એક રાજાએ પોતાના સેવકને કહ્યું – તું આવી જ રીતે મન લગાવીને કામ કર, હું તને એક દિવસ 1000 સ્વર્ણ મુદ્રાઓ આપીશ, સેવક દિવસ-રાત કરવા લાગ્યો સેવા અને એક દિવસ તેનાથી એક ભૂલ થઈ ગઈ, જાણો પછી શું થયું

પ્રાચીન સમયમાં એક રાજા પોતાના સેવકની સેવાથી ખૂબ પ્રસન્ન હતા. તેમણે સેવકને કહ્યુ કે તું આવી જ રીતે મન લગાવીને કામ કર, એક દિવસ હું તને એક હજાર સ્વર્ણ મુદ્રાઓ આપીશ. આ વાત સાંભળીને સેવક ખુશ થઈ ગયો. ઘરે જઇને તેણે પોતાની પત્નીને આ વાત જણાવી તો તેણે પણ કહ્યુ કે હવે રાજાની સેવામાં કોઈ કમી ન રાખજો, નહીં તો આપણું નુકસાન થઈ જશે.

તેના પછી સેવક રાત-દિવસ રાજાની સેવામાં લાગેલો રહેતો. ક્યારેય રજા ન લેતો, રાજા પણ તેનાથી ખુશ હતા. સેવકને એક હજાર સ્વર્ણ મુદ્રાઓનું લાલચ હતુ, તેના કારણે તેણે ક્યારેય પણ કોઈ અન્ય કામ કરવા વિશે ન વિચાર્યુ. માત્ર રાજાની સેવા કરતો.

ધીમે-ધીમે સમય પસાર થવા લાગ્યો. તેને રાજાને સ્વર્ણ મુદ્રાઓ ન આપી, પરંતુ તેને આશા હતી કે એક દિવસ રાજા પોતાની વાત જરૂર પૂરી કરશે. ઘણો સમય વીતી ગયો અને તે વૃદ્ધ થઈ ગયો. એક દિવસ તેનાથી ભૂલ થઈ ગઈ, જેના કારણે રાજા ક્રોધિત થઈ ગયા. રાજાએ સેવકને નોકરીમાંથી કાઢી મૂક્યો. સેવકે ખૂબ પ્રાર્થના કરી, પરંતુ રાજા ન માન્યા.

હવે સેવકને ખૂબ દુખ થઈ રહ્યુ હતુ કારણ કે તેણે એક હજાર સ્વર્ણ મુદ્રાઓના લાલચમાં કોઈ અન્ય કામ ન શીખ્યુ, યુવાવસ્થા આવી જ રીતે પસાર થઈ ગઈ અને હવે તે વૃદ્ધાવસ્થામાં કોઈ અન્ય કામ પણ નહોતો કરી શકતો.

બોધપાઠ

આ કહાણીથી શીખવા મળે છે કે લાલચના ચક્કરમાં સમય વ્યર્થ ન ગુમાવવો જોઈએ. કાયમ કંઈ શીખવા માટે તૈયાર રહેવું જોઈએ. જો તે સેવક સમય રહેતા કેટલીક અન્ય વસ્તુઓ શીખી લેતો તો વધુ ધન કમાઇ શકતો હતો, પરંતુ તે હજાર સ્વર્ણ મુદ્રાઓની લાલચમાં ફંસાઇ ગયો.

આ પણ વાંચજો – એક યુવકે સંતને કહ્યુ કે મેં શિક્ષા પૂરી કરી લીધી છે, હું પોતાનું સારું-ખરાબ સમજું છું, તેમ છતાં પણ માતા-પિતા મને રોજ સત્સંગમાં મોકલે છે, જ્યારે હું આટલો જ્ઞાની છું તો મને સત્સંગની શું જરૂર છે? સંતે ત્રણ દિવસમાં સમજાવ્યો આ પ્રશ્નનો જવાબ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો