ગુજરાતથી નજીક આવેલ રાજસ્થાનની આ 6 જગ્યાઓ તમે નહીં જોઈ હોય, એકવાર અચૂક લેજો મુલાકાત

આપણે ગુજરાતીઓ રજાઓમાં રાજસ્થાન જવું પસંદ તો કરીએ છીએ પરંતુ આપણે આબુ થવા ઉદેપુર એમ બે જ સ્થળોએ વારંવાર જઈએ છીએ. તો અમે તમારી સમક્ષ લાવ્યા છીએ રાજસ્થાનના 6 એવા ફરવાલાયક સ્થળો જે ગુજરાતથી નજીક છે અને ત્યાં ફરીને તમે કોઈ નવા સ્થળે ગયા હોવાનો આનંદ મેળવી શકો છો. તો આ નવરાત્રી દિવાળીની રજાઓમાં આ સ્થળોને માણવાનું ચુકતા નહીં.

< જવાઈ લેપર્ડ સેન્ચ્યુરી 

જવાઈ અભ્યારણ્યમાં પર્યટકો ખુલ્લા મેદાનમાં અને પથ્થરોની કોતરમાં ખૂંખાર દીપડાને આઝાદીથી વિહરતા જોઈ શકે છે. અહીં જવાઈ લેપર્ડ સફારી કરાવવામાં આવે છે જ્યાં જીપમાં બેસીને જાનવરોને સુરક્ષિત રીતે જોઈ શકાય છે.

અહીં યાયાવર પક્ષીઓને જોઈ શકાય છે અને ઐતિહાસિક મંદિરોના દર્શન કરી શકાય છે. અહીં આવેલા બેરા નામના નાનકડા નગરમાં હોટલ રાખીને રહી શકાય છે. અહીં ટ્રેકિંગ એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે.

જોવાલાયક સ્થળો – દીપડા, ઝરખ, રીંછ, શિયાળ, પક્ષીઓ, જવાઈ ડેમ

એક ફેમિલીનો ખર્ચ – 12,000 રૂપિયા (એક ફેમિલીમાં એક દંપતી અને 2 બાળકો)

અમદાવાદથી અંતર – 283 કિમી

સીતા માતા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી 

પ્રતાપગઢ શહેરની નજીક આવેલ આ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં વાલ્મિકી આશ્રમ આવેલો છે. એવું માનવામાં આવે છે કે સીતા માતા અને ભગવાન શ્રી રામના પુત્રો લવ અને કુશનો જન્મ અહીં થયો હતો. અહીં હનુમાન અને સીતા માતાના પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરો આવેલા છે. આ ઉપરાંત અહીં સુંદર પક્ષીઓ અને ઊડતી ખિસકોલી જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે.

અહીંથી નજીક લાખિયાભાટા પાસે પથ્થરો ઉપર હજારો વર્ષો જુના માનવોએ દોરેલા ચિત્રો મળી આવે છે જેથી તે ઐતિહાસિક રીતે મહત્વનું સ્થળ પુરવાર થાય છે. અહીં દર જુલાઈએ એક મેળો પણ ભરાય છે.

એક ફેમિલી માટેનો ખર્ચ – 6000-8000 રૂપિયા

અમદાવાદથી અંતર – 288 કિમી

જાલોર

જાલોર શહેરના મુખ્ય કિલ્લા જાલોર ફોર્ટને 8મીથી 10મી સદીની વચ્ચે બનાવવામાં આવ્યો છે. અહીંથી ઊંચાઈ ઉપરથી સમગ્ર શહેરને જોઈ શકાય છે.

આ ઉપરાંત શહેરમાં 7મી સદીમાં રાજા ભોજે એક સંસ્કૃત શાળા બનાવી હતી. આ શાળાને અંગ્રેજોના સમયમાં શસ્ત્ર ભંડાર તરીકે ઉપયોગ કરવામાં આવતી હોવાથી તેનું નામ ટોપખાના પાડવામાં આવ્યું જે આજે પ્રવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન છે.

આ ઉપરાંત અહીં સિરેય મંદિર આવેલું છે જે રાવલ રતન સિંઘે બંધાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ સ્થળે પૌરાણિક સમયમાં પાંડવો રોકાયા હતા.

જોવાલાયક સ્થળો – જાલોર ફોર્ટ, તોપખાના, સિરેય મંદિર

એક ફેમિલી માટેનો ખર્ચ – 12000-16000 રૂપિયા

અમદાવાદથી અંતર – 303 કિમી

ભીલવાડા 

ભીલવાડા શહેરથી 70 કિમી દૂર એક ટેકરી ઉપર 7 માળનો બાડનોર ફોર્ટ આવેલો છે. આ ઉપરાંત અહીં આવેલી પૂર ઉડાન છત્રી પણ ટુરિસ્ટમાં ફેમસ ડેસ્ટિનેશન છે.

ભીલવાડાથી નજીક આવેલા બિજોલિયા નગરમાં શ્રી દિગંબર જૈન પાર્શ્વનાથ તીર્થક્ષેત્ર, બિજોલિયા ફોર્ટ અને મંદાકિની મંદિર આવેલું છે. આ કિલ્લામાં એક શિવજીનું મંદિર આવેલું છે.

આ નગર તેની સ્થાપત્યકલા માટે જાણીતું છે. આ ઉપરાંત અહીં 11મી સદીમાં આવેલા ભીલો દ્વારા સૌપ્રથમ બનાવવામાં આવેલું ‘જટાઓ કે મંદિર’ પણ જાણીતું છે.

જોવાલાયક સ્થળો – બાડનોર ફોર્ટ, બિજોલિયા, જટાઓ કા મંદિર

એક ફેમિલી માટેનો ખર્ચ – 16000 થી 18000 રૂપિયા

અમદાવાદથી અંતર – 411 કિમી

ચિત્તોડગઢ

રાજપૂતોના માન સન્માન અને મોભાના પ્રતીક સમું ચિત્તોડગઢ ચિત્તોડગઢનો કિલ્લો ધરાવે છે. એવું માનવામાં આવે છે કે ચિત્તોડગઢના કિલ્લાનું નિર્માણ ભીમે શરુ કરાવ્યું હતું. અહીં રાણી પદ્મિનીનો મહેલ આવેલો છે. એવું કહેવાય છે કે અલાઉદ્દીન ખીલજી રાણી પદ્મિનીનો ચહેરો એક પ્રતિબિંબમાં જોઈને એટલો મોહિત થઇ ગયો હતો કે તેણે ચિત્તોડગઢ ઉપર ચડાઇ કરી હતી.

આ ઉપરાંત અહીં રાણા કુંભાનો મહેલ આવેલો છે. આ મહેલની નીચે ભોંયરું આવેલું છે તેવું કહેવામાં આવે છે જ્યાં મહારાણી પદ્મિનીએ અન્ય સ્ત્રીઓ સાથે જૌહર કર્યું હતું.

આ ઉપરાંત અહીં જૈનોના પહેલા તીર્થંકર આદિનાથ માટે 12મી સદીમાં એક સ્થાપત્ય બનાવવામાં આવ્યું હતું જેને કીર્તિ સ્તંભ કહે છે.

જોવાલાયક સ્થળો : રાણી પદ્મિની મહેલ, કીર્તિ સ્તંભ, રતન સિંહ મહેલ, રાણા કુંભા મહેલ, ભેંસરોડગઢ કિલ્લો

અમદાવાદથી અંતર – 368 કિમી

એક ફેમિલી માટેનો ખર્ચ – 20000 થી 22000 રૂપિયા

કોટા

કોટા શહેર આમ તો વિદ્યાર્થીઓ તૈયારી કરવા માટે જાણીતું છે પરંતુ અહીં દર્શનીય સ્થળો આવેલા છે. અહીં આવેલા અભેદ મહેલને રાજપુત શાસકોએ તેમના નવરાશની પળોને માણવા માટે બનાવ્યો હતો. અહીં નજીકમાં કરણીમાંનું મંદિર આવેલું છે.

અહીં આવેલા અલનિયા ડેમમાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે. અહીં હજારો વર્ષો પહેલા આવેલા માનવોએ દોરેલા ચિત્રો મળી આવ્યા આવ્યા છે. આ ઉપરાંત અહીં જગમંદિર પેલેસ આવેલો છે જે 18મી સદીમાં કોટાના મહારાણીએ બનાવ્યો હતો. આ મહેલ કિશોર સાગર સરોવરની મધ્યમાં આવેલો છે. અહીં બોટ રાઇડિંગની મજા માણી શકાય છે.

જોવાલાયક સ્થળો – અભેદ મહેલ, જગમંદિર પેલેસ, દાદ દેવી મંદિર, કનસુઆ મંદિર

એક ફેમિલી માટેનો ખર્ચ – 16000 થી 18000 રૂપિયા

અમદાવાદથી અંતર – 582 કિમી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો