લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી.

ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી.

યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી ઉદાસ થઇ ગઇ છે. પત્નિની આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઇ નહોતુ ત્યારે એ ભાઇએ પોતાની પત્નિને પુછ્યુ, હું જોઇ રહ્યો છું કે વહુના આવ્યા પછી તુ થોડી ઉદાસ થઇ ગઇ છે. આ માટે કોઇ ખાસ કારણ ? ”

પત્નિએ કહ્યુ, ” તમે કોઇ નોંધ લીધી. લગ્ન પછી આપણો દિકરો સાવ બદલાઇ ગયો છે. પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો પણ હવે એને મારા માટે ટાઇમ જ નથી ક્યારેક ક્યારેક જ વાતો થાય છે.

જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઇને એના સસરાને ત્યાં જતો રહે છે. મારા કરતા તો એની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે મને એવુ લાગે છે કે આપણો દિકરો હવે અડધો એના સસરાનો થઇ ગયો છે.

બસ આ બધા વિચારોથી હું સતત બેચેન રહુ છું”

પેલા ભાઇએ પોતાની પત્નિનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ, ” તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો. પણ મારે તને એક વાત પુછવી છે.

તને એવુ લાગે છે કે આપણી વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ બગાડી નાંખ્યુ છે ? ” છોકરાની મમ્મી બોલી, ” ના એવું પણ નથી લાગતું, વહુ એની જવાબદારી નિભાવે છે. સરખું વર્તન પણ કરે છે. મને સાસુ તરીકે માન પણ આપે છે. હમેસા હસતા મોઢે જ કામ કરે છે.

પણ… આપણા દિકરા ને પોતાનો કરી ને રાખે છે. મારા કરતા પણ વધારે સાચવે છે. આપણો દિકરો જાણે પણ એનો જ થઈ ગયો છે.

છોકરાના પપ્પાએ હસતા હસતા કહ્યુ,

ગાંડી કોઇ બીજાની દિકરી પુરેપુરી આપણી થઇ જતી હોય તો પછી “આપણો દિકરો અડધો એનો કે એના માતા-પિતાનો થાય એમાં આમ ઉદાસ થોડુ થવાનું હોય. આ વાત સાસુ ને બરાબર સમજાય ગઈ બસ ત્યારપછી સાસુ પોતાની વહુ સાથે દીકરી જેવું વર્તન કરવા લાગી.

મિત્રો,

એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપણે પુરેપુરા નહી માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો પારિવારિક પ્રશ્નો શુ કામ ઉભા થાય? સમાજ ને સુધરવાની જરુર નથી? વિચારો અને અપનાવો… ઘણાં ઘર તૂટતાં બચી જશે

અમારો દિકરો એનો કેમ થઈ જાય એવું વિચારવા કરતા એની દિકરી અપની થઈ ગઇ એવું વિચારો …ઘર સ્વર્ગ જેવું રહેશે સાથે સાથે ” દિકરી એ એનું ઘર છોડીને કરેલા ત્યાગ નું માન પણ રહેશે”

ગમે તો શેર જરૂર કરજો*!

-શૈલેષભાઇ સગપરિયા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો