વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન

રાજકોટથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર ભાવનગર હાઈ વે ઉપર ખારચિયા ગામ આવ્યું છે. આ ગામમાં એક ડઝનથી વધુ વડિલો એવા છે કે જેમણે છેલ્લા એક દસકાથી તેમના ગામનું બસસ્ટેન પણ નથી જોય. અન્ય અનેક વડિલો પણ એવો છે કે જેમણે ગામ બહાર જવાનું લગભગ બંધ કરી દીધુ છે, કારણ બધાના જુદા છે. પણ અવસ્થાને કારણે બહાર ન જવાનું મુખ્ય કારણ છે. આવા વડિલોને એક દિવસ જાત્રા કરાવવાનો વિચાર મૂળ ખારચિયાના અને હાલ રાજકોટમાં ધંધો કરતાં સેવાભાવી યુવાન ભાવેશભાઈ ભુવાને આવ્યો. તેમણે ગામના વડિલોને સમજાવી અને આગામી બુધવારે ખારચિયા તથા રાજકોટના કુલ મળીને ૯૫ જેટલા વડિલોની એક જાત્રાનું આયોજન કર્યુ છે. આ માટે બસ વગેરેની વ્યવસ્થા થઇ ગઇ છે. વડિલો છે એટલે ચાલી ન શકે તો તેમના માટે વહીલચેર વગેરેની વ્યવસ્થા કરી છે. આ વડિલોને સાંચવવા માટે ભાવેશભાઈના પરિવારના મહિલા અને પુરુષ સભ્યોએ સ્વયંસેવક તરીકે આવવાની તૈયારી બતાવી છે. ગામના કેટલાક જુવાનિયા પણ સાથે જોડાયા છે.

બુધવારનો વડિલોનો આ જાત્રા પ્રવાસ ગામમાં ઉત્સવ બની રહેશે. યાત્રિક વડિલોનું ગામમાં સામૈયુ કરાશે. કુવારીકાઓ દ્વાર યાત્રિકોની કુમકુમ તિલકથી વંદના કરાશે.

ભાવેશભાઇ કહે છે આગામી બુધવારે રપમી તારીખે ખારચિયાથી આ યાત્રા પ્રવાસ શરૂ થશે, જે નજીકના ધર્મસ્થાનો બિલેશ્વર, સતરંગ, પાળિયાદ, સાળંગપુર, કુંડલધામ થઇ વળતાં ઘેલા સોમનાથ દર્શન કરી ખારચિયા પરત ફરશે. જેમા વડિલોને સવારનો નાસ્તો, બે વખત ચા, એક વખત જમવાનું એક વખત કેરીનો રસ અને આઈસ્ક્રીમ પણ આપવામાં આવશે. ઘરના બૈરાઓ જ વડિલો માટે પ્રવાસે જતાં પહેલાં ગરમા ગરમ ગાંઠિયા બનાવશે. ટૂંકમાં વડિલોની તમામ સુખ સુવિધા સંચવાશે. કોઇ વાતે વડિલોને તક્લીફ ન પડે તેનું ખાસ આયોજન કરાયુ છે.

ભાવેશભાઇ ઉમગરગ છે રાજકેટમાં ડેરીફાર્મનો ધંધો કરું છું. મારા માતા પિતા પણ ખારચિયામાં જ રહે છે. તેમને મળવા જઇએ ત્યારે ગામમાં બેસવાનું થાય. મને જાણવામાં આવ્યું કે ગામના 60 થી ૯૨ વરસના વડિલોમાંથી ઘણા એવા છે જેમણો બહાર નીકળવાનું જ બંધ કરી દીધુ છે. એક ઝનથી વધુ વડિલોએ દસ વરસથી ગામનું બસસ્ટેન્ડ સુધ્ધા નથી જોયુ. અવસ્થા મુખ્ય કારણ છે.

તેમનું માન જળવાય અને તેઓ બહાર નીકળી પ્રફુલ્લીત થાય એવી જાત્રા કરાવવાનો મારો ઘણા સમયથી વિચાર હતો. આગમી બુધવારે અમે બધા જાત્રાએ જઇએ છીએ. એમાં મેં ખાસ આઇસક્રીમ પણ વડિલોને ખવડાવવાનું નકકી કર્યું છે, કારણ કે કેટલાક વૃધ્ધોએ તો કદી આઈસક્રીમ પણ નથી ખાધો.
રાજકોટથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર ગામડામાં વૃધ્ધો એક અલગ જ વિશ્વમાં જીવે છે જેમના જીવનમાં જવલ્લે જ સમાજ ડોક્યું કરે છે. આ વૃધ્ધો બોલતાં નથી પણ તેમનું મૌન બોલે છે. અમે તો બરફના પંખી ઉષ્મા આપો તો પીગળીએ…

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

એક લાઈક અને શેર કરીને વધાવજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો