પેનલ્ટીનો અનોખો બનાવ- સ્કૂટી ચલાવનારને નવા ટ્રાફિક નિયમો પ્રમાણે 23 હજાર દંડ લાગ્યો, યુવકે કહ્યું-ગાડી 15 હજારની છે

હરિયાણાના ગુરુગ્રામમાં એક સ્કૂટી સવાર પર ટ્રાફિકના નવા નિયમો પ્રમાણે 23 હજારનો દંડ લગાવવામાં આવ્યો હતો. મોટર વ્હિકલ સંશોધન એક્ટ-2019ના નિયમો લાગૂ થયા બાદ મોટી પેનલ્ટીને આ પહેલો મામલો છે. જે વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો તેનું નામ દિનેશ મદાન છે.

દિનેશનું કહેવું છે કે તેની સ્કૂટીની કિંમત જ 15 હજાર રૂપિયા છે. તેના ચલણની કોપી અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. તેના પર હેલમેટ ન પહેરવા, લાઇસન્સ, રજીસ્ટ્રેશન, થર્ડ પાર્ટી વીમો અને પ્રદૂષણ સર્ટિફિકેટ ન રાખવાના લીધે દંડ લગાવવામાં આવ્યો હતો.

દિનેશે કહ્યું, ”મેં હેલમેટ નહોતુ પહેર્યું અને મારી પાસે રજીસ્ટ્રેશન સર્ટિફીકેટ પણ ન હતું. ટ્રાફિક પોલીસે મારી પાસે સ્કૂટીની ચાવી માગી પરંતુ મેં ઇનકાર કર્યો. ત્યારબાદ તરત તેમણે 23 હજારનો દંડ ફટકાર્યો અને મારી સ્કૂટી સીઝ કરી લીધી. મેં આરસી વ્હોટ્સએપ પર મંગાવી પરંતુ ત્યાં સુધી તેઓ ચલણ કાપી ચૂક્યા હતા. જો તેઓ થોડી રાહ જોત તો પેનલ્ટી ઓછી થઇ સકત. હું ઇચ્છું છું કે મને આમા કંઇક રાહત મળે. હવેથી હું દરેક દસ્તાવેજ સાથે લઇને જઇશ. ”

બાઇક સવારને પણ 22 હજારનો દંડ

તે સિવાય હરિયાણાના બહાદુરગઢમાં એક બાઇકસવારને 22 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આવો જ એક મામલો કૈથલ જિલ્લામાં પણ સામે આવ્યો હતો. ત્યાં એક સ્કૂટી ચલાવનાર પર લાઇસન્સ, આરસી, મોબાઇલ ફોનનો ઉપયોગ અને હેલમેટ ન પહેરવા પર 16 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો