એક રાજકુમારી પોતાના આ જીવનથી ખુશ ન હતી, તે હંમેશાં દુઃખી રહેતી હતી, તે મરવા માટે એક પહાડ તરફ ચાલી નિકળી. રસ્તામાં તેને જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ કૂતરાઓને ભોજન ખવડાવી રહ્યો હતો અને તેની દેખભાળ કરી રહ્યો હતો. જાણો પછી શું થયું.

એક લોકકથા પ્રમાણે એક નગરમાં રાજકુમારી રહેતી હતી, તેની પાસે સુખ-સુવિધાની બધી વસ્તુઓ હતી, દાસીઓ દરેક સમયે તેની સેવામાં લાગેલી રહેતી હતી. તેમ છતાં રાજકુમારી પોતાના આ જીવનથી ખુશ ન હતી, તે હંમેશાં દુઃખી રહેતી હતી. તે સમજી શકતી ન હતી કે તેને શું કરવું જોઈએ જેનાથી તેને ખુશી મળે.

એક દિવસ રાજકુમારીએ વિચાર્યું કે આવું જીવન કોઈ કામનું નથી. તે મરવા માટે એક પહાડ તરફ ચાલી નિકળી. રસ્તામાં તેને જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ કૂતરાઓને ભોજન ખવડાવી રહ્યો હતો અને તેની દેખભાળ કરી રહ્યો હતો.

તે વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો, જાણે કે તેના જીવનમાં કોઈ પરેશાની જ ન હોય. રાજકુમારીએ વૃદ્ધને પોતાનો પરિચય આપ્યો અને પૂછ્યું કે દાદાજી તમે આટલા ખુશ દેખાઈ રહ્યા છો, તેનું કારણ શું છે?

વૃદ્ધે જવાબ આપ્યો કે રાજકુમારીજી થોડા દિવસ પહેલાં મારી પત્ની અને બાળકો એક દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. હું ખૂબ જ નિરાશ થઈ ગયો હતો અને પોતાના જીવનને ખતમ કરી નાખવા માંગતો હતો. ત્યારે રસ્તામાં કૂતરાનું નાનું બચ્ચું મારી પાછળ આવી ગયું. હું તને બચાવવા માટે ઝડપથી દોડીને પોતાના ઘરે આવી ગયો, પાછળ-પાછળ તે બચ્ચું પણ આવી ગયું. મેં દરવાજો બંધ કરી દીધો. થોડીવાર પછી બહાર જોયું તો તે કૂતરાંનું બચ્ચું ઠંડીને લીધે કાંપી રહ્યું હતું, મને તેની ઉપર દયા આવી ગઈ. મેં તેને ધાબળામાં લપેટી લીધું, પીવા માટે દૂધ આપ્યું. થોડીવારમાં તે બચ્ચું સામાન્ય થઈ ગયું. આ જોઈને મને ઘણી ખુશી મળી.

તે દિવસે હું સમજી ગયો કે જો હું દુઃખી છું તો બીજાને કમ સે કમ ખુશી તો આપી જ શકું છું. ત્યારથી મેં આ મૂંગા કૂતરાંઓની સેવા કરવાનું શરૂ કરી દીધું. હવે હું આ જીવનથી ખૂબ જ ખુશ છું.

રાજકુમારીને પણ એવું લાગ્યું કે તેને પણ બીજાની ભલાઈનું કામ કરવું જોઈએ, તેનાથી જ અસલી ખુશી મળશે. એમ વિચારીને તે પોતાના મહેલમાં આવી ગઈ અને તે દિવસથી તેને ગરીબોની સેવા કરવાનું શરૂ કરી દીધું.

બોધપાઠ

આ કથાની શીખ એ છે કે જ્યારે આપણે નિરાશ હોઈએ કે જીવનથી ખુશ ન હોઈએ ત્યારે આપણું જીવન બીજાના સુખ માટે સમર્પિત કરી દેવું જોઈએ. એમ કરવાથી આપણા લીધે બીજાના જીવનમાં ખુશીઓ આવી શકે છે.

આ પણ વાંચજો – જંગલમાં સિંહે હંસને પોતાનો મંત્રી બનાવ્યો હતો, એકવાર બ્રાહ્મણ જંગલમાંથી જતો હતો તેને હંસ મળ્યો, બ્રાહ્મણે હંસને પોતાની પરેશાનીઓ જણાવી. હંસ તેને સિંહ પાસે લય ગયો, સિંહે તેને ધન આપીને મદદ કરી. થોડા સમય પછી જ્યારે બ્રાહ્મણ ફરી ધનની મદદ માટે જંગલમાં આવ્યો ત્યારે શું થયું? જાણો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો