અમેરિકામાં વધુ એક ગુજરાતીનું મોતઃ કડીના ગણેશપુરના પટેલની ગોળી મારી હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. ઇન્ડિયાના, જેફરસનવિલેમાં રહેતા અને મૂળ કડીના 49 વર્ષીય પ્રફૂલ પટેલની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર, પ્રફૂલ પટેલ ગત 11 ઓક્ટોબરની રાત્રે તેઓની ઓફિસ સ્ટોપ એન્ડ ગોમાં હતા. તે દરમિયાન ઓફિસમાં ઘૂસી આવેલા લૂંટારૂઓએ તેઓને ગોળી મારી દીધી હતી.

– પ્રફૂલભાઇ પટેલના પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ સ્વામિનારાયણ ધર્મ પાળતા હતા અને અહીં ઘણાં વર્ષો પહેલાં અમેરિકામાં સ્થાયી થયા હતા. તેઓ મૂળ મહેસાણાના કડીના ગણેશપુરના રહેવાસી છે.

લૂંટારૂઓ સાથે ઝપાઝપી દરમિયાન એક લૂંટારાએ ફાયરિંગ કરી દીધું હતું

– તેઓના પરિવારમાં પિતા રામભાઇ અને માતા શકરીબેન, પત્ની શિલ્પા બેન, પુત્રો શ્યામભાઇ અને દેવભાઇ છે.

– પ્રફૂલ ભાઇના પિતરાઇ ભાઇ સમીર પટેલના જણાવ્યા અનુસાર, પ્રફૂલભાઇ રાત્રે ઓફિસમાં હતા તે દરમિયાન અચાનક જ બેથી ત્રણ બંધૂકધારીઓ ઘૂસી આવ્યા હતા.

– આ લૂંટારૂઓ સાથે ઝપાઝપી દરમિયાન એક લૂંટારાએ ફાયરિંગ કરી દીધું હતું.

– ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટાના ગ્રોસરી સ્ટોરમાં કામ કરતા આણંદના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

– મૂળ આણંદના અલ્પેશ પ્રજાપતિ જ્યારે ગ્રોસરી સ્ટોરમાં હતા ત્યારે બે લૂંટારૂઓ સ્ટોર પર આવ્યા અને અશ્વિનભાઇની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ….

અન્ય માહિતી વાંચવા નીચેની લિંક પર ક્લીક કરો

– વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન

– ફ્રિજનું પાણી બંધ કરી દેશો, જ્યારે જાણશો માટલાનું પાણી પીવાના આ 5 ફાયદા

– લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…

– સવારે ઊઠવાથી લઈને સૂવા સુધી અપનાવો આ 9 નિયમો, ક્યારેય નહીં પડો બીમાર

– આયુર્વેદમાં જણાવ્યાં છે વજન ઉતારવાના 10 અતિઉત્તમ નુસખા, આજે જ કરો ટ્રાય

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો