એક રાજા રોજ સવારે સાધુ-સંતોને ધનનું દાન આપતો હતો. એક દિવસ રાજાના મહેલમાં એક જાણીતા સંત આવ્યા. તેને સંતને કહ્યું કે હું તમારી ઈચ્છા પૂરી કરવા માંગુ છું, તમે કહો કે હું તમારાં માટે શું કરી શકું? જાણો સંતે શેનું દાન માંગ્યું.

જૂના જમાનામાં એક રાજા રોજ સવારે સાધુ-સંતોને ધનનું દાન આપતો હતો. એક દિવસ રાજાના મહેલમાં એક જાણીતા સંત આવ્યા. રાજા ખૂબ જ ખુશ થયો, તેને સંતને કહ્યું કે હું તમારી ઈચ્છા પૂરી કરવા માંગુ છું, તમે કહો કે હું તમારાં માટે શું કરી શકું?

સંતે કહ્યું કે મહારાજ તમે પોતે જ પોતાની ઈચ્છા પ્રમાણે મને દાન આપી શકો છો. તમે જે દાન આપશો, તે હું સ્વીકારી લઈશ.

રાજાએ કહ્યું કે ગુરુજી હું તમને આખું રાજ્ય તમને સમર્પિત કરું છું.

સંતે જવાબ આપ્યો કે રાજા આ રાજ્ય તમારું નથી તમારી પ્રજાનું છે. તેને તમે દાનમાં ન આપી શકો.

રાજાએ કહ્યું કે આ મહેલ લઈ લો. સંતે જવાબ આપ્યો કે રાજા આ મહેલ રાજ્યનું કામકાજ ચલાવવા માટે છે. આ મહેલ પર પણ પ્રજાનો જ હક છે.

ત્યારબાદ રાજાએ ઘણું વિચાર્યું અને કહ્યું કે ગુરુદેવ હું આ શરીર તમને સમર્પિત કરું છું. હું આજીવન તમારી સેવા કરીશ.

સંતે કહ્યું કે હે રાજા, આ શરીર પર પણ તમારો હક નથી. આ શરીર તમારી પત્ની અને તમારાં બાળકોનું છે. તમે તેને દાનમાં ન આપી શકો.

હવે રાજા પરેશાન થઈ ગયો કે સંતને દાનમાં શું આપું? રાજાએ સંતને પૂછ્યું કે ગુરુદેવ તમે જ કહો કે હું તમને શું આપું?

સંત બોલ્યા કે રાજા તમે મને તમારાં અહંકારનું દાન કરો. રાજા માટે અહંકાર એક દોષ છે. તેનો ત્યાગ કરો.

બોધપાઠ

અહંકાર એક એવો દોષ છે, જેના લીધે વ્યક્તિને ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન નથી મળી શકતું. એટલા માટે અહંકારથી બચવું જોઈએ.

આ પણ વાંચજો- એક રાજકુમારી પોતાના આ જીવનથી ખુશ ન હતી, તે હંમેશાં દુઃખી રહેતી હતી, તે મરવા માટે એક પહાડ તરફ ચાલી નિકળી. રસ્તામાં તેને જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ કૂતરાઓને ભોજન ખવડાવી રહ્યો હતો અને તેની દેખભાળ કરી રહ્યો હતો. જાણો પછી શું થયું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો