આ જવાને જીવ આપીને લીધો પુલવામા હુમલાનો બદલો, છેલ્લીવાર પત્નીને કહી હતી આ વાત

જમ્મુ કાશ્મીરના પિંગલેનામાં પુલવામા હુમલા માટે જવાબદાર આતંકવાદી સામે કાર્યવાહી દરમિયાન મેજર સહિત 5 જવાન શહીદ થઇ ગયા. તેમાં રેવાડીના રાજગઢ નિવાસી હરીસિંહ રાજપૂત પણ સામેલ છે. 26 વર્ષિય હરી 2011માં સેનામાં ભરતી થયા હતા. હાલ જ તે નાયક પદ પર પ્રમોટ થયા હતા. હરિના પિતા અગડી રામ પણ સેના નિવૃત હતા. 2 વર્ષ પહેલા તેનું નિધન થયું હતું.

પરિવારમાં પિસ્તા દેવી, પત્ની રાધા અને 10 મહિનાનો દીકરો લક્ષ્ય છે. તે 28 ડિસેમ્બરે એક મહિનાની રજા ગાળીને કાશ્મીર ગયા હતા. સવારે 6 વાગ્યે પ્રશાસનિક અધિકારીઓએ પંચાયતને સમાચાર આપ્યાં. સમાચારથી આખા ગામમાં ગમગીની છવાઈ ગઈ. ગામના લોકોએ કહ્યું કે અમને ગર્વ છે કે, હરિએ પુલવામા હુમલાનો બદલો લેતા શહાદત વહોરી. મોડી રાત સુધી લોકોએ માતા અને પત્નીથી શહાદતની વાત છુપાવી હતી.

13 નવેમ્બરે લશ્કરના 2 આતંકીને પકડ્યાં હતા

13 નવેમ્બર 2018માં સર્ચ ઓપરેશન દરમિયાન ટીમે લશ્કર એ તૈયબાના 2 આતંકીને ઝડપી પાડ્યાં હતા. ટીમમાં ગ્રેનેડિયર હરિ સિંહ પણ સામેલ હતા. આ બહાદુર માટે કમાન્ડિંગ ઓફિસર કર્નલ આરબી અલાવેકર પ્રશસ્તિ પત્ર મોકલ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે આ સફળતા આપના અસાધરણ સાહસ અને કૌશલનો પરિચય આપે છે. આપના સાહસથી 20 ગ્રેનેડિયર પરિવારના દરેક સભ્ય પણ ગૌરવ અનુભવી રહ્યો છે.

પત્નીને કહ્યું હતું કે, આપણા દીકરાનું ધ્યાન રાખજે

હરિસિંહે છેલ્લીવાર રવિવારે સાંજે 7.30 વાગ્યે પત્ની રાધા સાથે વાત કરી હતી. હરિસિંહે પરિવારની સાથે લક્ષ્યનો હાલચાલ પૂછ્યો હતો અને દીકરાનું ધ્યાન રાખવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, 8 વાગ્યા બાદ હું ડ્યૂટી પર હોઇશ.

લોકો એકઠા થવા લાગ્યા તો દીકરીએ કહ્યું, ‘પપ્પા જલ્દી આવો કંઇક થયું છે’

શહીદના સાસરા અનંતપાલે કહ્યું કે, “હરિના શહાદતના સમાચાર સવારે 7 વાગ્યે મળ્યાં. ત્યારે દીકરીનો ફોન પણ આવ્યો. રડતાં-રડતાં તેમણે કહ્યું, પપ્પા જલ્દી આવી જાવ, બહાર લોકો એકઠા થઇ રહ્યાં છે. લાગે છે કંઇ થયું છે. અમે ઝગડોલીથી રાજગઢ આવ્યાં, દીકરીને ટીવી પણ ન જોવા દીધું. જમાઈની શહાદત પર ગૌરવ છે પરંતુ સમજાતું નથી કે આ સ્થિતિમાં કોને શું સાંત્વના આપું. મોડી રાત સુધી તો આ ઘટનાની જાણ પરિવારમાં કોઇને ન હતી થવા દીધી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો