એક દિવસ સુથારને માર્ગમાં મોટું લાકડું મળ્યું. તે તેને ઘરે લાવ્યો. તે સિંહાસન બનાવવા માટે લાકડાને કાપવા લાગ્યો. આ દરમિયાન લાકડું બૂમો પાડવા લાગ્યું કે “મને ના કાપો, ખૂબજ દર્દ થાય છે” સુથારે તેને બહુ સમજાવ્યું કે થોડું દર્દ સહન કરી લે, પણ તે માન્યું નહીં. જાણો પછી શું થયું?

સુથાર એક દિવસ પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. માર્ગમાં તેને મોટું લાકડું મળ્યું. તે તેને ઘરે લાવ્યો. સુથારે વિચાર્યું કે હું આ લાકડાંમાંથી રાજા માટે ભવ્ય સિંહાસન બનાવીશ. તે સિંહાસન બનાવવા માટે લાકડાને કાપવા લાગ્યો. આ દરમિયાન લાકડું બૂમો પાડવા લાગ્યું કે “મને ના કાપો, મને ના કાપો, ખૂબજ દર્દ થાય છે. મને આમ જ છોડી દો.” સુથારે તેને બહુ સમજાવ્યું કે થોડું દર્દ સહન કરી લે, પણ તે માન્યું નહીં. આથી સુથારે તે લાકડાંને એવી રીતે જ છોડી દીધું.

બીજા દિવસે સુથાર ફરી એક મોટા લાકડાંને ઘરે લાવ્યો. સુથારે આ લાકડાંમાંથી રાજા માટે ભવ્ય સિંહાસન બનાવવાનું શરૂ કરી દીધું. લાકડાંએ કોઈ પ્રતિક્રિયા ન આપી અને તે ચૂપચાપ સુથારના તમામ ઘાને સહન કરતું રહ્યું. થોડી વારમાં ભવ્ય સિંહાસન તૈયાર થઈ ગયું. સુથાર ઘણો ખુશ થયો.

થોડા દિવસ પછી સુથાર પાસે રાજા આવ્યા અને તેને આ સિંહાસન ખૂબ પસંદ પડ્યું. તેણે આ સિંહાસન લઈ રાજ દરબારમાં આવવાનું કહ્યું. પછી રાજ દરબારમાં એ સિંહાસન લાગી ગયું. રાજાએ સુથારને 100 સોનામહોર ભેટ આપ્યો.

સુથાર પરત ફરી રહ્યો હતો ત્યારે આ સિંહાસને કહ્યું કે નકામા લાકડાંમાંથી આટલું ભવ્ય સિંહાસન બનાવી મારા સન્માનમાં વધારો કરવા બદલ તમારો ખૂબ આભાર. આ સમયે સુથારને વિચાર આવ્યો કે પહેલાં લાકડાએ જો દર્દ સહન કરી લીધું હોત તો તે પણ આજે ભવ્ય સિંહાસન હોત. થોડા દિવસ પછી પહેલા લાકડાને સળગાવવાના કામ માટે લોકો લઈ ગયા. અફસોસ સાથે સુથારે કહ્યું હું તો તેને સિંહાસન બનાવવા માંગતો હતો પણ તે બન્યું નહીં, જેનું જેવું નસીબ હું શું કરું.

બોધપાઠ: સફળતાનો સ્વાદ ચાખવા માટે થોડું કષ્ટ પણ સહન કરવાનું થાય તો કરવું જોઈએ. મુશ્કેલીઓ સામે જે લડીને આગળ નિકળી જાય છે તે સફળતાને જરૂર મેળવે છે. મુશ્કેલીઓથી લડવાનું શીખો, યોગ્ય સ્થાન જરૂર મળશે

આ પણ વાંચજો:- એક મૂર્તિકાર એવી મૂર્તિઓ બનાવતો હતો કે તેની મૂર્તિઓને જોઈને સૌકોઈને એવું લાગતું કે જાણે મૂર્તિ જીવંત હોય, તેનો મૃત્યુ સમય નજીક આવતા તેણે એક યોજના બનાવી, યમદૂતોને ભ્રમિત કરવા માટે તેણે પોતાના જેવી જ હુબહૂ 10 મૂર્તિઓ બનાવી અને તે આ મૂર્તિઓની વચ્ચે જઈને બેસી ગયો. જાણો પછી શું થયું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો