ભારત માતાના જયકારા સાથે થયા શહીદના અંતિમ સંસ્કાર, પિતાની પીડા- પાકિસ્તાનને પાઠ ભણાવવો પડશે, પત્નીએ કહ્યું- મોટી પીડા આપી ગયા, કેવી રીતે ભૂલાવીશ

શહીદ જવાન બલજીત સિંહના બુધવારે તેમના પૈતૃક ગામ ડિંગર માજરામાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ત્રણ વર્ષના દીકરા અરનવે પિતાને મુખાગ્નિ આપી. શહીદના પિતા કિશનચંદે કહ્યું કે, આવો દીકરો ભગવાન બધાને આપે. તેમની દીકરાની બહાદુરી પણ ગર્વ છે. ત્યારે પતિનું શબ જોઈને પત્નીએ કહ્યું, તમે તો ઊંડો ઘા છોડી ગયા, કેવી રીતે ભૂલાવીશ….

હજારો યુવાન શહીદના પાર્થિવ શરીર ઘરૌંડા પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા. મોટરસાયકલ્સના કાફલા સાથે હાથમાં તિરંગો ઉઠાવીને ભારત માતાના નારા લગાવતા શહીદ બલજીત સિંહના પાર્થિવ શરીરના કાફલાની આગેવાની કરી પૈતૃક ગામ ડિંગર માજરા પહોંત્યા. ગામમાં શહીદનું પાર્થિવ શરીર શહીદના ઘરે રાખ્યું, જ્યાં ગ્રામજનો તથા સગાએ અંતિમ દર્શન કર્યા. ત્યારબાદથી સ્મશાન ઘાટ સુધી હજારોની ભીડે નમ આંખે શહીદને અંતિમ વિદાય આપી. સૈન્ય તથા પોલીસના જવાનોએ હવાઈ ફાયર કરીને પાર્થિવ શરીરને સલામી આપી, તે વખતે ભારત માતાની જય, શહીદ બલજીત સિંહ અમર રહેના નારા ગૂંજતા રહ્યા. પાકિસ્તાન મુર્દાબાદના પણ નારા લાગ્યા હતા.

દીકરાનો આટલો જ સાથ હતો- પિતા કિશનચંદ

પિતા કિશનચંદે કહ્યું કે, પુત્ર બલજીતનો આટલો જ સાથ હતો. પુત્રની બહાદુરી પર ગર્વ છે. ભગવાન બધાને આવો પુત્ર આપે. સરકારને પાકિસ્તાનને પણ પાઠ ભણાવવો જોઈએ. મારો પુત્ર દેશ પર કુરબાન થયો છે. ક્યાં સુધી પાકિસ્તાનના કારણ દેશના દીકરા શહીદ થતા રહેશે. પાકિસ્તાનને ખતમ કરવું જરૂરી છે. તેની ભાષામાં જવાબ આપવો જોઈએ.

1962માં પિતા પણ ચીન સાથે બદલો લેવા સૈન્ય જોઈન કરવા માગતા હતા

કાકા બલબીર લાઠરે જણાવ્યું કે, જે સમયે ચાઈના સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું તો શહીદના પિતા કિશનચંદ સૈન્યમાં જવા માટે તૈયાર હતા. ઉપરથી તો તેમને બોલાવી લીધા, પરંતુ યુદ્ધ બંદ થયા બાદ અધિકારીઓએ ના પાડી દીધી હતી.

પરિવારના સભ્યો સાથે પણ તે કાયમ દેશ સેવાની વાતો કરતો

શહીદ બદજીત સિંહ 2002માં ભરતી થયા હતા તથા તેનો જુસ્સો દેશ સેવાને સમર્પિત હતો. પરિવારના સભ્યો સાથે પણ તે કાયમ દેશ સેવાની વાતો કરતો હતો. ગ્રામજનો તથા પરિવારે સરકાર પાસે શહીદના પરિવારને એક સરકારી નોકરી તથા ગામની સ્કૂલને અપગ્રેડ કરીને શહીદના નામે કરવાની માંગણી કરી.

મેજરે કહ્યુ- બહાદુરીથી લડ્યો તમારો દીકરો

શહીદ બલજીત સિંહ 50 રાષ્ટ્રીય રાયફલમાં હવલદારના પદ પર તહેનાત હતા. સૈન્યના મેજર જનરલે જણાવ્યું કે, સોમવારે રાતે અઢી વાગ્ય આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળતા જ રત્નીપુરા વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવ્યું હતું. આતંકવાદી એક ઘર અને સ્કૂલમાં છૂપાયા હતા. આંતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. તેમાં શહીદ બલજીત સિંહે એક આતંકવાદીને પતાવી દીધો, ત્યારે સામેથી આતંકવાદીઓની ગોળીએ બલજીત સિંહ સહિત 2 જવાનોને ઘાયલ કરી દીધા, તેમને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં મૃત જાહેર કરી દેવાયા.

પાર્થિવ શરીર જોઈને વિલાપ કરવા લાગ્યા બાળકો અને પત્ની

જે સમયે બાળકોને શહીદના પાર્થિવ શરીર પાસે લવાયા તો બન્ને પપ્પાને જોઈને ચીસાચીસ કરવા લાગ્યા સાથે પત્ની પણ. સાથે ઉભેલા લોકો પણ તેમના આંસૂ ના રોકી શક્યા. ત્રણ વર્ષના માસૂમ અરવનને સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા કે, આ શું થઈ ગયું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો