકે ઓળખાતું આ શરદબાગ પેલેસ ઔષધી અને જડીબુટ્ટીઓથી છલકાતું લીલુંછમ્મ બાગ માત્ર કચ્છ જ નહીં, પરંતુ દેશદેશાંતરમાં બોટોનીકલ ગાર્ડન તરીકે ખ્યાતિ પામ્યું હતું અને મદનસિંહજી મહારાવના મૃત્યુ બાદ આ રાજમહેલને પેલેસમાં પરિવર્તિત કરી નાખવામાં આવ્યું હતું.

કાળો ડુંગર

કાળો ડુંગર કચ્છનો સૌથી ઉંચો શિખર છે. જેની ઉંચાઇ આશરે 458 મીટરની છે. કાળો ડુંગર ભૂજથી 97 કિમી દૂર આવેલો છે. કાળા ડુંગરના ઇતિહાસ પણ ઘણો સરપ્રદ છે. આ ડુંગર 400 વર્ષ જૂનાં દત્તાત્રેય મંદિરના કારણે જાણીતો બનેલો છે. દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે.

ધોળાવીરા

કચ્છના ખડીર વિસ્તારમાં આવેલું ધોળાવીરા એક પ્રાચીન સંસ્કુતિ નગર કહેવાય છે. કહેવાય છેકે આ સંસ્કૃતિ લગભગ 5 હજાર વર્ષ જૂની છે, જેમાં આશરે પચાસ હજાર લોકોનો વસવાટ હતો. અહીંની સંપૂર્ણ નગર તેમજ પાણીની વ્યવસ્થાઓ, રાજમહેલ કે પ્રાંતમાં આવેલા મહેલોની રચના અને અહિના લોકોની રહેન સહેલ વગેરે જેવી જગ્યા અને કુદરતી સુંદરતા જોવાલાયક છે. ધોળાવીરામાં આવેલો ઉત્તરીય પ્રવેશદ્વાર જે લખાયેલા દસ અક્ષર સાથે મળી આવ્યો હતો. નવાઇ વાત એ છેકે અત્યાર સુધી પણ તે દસે દસ અક્ષરો એવીજ અવસ્થામાં છે.

ટપકેશ્વરી માતાનું મંદિર

કચ્છ જિલ્લાના ભૂજમાં આવેલું આ ટપકેશ્વરી માતાનું મંદિર ખૂબ પ્રાચીન અને જાણીતું છે. ભૂજની ગણી ઐતિહાસીક જગ્યાઓ માંની એક જગ્યા છે. આ મંદિરની આસપાસની ગુફાઓ અને અહિના વિશાળ ડુંગરોની સુંદરતા ખૂબજ મનમોહક છે. એજ કારણ છેકે આ પ્રાચીન મંદિર અને જગ્યાઓની મુલાકાતે ભારે ભીડમાં પ્રવાસીઓ જોવા મળે છે. એટલું જ નહીં ગણાખરા પ્રવાસીઓ તો ડુંગરો પર સેલ્ફી લેતા અને પોતાના પરિવાર સાથે મોજમસ્તી કરતા પણ દેખાતા હોય છે. અહિ આવેલી ઐતિહાસીક ગૂફાઓનો આકાર અદભૂત છે અને એજ કારણે લોકો માટે આ ગુફાઓ ખૂબજ આકર્ષણનું કેન્દ્ર ગણાય છે.

ભૂજ શહેરમાં આવેલો આયના મહેલ

આયના મહેલની રચના ખૂબજ અદભૂત રીતે કરવામાં આવી છે. કહેવાય છેકે આ મહેલને 1977માં લોકો માટે પર્યટન સ્થળ તરીકે ખોલી દેવામાં આવ્યો હતો. મહેલના નામ પરથી જ સમજી સકાય છેકે આ મહેલ સંપૂર્ણ રીતે કાચથી બનાવવામાં આવ્યો છે. એટલુ જ નહીં આ મહેલની અંદરની વસ્તુઓ જેવી કે, ફુવારા, કાચથી બનાવેલી દિવાલો, કાચથી ભરપૂર ઝુમ્મરો, હાથીદાંતના નકશીકામથી જડેલા દરવાજા વગેરે. આયના મહેલના દરવાજાની બહાર નીકળતા જ એક ઐતિહાસિક બુલંદ ટાવર દેખાય છે. જેનો નજારો ખૂબજ અદભૂત હોય છે. એજ કારણ છે કે આ મહેલની મુલાકાતે પ્રવાસીઓ દુર દુરથી આવતા હોય છે.

કચ્છ મ્યુઝિયમ

ભૂજના હમિરસર તળાવના કાંઠે આવેલું ભુજનું કચ્છ મ્યુઝિયમ મોટાભાગના પ્રવાસીઓ જોવા ઇચ્છતા હોય છે. આ મ્યુઝિયમમાં અનેક અમૂલ્ય વસ્તુઓ છે પરંતુ તેની જાળવણી માટે માત્ર વર્ગ ચારના ચાર કાયમી અને ત્રણ કોન્ટ્રાક્ટ પરના મળીને સાત કર્મચારીઓ છે. તેથી મ્યુઝિયમનો વધુ વિકાસ થઇ શકતો નથી. અત્યારે આ મ્યુઝિયમમાં ૪૨૦૦થી વધુ અમૂલ્ય વસ્તુઓ છે. જેમાં ૧૮મી સદીનો લાકડાંની સાત સૂંઢવાળો સફેદ ઐરાવત, સોનાનો મયૂર મુગટ, સાતમી સદીની ભગવાન બુદ્ધની બ્રોન્ઝની મૂર્તિ, સિંધુ સંસ્કૃતિની વસાહતોના ઉત્ખનન દરમિયાન મળેલાં માટીનાં વાસણો, શક ક્ષત્રપના સમયના શિલાલેખો, ટીપુ સુલતાને કચ્છી ઘોડાઓના બદલામાં જમાદાર ફતેહમામદને ભેટ આપેલી તોપ જેવી અનેક બહુમૂલ્ય વિરાસતો મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલી છે.

નારાયણ સરોવર

કચ્છ જિલ્લામાં આવેલ આ નારાયણ સરોવરનું ખૂબજ મહત્વ છે, જે હિંદુઓના પવિત્રા યાત્રાધામો માંથી એક ગણાય છે. નારાયણ સરોવરથી લગભગ 4 કિ.મી દૂર કોટેશ્વર મંદિર આવેલુ છે. આ સરોવર શ્રીમદ્ ભાગવતમ્ માં પાંચા તળાવોમાંનું એક છે. આ સરોવર ભગવાન વિષ્ણુનું સરોવર ગણાય છે. એટલે જ આવે નારાયણ સરોવર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન વાર્તાઓ પ્રમાણે સરસ્વતી નદી નારાયણ સરોવરના પાસે આવેલા દરિયામાં મળી સરોવરને પોતાના પાણીથી ભરી નાખતી. એટલે હિંદુ ધર્મમાં આ સ્થળને ખૂબજ પવિત્ર માનવામાં આવે છે. અને દુર દુરથી શ્રદ્ધાળુઓ આ સરોવરની મુલાકાત લે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો