રાજાના દરબારમાં એક પ્રસિદ્ધ જ્યોતિષી આવ્યો. તેની ભવિષ્યવાણી હંમેશાં સાચી પડે છે. આ સાંભળીને રાજાએ પોતાની કુંડળી બતાવી. જ્યોતિષે અધ્યયન કરીને કહ્યું કે તમારા બધા સંબંધીઓ તમારી સામે જ મૃત્યુ પામશે. તમે તમારા વંશમાં એકલાં જ બચશો.

એક લોકકથા મુજબ રાજ્યમાં એક રાજા હતો. તે ખૂબ જ ધાર્મિક અને પરાક્રમી હતો. રાજામાં અનેક ગુણ હતા. એક દિવસ તેના દરબારમાં એક જ્યોતિષી આવ્યો. રાજાના મંત્રીએ જણાવ્યું કે આ ખૂબ જ પ્રસિદ્ધ જ્યોતિષી છે, તેની ભવિષ્યવાણી હંમેશાં સાચી પડે છે. આ સાંભળીને રાજાની ઉત્સુકતા વધી ગઈ.

તેણે જ્યોતિષીને પોતાના મહેલમાં બોલાવ્યો. મહેલમાં રાજાએ પોતાની કુંડળી બતાવી. જ્યોતિષી ઘણીવાર સુધી કુંડળીનું અધ્યયન કરતો રહ્યો પછી તેણે રાજાને કહ્યું કે મહારાજ તમારું તો જીવન જ નિરર્થક છે, તમારા બધા સંબંધીઓ તમારી સામે જ મૃત્યુ પામશે. તમે તમારા વંશમાં એકલાં જ બચશો.

જ્યોતિષીની વાત સાંભળી રાજાને મોટો આંચકો લાગ્યો. તે ખુબ જ નિરાશ થઈ ગયો. તેનું કામમાં મન લાગતું ન હતું. દરબારમાં પણ ઉદાસ રહેવાં લાગ્યો. આ જોઈને બધા મંત્રી પરેશાન થઈ ગયાં. પરંતુ, કોઈની હિમ્મત ન ચાલી કે રાજાને પૂછી શકે.

એક દિવસ મણિરાજ નામના એક સમજદાર મંત્રીએ એકાંતમાં જોઈને રાજાને તેની ઉદાસીનું કારણ પૂછ્યું. રાજાએ કહ્યું કે એક જ્યોતિષીએ કહ્યું છે કે મારો પરિવાર મારી સામે જ સમાપ્ત થઈ જશે. આ વાતથી મને ઊંડો આઘાત લાગ્યો છે. હું પરિવારની સુરક્ષાને લઈને પરેશાન છું. મંત્રી સમજી ગયો કે રાજા કયા કારણસર પરેશાન છે.

તેને કહ્યું મહારાજ હું એક પંડિત જગન્નાથજીને ઓળખું છું, તેઓ પણ ખૂબ જ જાણીતા છે. મારા ખ્યાલથી એકવાર તેમની સાથે પણ વાત કરવી જોઈએ.

રાજાએ કહ્યું, સારું, તેમને પણ બોલાવી લો. પંડિત જગન્નાથને બોલાવવામાં આવ્યાં. મંત્રીએ બધી પરેશાની જણાવી. જૂનાં પંડિતે કરેલી ભવિષ્યવાણી વિશે પણ જણાવ્યું. પંડિત જગન્નાથે પણ રાજાની કુંડળી જોઈ તેને જૂનાં પંડિતે કરેલી ભવિષ્યવાણી સાચી હોવાનું જાણ્યું પરંતુ અત્યારે રાજાને એવું ન કહી શકાય કે તેમની સામે જ બધા સંબંધીઓ મૃત્યુ પામશે. પંડિત જગન્નાથ જૂઠું પણ બોલી શકે એમ ન હતાં. તેમને બે ઘ઼ડી વિચાર કર્યો. પછી ચહેરા પર ચમક લાવીને બોલ્યા મહારાજ, તમારી કુંડળીમાં તો દુઃખનો કોઈ યોગ જ નથી, તમે લાંબા સમય સુધી રાજ કરશો. તમારું રાજ્ય લગાતર વધતું રહેશે, વરસોવરસ તમે સિંહાસનની શોભા વધારતાં રહેશો. ધન અને કુટુંબમાં પણ તમે તમારા કુંટુંબમાં સૌથી આગળ રહેશો. તમારા જેટલી ઉંમર તમારા આખા કુટુંબમાં કોઈના ભાગ્યમાં નહીં હોય. તમારી કુંડળીમાં મને કંઈ ખોટું નથી દેખાઈ રહ્યું.

પંડિત જગન્નાથે જૂનાં પંડિતની વાત ફરી રજૂ કરતાં કહ્યું કે રાજાને જીવતે-જીવ તેના બધા સંબંધીઓ મૃત્યુ પામશે, એમ કહેવાને બદલે એમ કહ્યું કે તેમના કુટુંબમાં તેમના કરતાં કોઈની ઉંમર વધારે નહીં હોય. પરંતુ રાજાએ પંડિતની વાત સાંભળી ઘણો સંતોષ થયો. રાજાએ પંડિત જગન્નાથને ઈનામ પણ આપ્યું.

બોધપાઠ

જરૂરી નથી કે કડવું સત્ય કડવી રીતે જ કહેવામાં આવે. ઘણીવાર બોલવાની રીતથી અસર બદલાઈ શકે છે. જો સત્ય કડવું હોય કે ન ગમે તેવું હોય તો પણ તેને હળવી રીતે રજૂ કરી શકાય છે.

આ પણ વાંચજો – ગુરુ એક મહત્વપૂર્ણ ગ્રંથ લખી રહ્યાં હતાં. જ્યારે તેમનો ગ્રંથ છેલ્લા ચરણમાં હતો ત્યારે તેમને આભાસ થઈ ગયો કે હવે તે વધુ દિવસ જીવિત નહીં રહે એટલે મરતી વખતે ગુરુએ કહ્યું અધૂરો ગ્રંથ મારો પુત્ર નહીં મારો અભણ શિષ્ય પૂરો કરશે, જાણો આવું કેમ કહ્યું

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો