રાજાને ત્રણ ઉમ્મેદવારોમાંથી કોઈ એકને બનાવવાનો હતો પોતાનો વજીર, તેણે ત્રણેયને પૂછ્યો એક જ સવાલ – જો મારી અને તમારી દાઢીમાં એક સાથે આગ લાગી જાય તો તમે શું કરશો?

પ્રાચીન સમયમાં એક મુગલ બાદશાહના વજીરે રજા લઈ લીધી. તેના પછી રાજાને નવા વજીરની નિમણુક કરવાની હતી. વજીરના પદ માટે મોટી સંખ્યામાં અનેક ઉમ્મેદવારો પહોંચ્યા. મુશ્કેલ પરીક્ષાઓ પસાર કરી માત્ર 3 જ ઉમ્મેદવારો છેલ્લા તબક્કા સુધી પહોંચી શક્યા.

રાજાએ ત્રણેય ઉમ્મેદવારોને વારાફરતી એક-એક પ્રશ્ન પૂછ્યો કે માની લો મારી અને તમારી બંનેની દાઢીમાં એક સાથે આગ લાગી જાય તો તમે તરત શું કરશો?

પહેલા ઉમ્મીદવારે કહ્યું કે સૌથી પહેલા હું પોતાની દાઢીની આગ ઠારીશ. તેના પછી તમારી દાઢીની આગ ઠારીશ. આ વાત પર રાજાએ કહ્યું કે આટલી વારમાં તો આગ મારા ચહેરાને જલાવી દેશે.

બીજાએ કહ્યું કે હું પહેલા તમારી દાઢીની આગ ઠારીશ અને પછી પોતાની દાઢીની આગ ઠારીશ. તો રાજાએ કહ્યું કે આટલી વારમાં આગ તારા ચહેરાને જલાવી દેશે.

ત્રીજા ઉમ્મેદવારે કહ્યું કે જહાંપનાહ હું એક હાથથી તમારી દાઢીની આગ ઠારીશ અને બીજા હાથથી પોતાની દાઢીની આગ ઠારીશ.

ત્રીજા ઉમ્મેદવારનો જવાબ સાંભળ્યા પછી બાદશાહે તેને જ પોતાનો વજીર બનાવ્યો. બાદશાહે કહ્યું કે પોતાની જરૂરને નજર અંદાજ કરનાર નાદાન હોય છે. જે વ્યક્તિ માત્ર પોતાનું હિત ઈચ્છે તે સ્વાર્થી હોય છે. જે વ્યક્તિ પોતાની જરૂરની સાથે જ બીજાનું હિત ઈચ્છે, તે શ્રેષ્ઠ વ્યક્તિ હોય છે. એટલે ત્રીજા ઉમ્મેદવારને વજીર બનાવવામાં આવ્યો.

આ પણ વાંચજો – એક દેશ ઉપર પાડોસી દેશે કરી દીધો હુમલો, આ સાંભળીને રાજા ગભરાઈ ગયા કેમ કે તેમની પાસે ઘણા ઓછા સૈનિકો હતા, રાજાએ આ વાત પોતાના સેનાપતિને જણાવી ત્યારે સેનાપતિએ એક સિક્કો ઉછાડીને કર્યો હાર અને જીતનો નિર્ણય

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો