મોદીજી, મારા શરીરે બૉંબ બાંધી મને પાકિસ્તાન મોકલો, દેશનું ઋણ ચુકવવા તૈયાર આ મુસ્લિમ બિરાદર

પુલવામા હુમલા બાદ દેશભરમાં રોષની લાગણી છે. કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય તેના માટે એક જ પ્રાયોરીટી છે તે છે નેશન ફર્સ્ટ. તાજેતરમાં જ છત્તીસગઢના રાયપુરમાં વસતા એક મુસ્લિમ બિરાદરે દેશનું રૂણ ચૂકવવા માટે શેર કરેલો ફોટો રાતોરાત જ વાઈરલ થવા લાગ્યો હતો. ભાજપના જ કાર્યકર એવા હમીદ મંસૂરીના આવા દેશપ્રેમ પર આખો દેશ ઓવારી ગયો હતો. તેમણે નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખ્યું હતું કે,મોદીજી મારા શરીર પર બોમ્બ બાંધીને મને પાકિસ્તાન મોકલી દો. મને ત્યાં જવામાં પણ કોઈ જ અડચણ નહીં આવે. હું તૈયાર છું ભારત માતાનું રૂણ ચૂકાવવા માટે. મારી જન્મભૂમિ હિન્દુસ્તાન જિંદાબાદ.

જુઓ વિડીયો..

તેમની આ પોસ્ટ પર યૂઝર્સે લખ્યું હતું કે અમને તમારા પર ગૌરવ છે, તો કેટલાકે એવી પણ કોમેન્ટ કરી હતી કે દેશને અંદરના જ ગદ્દારો સાથે લડવાની જરુર છે. જો કે આજકાલ વેપારી એવા હમીદ મંસૂરી નામના આ મુસ્લિમ બિરાદર લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. લોકો પણ જેમ બને તેમ વધુ ભારતીયો એ દેશપ્રેમી મુસલમાન વિશે જાણે તે માટે ફોટો શેર કરી રહ્યા છે સાથે જ પાકિસ્તાને પણ મેસેજ જાય કે ભારતના કોઈ પણ મુસલમાનમાં જન્મભૂમિ હિન્દુસ્તાન જિંદાબાદ રહેની ભાવના છે.

આ પણ વાંચો, પુલવામા શહીદો માટે ગુજરાતીઓએ ખોલી દીધી તિજોરી, કરોડોનું દાન આવ્યું ખૂણે-ખૂણેથી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો