અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મીએ 1000નો દંડ ભરવાનું કહેતા યુવતી ચંપલ કાઢીને મારવા દોડી

ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે નિયમ ભંગ કરવા બદલ દંડને લઈ હુસાતુંસીના બનાવો દરરોજ બનતા હોય છે. લાલદરવાજા વિસ્તારમાં એક ટ્રાફિક પોલીસ સાથે ખરાબ વર્તનનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વિક્ટોરિયા ગાર્ડન પાસે એક યુવતીને દંડ ભરવાનું કહેતા તેણે ટ્રાફિક પોલીસકર્મીને ચંપલ કાઢી મારવા દોડી હતી. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ઇ -ડીવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ડાહ્યાભાઇ વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. દરમ્યાનમાં રાયખડ ચાર રસ્તા પાસેથી એક યુવતી ટુ-વ્હીલર પર ત્રણ સવારીમાં આવતા ટ્રાફિક પોલીસે તેને રોકી હતી. ત્રિપલ સવારીમાં વાહન ચલાવવું ગુનો બનતો હોવાથી પોલીસે એક હજાર રૂપિયા દંડ માંગ્યો હતો. જેથી આ મહિલાએ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરતા મહિલા પોલીસને બોલાવાઇ હતી.

વસ્ત્રાલ ખાતે રહેતી ખ્યાતિ ઉમરાડિયા વધુ ઉશ્કેરાઇ ગઇ અને પોલીસને ધમકી આપી હતી કે, ‘થાય તે કરી લેજો, હું દંડ તો નહિ જ ભરૂ.’ આવું કહીને યુવતીએ પગમાંથી ચંપલ કાઢીને ટ્રાફિક પોલીસને મારવા દોડી હતી. આ મામલે હવેલી પોલીસે આરોપી યુવતી સામે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો