એક વ્યક્તિ તેનું મહત્વનું કામ કરી કરી રહ્યો હતો પણ તેનું બાળક કામ નહોતું કરવા દેતું, ત્યારે પિતાએ વિચાર્યું આને વર્લ્ડ મેપના ટુકડા કરીને આપું, જોડવામાં 2-3 કલાક તો લાગશે, ત્યાં સુધી મારું કામ પૂરું થઈ જ જશે, પરંતુ બાળકે માત્ર 5 જ મિનિટમાં જોડી દીધો આખો મેપ, જાણો બાળકે કઈ રીતે આવું કર્યું?

એક ઘરમાં પિતા તેનું મહત્વનું કામ કરી રહ્યા હતા. એ જ સમયે તેમનો નાનો દિકરો આવીને રમવા લાગ્યો, જેનાથી પિતા કંટાળી ગયા. પિતાએ બાળકને બહું સમજાવ્યું, છતાં માન્યું નહીં. છેવટે પિતાએ વિચાર્યું કે, આને કઈંક કામ આપી દઉં. જેથી મસ્તી ન કરી શકે. તેમણે બાળકની સ્કૂલ બેગ જોઇ તો અંદરથી એક વર્લ્ડ મેપ મળ્યો. પિતાએ એ મેપના ટુકડા-ટુકડા કરી નાખ્યા અને બાળકને કહ્યું જા આજ જોડીને લાવ. પિતાએ વિચાર્યું હતું કે, બાળકને આ બધુ જોડતાં 2-3 કલાક તો લાગશે જ, ત્યાં સુધી મારું કામ પૂરું થઈ જશે.

બાળક તો માત્ર 5 જ મિનિટમાં મેપ જોડીને પાછું આવ્યું. આ જોઇને વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે બાળકને પૂછ્યું કે, આ તે કેવી રીતે કર્યું?

બાળકે જણાવ્યું કે, તેણે મેપ નહીં, તેની પાછળનું કાર્ટુન જોડ્યું છે. આ જોઇ પિતા પણ દંગ રહી ગયા.

બાળકે અજાણતાં જ પિતાને બહુ મોટી શીખ આપી દીધી. પિતા મેપની માત્ર એકજ બાજુ જોઇ રહ્યા હતા, જેને જોડવી ખરેખર બહુ મુશ્કેલ હતી અને બહુ મોટી સમસ્યા પણ. તેમણે પાછળનું કાર્ટુન જોયું જ નથી. જેમાં આ આખી સમસ્યાનું સરળ સમાધાન છૂપાયેલું હતું. દરેક સમસ્યાનો હલ સરળતાથી આવી શકે છે. જરૂર છે તો માત્ર એ તરફ વિચારવાની.

બોધપાઠ– મોટાભાગના લોકો સમસ્યાઓ વિશે વિચારે છે અને ચિંતામાં રહે છે, જ્યારે આપણે સમસ્યાના સમાધાન વિશે વિચારવાની જરૂર છે. એક સમસ્યાનું સમાધાન ઘણી અલગ-અલગ રીતે મેળવી શકાય છે.

આ પણ વાંચજો:- એક વૃદ્ધા પાસે જે પણ હતું એ બધું જ ભગવાનને ચઢાવી દેતી, રોજ સવારે ઘરનો કચરો પણ ભગવાનને ધરાવી દેતી હતી અને કહેતી, તારું તને જ અર્પણ. ગામના લોકોએ જ્યારે આ જોયું ત્યારે કહ્યું, આ તો હદ જ કહેવાય. ફૂલ ચઢાવો, મિઠાઇ ચઢાવો, પરંતુ ભગવાનને કચરો કેવી રીતે ચઢાવાય? જાણો પછી શું થયું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો