મારા દેશના ચા વાળાનો દેશપ્રેમ તો જુઓ, મફત ચા પીવો,શહીદોના ભંડોળ માટે મદદ કરો,

મહેસાણા સિવિલ હોસ્પિટલની ઝાંપાની બાજુમા ચાની લારી લઇને ઉભા રહેતા જયદેવભાઇ વ્રજલાલ બારોટ શહીદોના વ્હારે આવ્યા છે.સોમવારે તેમને દિવસભર મફત ચા વેચી હતી.પરંતુ ચા પીનારને અત્રે મુકેલી પેટીમા ઇચ્છા શક્તિમુજબ શહિદોના પરિવાર માટે દાન કરવા અનુરોધ કર્યો હતો.ચાનીલારી પર કામ કરતા બે કારીગરોએ પણ એક દિવસનો પગાર લેવાનો ઇન્કાર કર્યો હતો.

પરિવાર માટે તો રોજ કમાઇએ છીએ પરંતુ સરહદ પર શહીદ થનાર શહીદોના પરિવાર માટે કાઇ કરવાનો મોકો ક્યારેક જ મળે છે આ શબ્દો છે.ગુલાબી ચાના નામે ઓળખાતા જયદેવભાઇ બારોટન સોમવારે સવારે 6 વાગ્યાથી રાબેતા મુજબ ચાની લારીએ પહોચી ગયેલા અહી ચા પીધા બાદ જે પણ વ્યક્તિ પૈસા આપે તેને લારીની સામે શહીદના પરિવારને મદદ માટે મુકેલ ડબ્બામા યથા શક્તિ દાન કરવાનુ કહેતા જોઇ હાજર વ્યક્તિઓ પણ વિચારમાં મુકાયા હતા.

મારો રોજનો રૂ 3500 વકરો હોય છે જે શહીદોના નામે જશે, દિવસભર મફત વેચી ચા

જયદેવભાઇએ કહ્યું કે, મારો રોજનો રૂ 3500 વકરો હોય છે જે શહીદોના નામે જશે.આજે 100 જેટલી દૂધની થેલી,6 કિલો ખાંડ અને 150 કિલો ચાનો વપરાશ થયો છે.લારી પર કામ કરતા ગંગાબેન અને બપીનભાઇ પંડ્યાએ પણ આજનો પગાર લેવાનો ઇન્કાર કર્યો હતો.

આ પણ વાંચજો –

મોદીજી, મારા શરીરે બૉંબ બાંધી મને પાકિસ્તાન મોકલો, દેશનું ઋણ ચુકવવા તૈયાર આ મુસ્લિમ બિરાદર

USAના લેઉઆ પટેલોએ માતૃભૂમિના શહીદો માટે બે કલાકમાં 50 હજાર ડોલર ભેગા કર્યા

આ જવાને જીવ આપીને લીધો પુલવામા હુમલાનો બદલો, છેલ્લીવાર પત્નીને કહી હતી આ વાત

સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોની ‘સર્જિકલ સ્ટ્રાઈક’પાંચ વર્ષ સુધી કાશ્મીરની ટુરનો બહિષ્કાર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો