એક યુવકે સંતને કહ્યુ કે મેં શિક્ષા પૂરી કરી લીધી છે, હું પોતાનું સારું-ખરાબ સમજું છું, તેમ છતાં પણ માતા-પિતા મને રોજ સત્સંગમાં મોકલે છે, જ્યારે હું આટલો જ્ઞાની છું તો મને સત્સંગની શું જરૂર છે? સંતે ત્રણ દિવસમાં સમજાવ્યો આ પ્રશ્નનો જવાબ

એક યુવક સંત કબીર પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ‘ગુરુદેવ, મેં મારી શિક્ષાથી પૂરતું જ્ઞાન મેળવી લીધુ છે. હું વિવેકી છું અને પોતાનું સારું-ખરાબ સારી રીતે સમજું છું, પરંતુ તેમ છતા મારા-પિતા મને સતત સત્સંગની સલાહ આપતા રહે છે. જ્યારે હું આટલો જ્ઞાની છું, તો મને રોજ સત્સંગની શું જરૂર છે?’

કબીરે મૌન રહીને આપ્યો જવાબ

કબીરે તેના પ્રશ્નનો મૌખિક જવાબ ન આપતા એક હથોડો ઉપાડ્યો અને નજીક જ જમીન પર લગાવેલા એક ખીલ્લા પર મારી દીધો. યુવક અણગમતા ભાવથી ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે તે પાછો કબીર પાસે આવ્યો અને બોલ્યો, ‘મેં તમારેથી ગઈ કાલે એક પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ તમે જવાબ ન આપ્યો. શું તમે આજે જવાબ આપશો?’ કબીરે ફરી ખીલ્લા ઉપર હથોડો માર્યો, પરંતુ કહ્યુ કંઈ નહીં. યુવકે વિચાર્યુ કે સંત પુરુષ છે કદાચ આજે પણ મૌનમાં છે.

ત્રીજા દિવસે યુવક ફરી આવ્યો

તે ત્રીજા દિવસે આવ્યો અને પ્રશ્ન રિપીટ કર્યો. કબીરે ફરીથી ખીલ્લા ઉપર હથોડો માર્યો. હવે યુવક પરેશાન થઈને બોલ્યો, ‘આખરે તમે મારી વાતનો જવાબ કેમ નથી આપી રહ્યા? હું ત્રણ દિવસથી તમારી પાસે પ્રશ્ન પૂછી રહ્યો છું.

કબીરે જણાવ્યું હું તને રોજ જવાબ આપી રહ્યો છું

ત્યારે કબીરે કહ્યુ, ‘હું તો તને રોજ જવાબ આપી રહ્યો છું. હું આ ખીલ્લા પર દરરોજ હથોડો મારીને જમીનમાં તેની પકડ મજબૂત કરી રહ્યો છું. જો હું આવું નહીં કરું તો તેનાથી બંધાયેલા પશુઓ દ્વારા ખેંચ-તાણમાં અથવા કોઈ ઠેસ લાગવાથી અથવા જમીનમાં થોડી હલન-ચલનથી આ નીકળી જશે. આ જ કામ સત્સંગ આપણાં માટે કરે છે. તે આપણાં મનરૂપી ખીલ્લા પર સતત પ્રહાર કરે છે, જેથી આપણી પવિત્ર ભાવનાઓ મજબૂત બની રહે અને બહારની બુરાઇઓ આ ભાવનાઓને હલાવી ન શકે. યુવકને કબીરે યોગ્ય દિશા બતાવી દીધી. રોજ સત્સંગ કરવાથી હ્રદયમાં રહેલી આપણી બુરાઇઓ દૂર થાય છે અને સારાપણું વધે છે. એટલે સત્સંગ આપણાં જીવનનો ફરજિયાત ભાગ હોવો જોઈએ.’

આ પણ વાંચજો – સંત એક ઘરે ભીક્ષા માંગવા ગયા, અંદરથી નાની બાળકી આવી અને બોલી – બાબા અમે ગરીબ છીએ, અમારી પાસે આપવા માટે કંઈ નથી, સંતે કહ્યુ – દીકરી ઇન્કાર ન કર, આંગણાની માટી જ આપી દે, શિષ્યે પૂછ્યુ કે ગુરુજી માટી કેમ લીધી?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો