જે 12 વર્ષનો બાળક 12 મહિના જમીન પર પગ નહીં મૂકી શકે તેવું નિદાન થયું હતું તેને ડૉક્ટરે 30 દિવસમાં ચાલતો કર્યો

અમદાવાદના મિશન હેલ્થ ન્યૂરો ફિઝિયોથેરાપી સેન્ટરના ડોક્ટરોની ટીમે રોબોટિક્સ એડવાન્સ ન્યૂરો ટેક્નોલોજી, ફંકશનલ ઇલેક્ટ્રિકલ સિમ્યુલેશન સારવારથી રાજસ્થાનના જોધપુરના 12 વર્ષનાં બાળકને માત્ર 30 દિવસમાં ચાલતો કર્યો છે. જોધપુરના ડોકટરે જણાવ્યું હતું કે, ગુલિયન બારી સિન્ડ્રોમ બિમારીને લીધે બાળક 12 મહિના સુધી ચાલી જ નહીં શકે.

રોજ સવાર-સાંજ 4-4 કલાક અત્યાધુનિક સારવાર આપી

મિશન હેલ્થ ન્યૂરો ફિઝિયોથેરાપી સેન્ટરના ડાયરેક્ટર ડો. આલાપ શાહ જણાવે છે કે, જોધપુરના ડોક્ટરે એમઆરઆઇ અને નસના ટેસ્ટ કરાવી નિદાન કર્યું હતું કે, બાળકની હાથ-પગની મુખ્ય નસો કામ કરતી બંધ થઇ ગઇ છે, જેથી 6 મહિના સુધી જમીન પર પગ નહીં મૂકી શકે કે 12 મહિના સુધી ચાલી નહીં શકે. 17 જુલાઇએ બાળકને મિશન હેલ્થમાં લવાયો હતો. અમે રીહેબ સ્યુટમાં દાખલ કરીને રોજ સવાર-સાંજ 4-4 કલાક અત્યાધુનિક સારવાર આપી 30 દિવસમાં ચાલતો કર્યો છે.

  • રોજ 1 કલાક ખભો, કોણી, હાથ-પગની 60 જુદી જુદી કસરત કરાવી
  • બાળક ઊભો રહી શકે તે માટે 30 મિનિટ, ચાલી શકે તે માટે 45 મિનિટની કસરત કરાવાઈ.
  • દરરોજ 1 કલાક ખભો, કોણી, હાથ અને અન્ય અંગોની 60 અલગ-અલગ કસરત.
  • પંજો ઉંચો કરી શકે તે માટે ફંકશનલ ઇલેક્ટ્રિકલ સિમ્યુલેશન અને લેસરની સારવાર આપી.

રોજ 500 રિપિટેશન મૂવમેન્ટ

સ્પેશ્યિલ રીહેબ સ્યુટથી હાથ-પગની મુવમેન્ટ પાછી લાવવા હેન્ડ રોબોટિકથી હાથની પાંચેય આંગળીઓને દરરોજ 400-500 રિપિટેશન મુવમેન્ટ કરાવાઈ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો