એક શિષ્ય હતો. તેણે ગુરુને પુછ્યું સંસારમાં જીવન જીવવાની સાચી રીત કઈ છે? ગુરુએ કહ્યું કે એક બે દિવસમાં તને આનો જવાબ આપીશ. બીજા દિવસે ગુરુ પાસે એક વ્યક્તિ થોડાક ફળો અને મીઠાઈ લઈને આવ્યો. તેણે પ્રણામ કરી બધી વસ્તુઓ ગુરુ સામે રાખી. ગુરુએ તે વ્યક્તિ સાથે વાત પણ કરી નહીં. પીઠ ફેરવી બધા ફળ અને મીઠાઈ ખાઈ ગયા. આ જોઈને વ્યક્તિ આશ્ચર્યમાં પડી ગયો. જાણો પછી શું થયું?

એક શિષ્ય હતો. તેણે ગુરુને પુછ્યું સંસારમાં જીવન જીવવાની સાચી રીત કઈ છે? ગુરુએ કહ્યું કે એક બે દિવસમાં તને આનો જવાબ આપીશ. બીજા દિવસે ગુરુ પાસે એક વ્યક્તિ થોડાક ફળો અને મીઠાઈ લઈને આવ્યો. તેણે પ્રણામ કરી બધી વસ્તુઓ ગુરુ સામે રાખી. ગુરુએ તે વ્યક્તિ સાથે વાત પણ કરી નહીં. પીઠ ફેરવી બધા ફળ અને મીઠાઈ ખાઈ ગયા. આવનાર વ્યક્તિ વિચારમાં પડી ગયો. તે મનમાં કહેવા લાગ્યો કે આ તો વિચિત્ર ગુરુ છે, હું કેટલી વસ્તુઓ તેમના માટે લાવ્યો તેણે મારી સામે જોયું પણ નહીં. કે મારી સાથે વાત પણ કરી નહીં.

એ વ્યક્તિ ગુસ્સે થઈને બબડતો બબડતો જતો રહ્યો. તેના ગયા પછી ગુરુએ શિષ્યને પુછ્યું કે તે વ્યક્તિ શું કહેતો હતો? શિષ્યએ કહ્યું કે ગુસ્સામાં એ ભાઈ કહેતા હતા કે હું ગુરુ માટે કેટલી વસ્તુઓ લાવ્યો અને ગુરુએ મારી સાથે વાત પણ કરી નહીં. ગુરુએ શિષ્યને કહ્યું કે સંસારમાં રહેવાની આ રીત યોગ્ય નથી.

થોડીવાર પછી બીજી વ્યક્તિ આવી. તે પણ ગુરુ માટે ફળો અને મીઠાઈની ટોપલી ભરીને લાવ્યો. ગુરુએ ફળો અને મીઠાઈને બાજુમાં ફેંકી દીધી અને તે વ્યક્તિ સાથે પ્રેમથી વાતો કરવા લાગ્યા. તમારી તબીયત કેવી છે? પરિવારમાં બધા શું કરે છે? નોકરી-ધંધો કેવો ચાલે છે? સ્વાસ્થ્ય કેવું છે? સંતાનો શું કરે છે? પૂજા-પાઠ કરો છો કે નહીં ? એવી અનેક અલક મલકની મીઠી વાતો કરી. પણ આ વ્યક્તિને પણ મનમાં વસવસો હતો કે સાધુ વિચિત્ર છે મારી મારી સાથે તો મીઠી વોતો કરે છે, પણ મારી મીઠાઈ અને ફળો ફેંકી દીધા.

તે પણ બબડતો ચાલ્યો ગયો. ગુરુએ શિષ્યને ફરી પુછ્યું કે તે વ્યક્તિ શું કહેતો હતો? શિષ્યએ કહ્યું કે તે વ્યક્તિ પણ નારાજ હતો અને કહેતો હતો કે ગુરુએ મારી વસ્તુઓનું અપમાન કર્યું. મારી વસ્તુઓમાં ઝેર હતું એવું સમજીને જાણે ફેંકી દીધી.

ગુરુએ કહ્યું જો સંસારમાં રહેવાની આવ રીત પણ યોગ્ય નથી.

થોડીવાર પછી ત્રીજી વ્યક્તિ ત્યાં આવી. તે પણ ગુરુ માટે ફળો અને મીઠાઈ લઈને આવી હતી. ગુરુએ તેમાંથી થોડીક મીઠાઈ પોતે ખાધી, બાકીની આસપાસના લોકોમાં વહેંચી દીધી, થોડીક મીઠાઈ અને ફળ તે વ્યક્તિને પણ આપી. આવનાર વ્યક્તિ સાથે ઘર-પરિવારની વાતો કરી. સત્સંગ પણ કર્યો. પછી તે ભાઈ જતા રહ્યા. હવે ગુરુએ કહ્યું કે તે ભાઈ શું કહેતા હતા?

શિષ્યએ કહ્યું કે તે ભાઈ તમારી પ્રશંસા કરતો હતો. તમારી સાથે સત્સંગથી તે ધન્યતા અનુભવતો હતો.

ગુરુએ કહ્યું કે સંસારમાં રહેવાની આ જ સાચી રીતે છે. ભગવાન જે આપે તે હંમેશા વહેંચીને ખાવું જોઈએ. ત્યાગની ભાવના સાથે ભગવાનને પ્રેમ કરવો જોઈએ. સંપર્કમાં આવનાર સાથે મીઠી વાતો કરવી જોઈએ. સંપીને રહેવું જોઈએ અને વહેંચીને ખાવું જોઈએ.

આ પણ વાંચજો:- એક વ્યક્તિ તેનું મહત્વનું કામ કરી કરી રહ્યો હતો પણ તેનું બાળક કામ નહોતું કરવા દેતું, ત્યારે પિતાએ વિચાર્યું આને વર્લ્ડ મેપના ટુકડા કરીને આપું, જોડવામાં 2-3 કલાક તો લાગશે, ત્યાં સુધી મારું કામ પૂરું થઈ જ જશે, પરંતુ બાળકે માત્ર 5 જ મિનિટમાં જોડી દીધો આખો મેપ, જાણો બાળકે કઈ રીતે આવું કર્યું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો