ગામમાં એક ભીખારી હતો જે કાયમ ડરેલો રહેતો હતો અને લોકો સાથે વાત કરતા પણ ગભરાતો હતો, એક દિવસ અચાનક પંચાયતમાં તે બૂમો પાડવા લાગ્યો અને લોકોને ધમકાવવા લાગ્યો, બદલાયેલા વ્યવહારથી બધા પરેશાન હતા, પછી તેના ઘરેથી મળ્યું કંઈક એવું જેનાથી સમજાઇ ગયું તેના બદલાયેલા વ્યવહારનું કારણ

આ છત્તીસગઢની એક લોક કથા છે. કોઈ ગામમાં એક ભીખારી રહેતો હતો. તે ગામના મંદિરની બહાર બેસીને ભીખ માંગતો હતો. કાયમ પોતાની ખરાબ સ્થિતિના કારણે તે ડરેલો અને ગભરાયેલો રહેતો હતો. લોકો સાથે વધુ વાત નહોતો કરતો. ન તો ગામમાં કોઈ ઉત્સવમાં તે સામેલ થતો હતો. લોકો જે આપતા દાનમાં તેનાથી જ પોતાનું જીવન વીતાવતો. ક્યારેક કોઈ તેને ખીજાઈ પણ દેતા તો કોઈ ગાળો પણ આપી દેતા હતા. કાયમ તે સાંભળીને ચૂપ રહી જતો હતો. ગામના લોકોમાં તે મજાકનો વિષય હતો.

એક દિવસ ગામની પંચાયતમાં કોઈ મુદ્દા પર ચર્ચા ચાલી રહી હતી. મંદિરના કોઈ ઉત્સવને લઈને વાત થઈ રહી હતી. બધા પંચ પોતાની-પોતાની વાતો મૂકી રહ્યા હતા. કોઈ નિર્ણય નહોતો થઈ રહ્યો. ત્યારે ભીખારી પોતાની જગ્યાથી ઊભો થઈને આવ્યો અને પંચોની વાતો સાંભળવા લાગ્યો. જ્યારે કોઈ નિર્ણય નહોતો લેવાઈ રહ્યો તો તેણે બોલવાનું શરૂ કર્યુ. લોકોએ તેને અટકાવ્યો. તે બધાને સમજાવવા લાગ્યો. પોતાના તર્ક મૂકવા લાગ્યો. કેટલાક લોકોને તો તેણે વચ્ચે અટકાવવા ઉપર ખીજાઇ દીધું. બધા ભીખારીને જ જોઇ રહ્યા હતા. કોઈ સમજી નહોતું શકતું કે આખરે કાયમ ચૂપ રહેવાનો ભીખારી આજે આટલું કેવી રીતે બોલી રહ્યો છે, લોકોને ખીજાઈ રહ્યો છે.

પોતાની વાત કહ્યા પછી ભીખારી ગીત ગાતા પોતાની ઝૂંપડી તરફ જતો રહ્યો. લોકો દંગ રહી ગયા. પંચાયતનો મુદ્દો પોતાની જગ્યાએ રહી ગયો. લોકો વાત કરવા લાગ્યા કે આખરે તેમાં આટલી હિમ્મત કયાંથી આવી ગઈ. લોકો સમજી નહોતા શકતા. દિવસો પસાર થઈ ગયા. પરંતુ ભીખારીના વ્યવહારમાં એકદમથી આટલો પરિવર્તન આવી ગયો કે તે લોકોથી મળતી વસ્તુઓમાં પણ ખોટ કાઢવા લાગ્યો. ઓછી ભીખ મળવા પર ગાળો આપતો. ગામના લોકો પરેશાન થઈ ગયા. કોઈને કંઈ સમજમાં નહોતું આવી રહ્યુ.

લોકોએ આ વાતની ચર્ચા કરવાની શરૂ કરી દીધી. ત્યારે ગામના એક વૃદ્ધ વ્યક્તિએ લોકોને સમજાવ્યા કે ભીખારીના વ્યવહારમાં આવેલા આ ફેરફારનું કોઈ મોટું કારણ છે. તેની પાછળ કોઈ તાકત છે જેના વિશે આપણને ખબર નથી. આપણે તેના વિશે જાણવું જોઈએ. વૃદ્ધે લોકોને સલાહ આપી કે તેની ઝૂંપડી તપાસવી જોઈએ. ત્યાં કોઈ રહસ્ય છે. લોકો તેની ઝૂંપડીની તરફ જવા લાગ્યા. ઝૂંપડીની તપાસ લીધી. ત્યાં તેમને ભેગા કરેલા ઘણા રૂપિયા મળ્યા. જે ભીખારીએ ભીખ માંગીને જમા કર્યા હતા. વૃદ્ધે સમજાવ્યું કે આ તેની તાકત છે. તેને સંતાડી દો. લોકોએ ભીખારીના રૂપિયા સંતાડી દીધા.

બે દિવસમાં ભીખારીની હાલત ફરીથી એવી જ થઈ ગઈ. તે ફરી ડરેલો ફરવા લાગ્યો. કોઈ સાથે વાત નહોતો કરતો. વૃદ્ધે સમજાવ્યું કે જુઓ આ રૂપિયાની તાકત હતી, જ્યારે તેની પાસે ઘણા રૂપિયા જમા થઈ ગયા તો તે લોકો સાથે ખરાબ વ્યવહાર કરવા લાગ્યો હતો. હવે રૂપિયા જતા રહ્યા તો તેની હાલત ફરીથી એવી જ થઈ ગઈ. લોકોએ ભીખારી ને બોલાવ્યો અને તેને સમજાવ્યું કે રૂપિયાના અભિમાનમાં આવું ન કરે. લોકોનું અપમાન ન કરો. પછી લોકોએ તેને તેના રૂપિયા પાછા આપી દીધા. તેણે બધા પાસે માફી માંગી.

આ પણ વાંચજો – રાજા ભોજ પોતાને ખૂબજ મોટા ધર્માત્મા સમજતા હતા. તેમણે પોતાના રાજ્યમાં ઘણાં મંદિર, ધર્મશાળાઓ, કૂવા અને નદીઓ બનાવડાવી હતી. તેમના મનમાં આ કાર્યો માટે ગર્વ પણ હતો, પરંતુ એક રાતે બદલાઇ ગઈ તેની વિચારસરણી, વાંચો પ્રેરક પ્રસંગ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો