પુલવામા હુમલો / શહીદોના પરિવાર માટે ગુજરાતમાંથી સહાયનો અવિરત ધોધ

પુલવામામાં આતંકવાદીઓના હુમલામાં 44 સૈનિકો શહીદ થવાની ઘટનાને પગલે રાજ્યભરમાં આતંકવાદીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. બીજી બાજુ દેશ માટે શહાદત વહોરનાર સૈનિકોના પરિવારજનોને આર્થિક રીતે મદદ કરી શકાય તે ઉદ્દેશ સાથે રાજ્યભરમાંથી વિવિધ સંગઠનો દ્વારા લાખો રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ લોકો પોતાનાથી બનતી મદદ કરી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાંથી વધુ સહાય જાહેર થશે તેમાં બે મત નથી.

મોરારિબાપુએ એક-એક લાખ રૂપિયા ની સહાય આપી
મોરારીબાપુએ જણાવ્યુ કે, આતંકવાદીઓએ આપણા જવાનો પર જે કાયરતા અને ક્રૂરતાપૂર્ણ હુમલો કર્યો અને એમાં આપણા જે જવાનો શહીદ થયા એની મને એક સાધુ તરીકે બહુ જ પીડા છે. હનુમાનજીની પ્રસાદીરૂપે દરેક શહીદોના પરીવારને રૂ. એક-એક લાખ પહોચાડવામાં આવશે.

વકીલોએ એક દિવસમાં 8.50 લાખ ભેગા કર્યા
અમદાવાદ: અમદાવાદના ડેબ રિકવરી ટ્રિબ્યુનલના તમામ સ્ટાફ અને વકીલોએ શહીદોના પરિવાર માટે માત્ર 1 દિવસમાં 8.50 લાખ ભેગા કર્યા છે. તે સાથે જ સ્ટાફ અને વકીલોએ પોતાની એક દિવસની કમાણી આપવાની પણ પ્રતિજ્ઞા લીધી છે. બીજા વ્યવસાયના લોકો પણ જોડાઇ રહ્યા છે.

ઝઘડિયાના 725 શિક્ષકોએ એક દિવસનો પગાર આપ્યો
ઝઘડિયા: શહિદોના માનમાં અને તેમના પરિવારને મદદરૂપ થવાના આશય સાથે ઝગડિયા તાલુકાની પ્રાથમિક શાળાઓના 725 શિક્ષકોએ એક દિવસનો પગાર આપવાનું નક્કી કર્યું છે. પ્રાથમિક સંઘના હોદ્દેદારોએ શિક્ષણ અધિકારીનો સંપર્ક કરી તેમને 1 દિવસનો પગાર કાપવા રજૂઆત કરી હતી.

સિરામિક ઉધોગોએ 75 લાખની સહાય જાહેર કરી
મોરબી: મોરબીનો સિરામિક ઉધોગ હીદોને વ્હારે આવ્યો છે અને મોરબી સિરામિક ઉધોગના 200થી પણ વધુ એકમોએ રૂ 75 લાખથી વધુ રકમની સહાય આપવાની જાહેરાત કરી છે. સિરામિક એસો. દ્વારા કરાયેલી એક પહેલને ઉધોગકારોએ ઝીલી લીધી હતી અને માત્ર ૧ કલાકમાં રકમ એકઠી થઇ ગઈ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કર્મચારીઓ શહીદ જવાનોના પરિવારજનોને એક દિવસનો પગાર આપશે

શહિદોનાં પરિવારજનોને મદદ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં તમામ કર્મચારીઓ પોતાનો એક દિવસનો પગાર શહીદ થયેલા જવાનોનાં પરિવારજનોને આર્થિક સહાય પેટે આપશે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત સમૂહ લગ્નને કરશે દેશને સમર્પિત,ચાંદલાના રુપિયા મોકલાવશે શહીદોના પરિવારને

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત તરફથી આગામી રવિવારે સમુહલગ્ન સમારોહનું આયોજન છે. સમુહલગ્ન સમારોહમાં લોકો તરફથી મળનાર ચાંદલા સ્વરૂપનું તમામ દાન વીર જવાનોના પરિવારોને આપવાનું નક્કી કરેલ છે. તા. ૧૭/૦૨/૨૦૧૯ રવિવાર મોટાવરાછા, અબ્રામા રોડ ખાતે યોજાનાર સમુહલગ્નોત્સવમાં ર૬૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. સાંજે ૫ કલાકે લગ્ન વિધિ શરૂ કરતા પહેલા તમામ વરઘોડીયા સહીત જનમેદની વીર જવાનોને ભાવાંજલી આપશે. અને ત્યારપછી લગ્નવિધિ શરૂ કરવામાં આવશે. વધુમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું છે કે સમુહલગ્નનાં માંડવે લોકો તરફથી સમાજને લગ્નમાં ચાંદલા સ્વરૂપે દાન મળતું હોય તે આ ૬૦ માં સમુહલગ્ન સમારોહમાં લગ્નના દિવસે જે કંઈપણ દાન મળશે તે પુલવામાં હુમલામાં વીર ગતિ પામેલા વીર જવાનોના પરિવારોને આપવામાં આવશે. સુરતની જનતા એ હંમેશા ઉમદા રાષ્ટ્રીય ભાવનાથી કામ કર્યું છે. ત્યારે સુરત તરફથી વીર જવાનોને માટે પોતાનો ભાવ અને પરિવારો માટે લાગણી વ્યક્ત કરી નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવશે.

આ પણ વાંચો –

શહીદોને નમન, Bharat Ke Veer એપ પર તેમના પરિવારો માટે કરો ડોનેશન

ભારત માતાના જયકારા સાથે થયા શહીદના અંતિમ સંસ્કાર, પિતાની પીડા- પાકિસ્તાનને પાઠ ભણાવવો પડશે, પત્નીએ કહ્યું- મોટી પીડા આપી ગયા, કેવી રીતે ભૂલાવીશ

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત સમૂહ લગ્નને કરશે દેશને સમર્પિત,ચાંદલાના રુપિયા મોકલાવશે શહીદોના પરિવારને

સુરત ડાયમંડ વેપારીએ પુલવામા અટેકને કારણે લગ્નનો જમણવાર મોકૂફ રાખ્યો. જમણવારની રકમ શહીદોને 11 લાખ દાન કરશે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો