એક દિવસ રાજા અને સંત બંને જંગલમાં ફરવાં માટે ગયાં. જંગલમાં બંને ભુલા પડ્યા. ત્યારે રાજાને ઝાડ પર એક ફળ દેખાયું. તેને તે ફળના 6 ટુકડાં કર્યાં. પહેલો ટુકડો તેને સંતને ખાવા માટે આપ્યો. પછી સંતે કહ્યું મને હજી આપો. એક પછી એક રાજા પાસેથી સંતે 5 ટુકડાં લઈને ખાઈ લીધાં. જાણો પછી શું થયું

એક લોકકથા પ્રમાણે જૂના સમયમાં એક રાજાના રાજ્યમાં એક સંત આવ્યાં. જ્યારે રાજાની મુલાકાત એ સંત સાથે થઈ તો તેઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. સંતની વાતો ધર્મ અને લોકોની સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલી હતી. આ કારણે રાજાએ તેમને પોતાની પાસે રાખી લીધાં. મહેલમાં સંતને પણ એક વૈભવી કક્ષ આપવામાં આવ્યો બધી સુખ-સુવિધાઓ પણ આપી. રાજ્યના કામોમાં રાજા સંતની સલાહ પણ લેતાં હતાં.

એક દિવસ રાજા અને સંત બંને જંગલમાં ફરવાં માટે ગયાં. જંગલ ગાઢ હતું, તેને લીધે બંને રસ્તો ભૂલી ગયાં. ખૂબ જ ભટક્યાં પછી પણ તેમને રસ્તો ન મળ્યો. ભૂખને લીધે બંનેની સ્થિતિ બગડી ગઈ હતી. રાજાએ ઝાડ પર એક ફળ દેખાયું. તેને તે ફળ તોડ્યું અને તેના 6 ટુકડાં કર્યાં. પહેલો ટુકડો તેને સંતને ખાવા માટે આપ્યો. જ્યારે સંતે પહેલો ટુકડો ખાધો તો તેમણે કહ્યું કે તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. મને હજી આપો. એક પછી એક રાજા પાસેથી સંતે 5 ટુકડાં લઈને ખાઈ લીધાં.

રાજાને ગુસ્સો આપ્યો અને તે બોલ્યો કે હું પણ ભૂખ્યો છું અને તમે જ એકલાં ખાઈ રહ્યાં છો. બોલીને રાજાએ છેલ્લો ટુકડો ખાઈ લીધો. જેવું તે ફળ રાજાએ ખાધું તો તેને તરત જ થૂંકી દીધું, કારણ કે તે ખૂબ જ કડવું હતું. રાજાએ સંતને કહ્યું કે તમે આટલાં કડવાં ફળ કેવી રીતે ખાઈ શકો છો?

સંતે જવાબ આપ્યો કે તમે મને હંમેશાં મીઠા ફળ ખવડાવ્યાં છે. માત્ર એકવાર કડવાં ફળ ખાવાથી હું ફરિયાદ કેવી રીતે કરી શકું. હું આખું ફળ ખાઈ લેવાં માંગતો હતો, જેથી તમારે કડવું ફળ ખાવું ન પડે.

બોધપાઠ

આ નાનકડી કથાની શીખ એ છે કે જ્યાં પ્રેમ અને મિત્રતા હોય, ત્યાં ક્યારેય ફરિયાદ ન કરવી જોઈએ. નહીંતર સંબંધો ટકતાં નથી. આ વાત હંમેશાં યાદ રાખવી જોઈએ.

આ પણ વાંચજો – રાજાના દરબારમાં એક પ્રસિદ્ધ જ્યોતિષી આવ્યો. તેની ભવિષ્યવાણી હંમેશાં સાચી પડે છે. આ સાંભળીને રાજાએ પોતાની કુંડળી બતાવી. જ્યોતિષે અધ્યયન કરીને કહ્યું કે તમારા બધા સંબંધીઓ તમારી સામે જ મૃત્યુ પામશે. તમે તમારા વંશમાં એકલાં જ બચશો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો