શિયાળામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો બેસ્ટ છે રાજસ્થાન, ત્યાંના આ 5 શહેરોની મુલાકાત એકવાર અવશ્ય લેજો

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સીઝનમાં આળસ વધુ આવે છે અને બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. પણ જો તમે આ સીઝનમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો રાજસ્થાન શિયાળામાં ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. રાજસ્થાન જવા માટે શિયાળો બેસ્ટ સીઝન છે કારણ કે ઉનાળામાં અહીં પુષ્કળ ગરમી પડે છે. તો રાજસ્થાન જવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો આ ખાસ જગ્યાઓએ ચોક્કસથી ફરવા જવું જોઈએ.

માઉન્ટ આબૂ

માઉન્ટ આબૂ રાજસ્થાનનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. મરૂસ્થળની વચ્ચે આવેલું આ સ્થળ હરિયાળીથી ભરપૂર અને બહુ જ સુંદર છે. માઉન્ટ આબૂમાં જૈન મંદિરો પણ છે. દેલવાડા જૈન મંદિર અહીંના પ્રમુખ મંદિરોમાંથી એક છે. સાથે જ માઉન્ટ આબુની ચારેય તરફનો નજારો જોવા માટે ગુરૂ શિખર બેસ્ટ સ્થળ છે. માઉન્ટ આબૂથી લગભગ 20 કિમી દૂર આ શિખર સૌથી ઊંચાઈએ સ્થિત છે.

ઉદયપુર

રાજસ્થાનના દક્ષિણ ભાગમાં સ્થિત ઉદયપુર ભારતનો સૌથી સુંદર શહેર છે. તેને સરોવરની નગરી પણ કહેવાય છે. ઉદયપુર તેના શાનદાર કિલ્લાઓ, મંદિરો, સંગ્રહાલયો અને વન્યપ્રાણી અભયારણ્યો માટે પ્રખ્યાત છે. ઈતિહાસ પ્રેમીઓને ઉદયપુરમાં સિટી પેલેસની વિઝિટ કરવી ખૂબ જ પસંદ આવશે. શીશ મહેલ આ પેલેસની સૌથી ખાસ જગ્યા છે, જેનું નિર્માણ મહારાણા પ્રતાપે તેમની પત્ની માટે કર્યું હતું. આ સિવાય તમે ઉદયપુરમાં ફતેહસાગર સરોવરમાં બોટિંગની મજા પણ માણી શકો છો. આ સિવાય ત્યાં ફતેહ પ્રકાશ પેલેસ, જગ મંદિર, દૂધતલાઈ પાર્ક, ગુલાબ બાગ અને શિલ્પ ગ્રામ પર્યટન જોવાલાયક સ્થળો છે.

જોધપુર

જોધપુર મેહરાનગઢ કિલ્લાની આસપાસ આસમાની રંગના ઘર હોવાથી તેને ‘બ્લૂ સિટી’ પણ કહેવાય છે. જોધપુર પ્રાચીન ઈમારતોથી સજ્જ એક ઐતિહાસિક શહેર છે. આ શહેરમાં પ્રવેશવા માટે જુદી-જુદી દિશાઓમાં 8 પ્રવેશદ્વાર બનાવ્યા છે. જોધપુરમાં તમે શાહી ઠાઠનો અનુભવ કરી શકો છો. મેહરાનગઢ કિલ્લો, ઉન્મેદ ભવન, જસવંત થાડા, રાવ જોધા ડેઝર્ટ રૉક પાર્ક, ક્લૉક ટાવર જોધપુરના પ્રમુખ પ્રવાસીય સ્થળો છો.

જેસલમેર

જેસલમેર રાજસ્થાનનો એક રેગિસ્તાની શહેર છે. આ શહેર કલાત્મક કૃતિઓ અને તેની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. હવેલીઓથી ભરેલાં આ શહેરને ‘હવેલીઓનું નગર’ પણ કહે છે. સોનાર કિલ્લો, ગડસીસર તળાવ, લોક સાંસ્કૃતિક સંગ્રહાલય, પટુઓની હવેલીઓ, દીવાન નથમલની હવેલીઓ, સાલિમ સિંહની હવેલી, અમર સાગર, બડા બાગ,વુડ ફાસિક પાર્ક, પોખરણ, રામદેવરા, સફારી, રાષ્ટ્રીય મઠ ઉદ્ધાન, મરૂ ઉત્સવ વગેરે અહીંના પ્રમુખ પ્રવાસીય સ્થળો છે.

અજમેર

અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ દરગાહમાં મોટી-મોટી હસ્તીઓ પણ મુરાદ લઈને આવે છે. આ સિવાય અજમેરમાં જુમ્મા મસ્જિદ, ઢાઈ દિન કી ઝૂંપડી, તારાગઢ પહાડ, મ્યૂઝિયમ, લાલ પત્થરનું જૈન મંદિર અને પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા નિર્મિત કૃત્રિમ તળાવ પ્રમુખ પ્રવાસીય સ્થળો છે.

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો