નાગલપુરના ખેડૂતે પકાવ્યા તકમરીયા હવે વિદેશમાં વેંચાણ કરશે ઓનલાઇન

ખેતીને સમૃદ્ધ કરવાની વાતો વચ્ચે પરંપરાગત પાકોમાંથી ખેડૂતો બહાર આવતા નથી. ત્યારે જૂનાગઢના નાગલપુર ગામના ખેડૂતે અલગ-અલગ ચીલો ચાતરીને ઠંડકને કારણે ગરમ આરબ દેશોમાં પાણીની સાથે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતા તકમરીયાનું વાવેતર કરીને તેમાં સફળતા પણ મેળવી છે. ખેતરમાં પાકેલા તકમરીયાનું હવે આ ખેડૂત ઓનલાઇન વેંચાણ પણ કરશે.

આમ તો જૂનાગઢ જિલ્લામાં ખેતીમાં મગફળી, કપાસ, ધાણા, તુવેર, એરંડા જીરૂ, મગ, અડદ જેવા પરંપરાગત પાકો વર્ષોથી એકધારા લેવામાં આવે છે. કોઈ નવો પાક ન આવ્યો હોવાથી ખેડૂતોને ખાસ કંઈ વળતર મળતું નથી. તેવી સ્થિતિ વચ્ચે જૂનાગઢ તાલુકાના નાગલપુર ગામના ખેડૂત સંજયભાઈ ભીમાભાઈ સુવાગીયાએ નવો પ્રયોગ કરીને તકમરીયાની ખેતી કરી છે.

હાલ સૌરાષ્ટ્ર જ નહીં, સમગ્ર રાજ્યમાં ક્યાંય સત્તાવાર રીતે તકમરિયાનો પાક લેવાતો નથી. ગત 15 ઓગસ્ટ આસપાસ તકમરિયાનું વાવેતર કરનાર આ ખેડૂત કહે છે કે વિઘે 300 ગામ બિયારણ વાવ્યા બાદ કોઈ ખાસ કાળજી લીધી નથી. સાડા ચારથી પાંચ માસના પાકમાં રોગ-જીવાત આવ્યા નથી. અત્યારે પાક કાપણી અવસ્થાએ આવી ગયો છે. વિઘે ઓછામાં ઓછું 10 મણ ઉત્પાદન થવાની ધારણા છે. વર્તમાન બજારભાવ પ્રમાણે એક મણના વિઘે રૂ.20,000 ઓછામાં ઓએછા ઉપજે તેમ છે. અલબત, રાજ્યમાં ક્યાંય બજાર ન હોવાથી તેમજ હાલની નોટબંધીની સ્થિતિને ધ્યાને લેતા હવે આ ખેડત પાકેલા તકમરિયાનું ઓનલાઇન વેચાણ કરશે. વિશ્વના 180 દેશોમાં તેનો ઉપયોગ થાય છે. તથા ગ્રામના ભાવે બજારમાં વેંચાણ થાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો,
તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

આવીજ અન્ય માહિતી વાંચવા નીચેની લિંક પર ક્લીક કરો

– વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન

– ફ્રિજનું પાણી બંધ કરી દેશો, જ્યારે જાણશો માટલાનું પાણી પીવાના આ 5 ફાયદા

– લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…

– સવારે ઊઠવાથી લઈને સૂવા સુધી અપનાવો આ 9 નિયમો, ક્યારેય નહીં પડો બીમાર

– આયુર્વેદમાં જણાવ્યાં છે વજન ઉતારવાના 10 અતિઉત્તમ નુસખા, આજે જ કરો ટ્રાય

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો