મોરડુંગરીમાં ખોડલધામના નરેશ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો, બાવન ગામ લેઉઆ પાટીદાર સમાજે નરેશ પટેલની સાકર તુલા કરી

અરવલ્લી: માલપુરના મોરડુંગરીમાં ખોડલધામના નરેશ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નરેશ પટેલને સાકરથી તોલી સાકર તુલા કરવામાં આવી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સરકારની 10 ટકા બિન અનામત નીતિથી ઘણાં બધા સમાજો સચવાયા છે અને બધું સારું થશે.

સમાજ સંગઠિત થાય: નરેશ પટેલ

મોરડુંગરી ખાતે આવેલા જલારામ મંદિરે બાવન ગામ લેઉઆ પાટીદાર અને અરવલ્લી ખોડલધામ સમિતિ દ્વારા નરેશ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. નરેશ પટેલે જણાવ્યું હતું કે, સમાજ સંગઠિત થાય તે માટે ગુજરાતના દરેક વિભાગમાં પ્રવાસ કરી રહ્યો છું.

(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચજો –

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો