એક ડાકૂ લોકોને લૂટીને પોતાનું ઘર ચલાવતો હતો, એક દિવસ જંગલમાંથી નારદ મુનિ પસાર થતાં હતાં, તે નારદ મુનિને મારવા માટે આગળ વધ્યો ત્યારે નારદ મુનિએ તેને પૂછ્યું કે તું આ પાપ કોના માટે કરી રહ્યો છે. તેણે કહ્યું મારી પત્ની અને બાળકનું પેટ ભરવા માટે, તો જા પહેલાં તેમને પૂછીને આવ કે તે તારા પાપમાં તારા ભાગીદાર બનશે? જાણો પછી શું થયું?

એક ડાકૂ હતો. તેનું નામ રત્નાકર હતું. તેનો ઉછેર એક ભીલે કર્યો હતો. લોકોને લૂટીને તે પોતાનું ઘર ચલાવતો હતો. લગ્ન થઇ ગયા હતાં, બાળકો પણ હતાં. એક દિવસ રત્નાકર જંગલથી પસાર થઈ રહ્યો હતો, તેણે નારદ મુનિને જોયાં. તેને થયું કે આજે નારદ મુનિને લૂટી લઉ.

તે નારદ મુનિ પાસે પહોંચ્યો. નારદ મુનિ પાસે કિંમતી સામાન તો હતો નહીં. રત્નાકરે વિચાર્યું, આ સાધુની હત્યા કરી દઉ. તે નારદ મુનિને મારવા માટે આગળ વધ્યો ત્યારે નારદ મુનિએ તેને પૂછ્યું કે તું આ પાપ કોના માટે કરી રહ્યો છે. રત્નાકરે કહ્યું, મારી પત્ની અને બાળકનું પેટ ભરવા માટે.

નારદ મુનિએ ફરી પૂછ્યું- આ પાપની મૃત્યુ પછી કે ભવિષ્યમાં તારે જે સજા ભોગવવી પડશે, શું તેમાં તને તારો પરિવાર સાથ આપશે. રત્નાકર બોલ્યો, તેઓ કેમ નહીં કરે? જ્યારે અમે હળી-મળીને બધું જ ખાઈએ-પીએ છીએ તો સજા વખતે પણ તેઓ મારી સાથે રહેશે.

નારદ મુનિ ખૂબ જ ધૈર્યવાન હતાં, તેમણે કહ્યું, એકવાર પરિવારના લોકોને પૂછી તો લો.

રત્નાકરે વિચાર કર્યો અને પરિવારને પૂછવા માટે જતો રહ્યો. તેણે પોતાના ઘરે જઇને પત્ની અને બાળકોને આ સવાલ કર્યો, ત્યારે પત્ની અને બાળકોએ સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે જવાબ આપ્યો કે આ પાપ તો તમારા છે, તમે કરી રહ્યા છો, અમે શા માટે ભાગીદાર બનીએ. અમારો ઉછેર કરવો તમારી જવાબદારી છે, પરંતુ અમારામાથી કોઇએ તમને એવું કહ્યું નથી કે તમે લૂટ કે હત્યા કરીને ધન એકઠું કરો.

રત્નાકર જવાબ સાંભળીને નારદ મુનિ પાસે પાછો આવ્યો અને બધી જ વાત જણાવી. નારદ મુનિએ કહ્યું, વિચાર તારા કર્મોમાં તેઓ ભાગીદાર બનવા માગતાં નથી, જેમના માટે તુ આ બધું કરી રહ્યો છે. રત્નાકરે કહ્યું, મહારાજ તો પછી મારે શું કરવું જોઈએ. હું મારા પાપથી મુક્તિ કેવી રીતે મેળવું. નારદ મુનિએ રત્નાકરને રામનું નામ આપ્યું અને કહ્યું- આ નામનો દિવસભર જાપ કરો, તેનાથી તારા પાપ દૂર થઈ જશે. રત્નાકર ભણેલો હતો નહીં, સાધુઓના ત્યાંથી જતા રહ્યા પછી તે નામ ભૂલી ગયો અને રામ-રામની જગ્યાએ મરા-મરા નામનો જાપ કરવા લાગ્યો.

છતાંય એક દિવસ તે નામના જાપનો અસર થયો અને રત્નાકર આદિ કવિ વાલ્મીકિ બની ગયાં. જેમણે રામાયણ લખી.

બોધપાઠ– સંત-મહાત્મા અને જ્ઞાની લોકોની સલાહ માની લેવી જોઈએ, તેનાથી કલ્યાણ જ થાય છે. રત્નાકરે સાધુઓની સલાહ માની અને પોતાના પરિવારને પૂછવા જતો રહ્યો કે તેના પાપમાં ભાગીદાર કોણ બનશે. આ સલાહે તેનું સંપૂર્ણ જીવન બદલી દીધું.

આ પણ વાંચજો:- એક શિષ્ય હતો. તેણે ગુરુને પુછ્યું સંસારમાં જીવન જીવવાની સાચી રીત કઈ છે? ગુરુએ કહ્યું કે એક બે દિવસમાં તને આનો જવાબ આપીશ. બીજા દિવસે ગુરુ પાસે એક વ્યક્તિ થોડાક ફળો અને મીઠાઈ લઈને આવ્યો. તેણે પ્રણામ કરી બધી વસ્તુઓ ગુરુ સામે રાખી. ગુરુએ તે વ્યક્તિ સાથે વાત પણ કરી નહીં. પીઠ ફેરવી બધા ફળ અને મીઠાઈ ખાઈ ગયા. આ જોઈને વ્યક્તિ આશ્ચર્યમાં પડી ગયો. જાણો પછી શું થયું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો