એક ગરીબ યુવકને સંતે આપ્યો જાદુઈ ઘડો, તેનાથી તેની દરેક ઈચ્છા થઈ જતી હતી પૂરી, સંતે એક ચેતવણી પણ આપી હતી, યુવક તેને ભૂલી ગયો અને એક દિવસ એવું જ થયું જેનો ડર હતો, જાણો શું થયું?

કોઈ ગામમાં ગરીબ યુવક રહેતો હતો. ગરીબીથી કંટાળીને તેણે એક દિવસ આપઘાત કરવાનું વિચાર્યુ. જ્યારે તે નદી કિનારે પહોંચ્યો તો તેને એક સંત મળ્યા. તેણે સંતને આખી વાત જણાવી. સંતે કહ્યુ – મારી પાસે એક જાદુઈ ઘડો છે.

તું જે પણ તેની પાસે માંગીશ તે તને તરત મળી જશે. આ રીતે તારી સમસ્યા દૂર થઈ જશે. સંતે ચેતવણી પણ આપી કે જે દિવસે તે ઘડો ફૂટી જશે, તે દિવસે જે પણ તે તેની પાસે માંગ્યુ છે તે ગાયબ થઈ જશે. જો તું 2 વર્ષ મારી સેવા કરીશ તો હું તને તે ઘડો આપી દઇશ. અને જો તું 5 વર્ષ સુધી મારી સેવા કરીશ તો હું તને આવો ઘડો બનાવવાની કળા પણ શીખવી દઇશ. યુવકે કહ્યુ – મહારાજ, હું 2 વર્ષ સુધી તમારી સેવા કરવા માટે તૈયાર છું, બદલામાં તમે મને તે જાદુઈ ઘડો આપી દેજો. સંતે કહ્યુ – સારું, જેવી તારી ઈચ્છા.

જાદુઈ ઘડો મળતા જ તે યુવકે પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરી લીધી. અચાનક ઘણું બધુ ધન આવી જવાના કારણે તેને દારુ પીવાની ખરાબ આદત લાગી ગઈ. એક દિવસ નશામાં તેનાથી જાદુઈ ઘડો ફૂટી ગયો. ઘડો ફૂટતા જ તેનું બધુ ધન પણ ગાયબ થઈ ગયું.

યુવકે વિચાર્યુ કે કાશ રૂપિયા આવ્યા પછી હું ખરાબ આદતોમાં ન પડ્યો હોત અથવા મેં સંત પાસે જાદુઈ ઘડો બનાવવાની કળા શીખી દીધી હોત તો આજે હું ફરીથી ગરીબ ન બન્યો હોત પરંતુ હવે પસ્તાવો કરવા સિવાય તે યુવક પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો બચ્યો.

બોધપાઠ

આ કહાણીથી આપણને બે શીખ મળે છે, પહેલી એ કે સફળતા મેળવવાની બે રીત હોય છે. એક નાની અને બીજી મોટી. બધા લોકો જલદી સફળ થવા ઈચ્છે છે પરંતુ આ સફળતા વધુ દિવસ નથી ટકી શકતી. બીજી શીખ એ છે કે જ્યારે મહેનત કર્યા વિના રૂપિયા આવે છે તો પોતાની સાથે અનેક બુરાઈઓ પણ લાવે છે. આપણે તે બુરાઈઓથી બચીને રહેવું જોઈએ નહીં તો પાછળથી પસ્તાવો કરવો પડે છે.

આ પણ વાંચજો – ગામમાં એક ભીખારી હતો જે કાયમ ડરેલો રહેતો હતો અને લોકો સાથે વાત કરતા પણ ગભરાતો હતો, એક દિવસ અચાનક પંચાયતમાં તે બૂમો પાડવા લાગ્યો અને લોકોને ધમકાવવા લાગ્યો, બદલાયેલા વ્યવહારથી બધા પરેશાન હતા, પછી તેના ઘરેથી મળ્યું કંઈક એવું જેનાથી સમજાઇ ગયું તેના બદલાયેલા વ્યવહારનું કારણ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો