સુખી જીવનની શીખ : રંગ-રૂપથી નહીં પણ ગુણ અને બુદ્ધિથી સારી વ્યક્તિની ઓળખ થાય છે

લોકકથા મુજબ એક રાજા ખૂબ જ સુંદર હતા. તેને પોતાના રંગ-રૂપનું અભિમાન હતું. રાજાને પોતાની સુંદરતાના વખાણ સાંભળવા ગમતા. રાજાના મહામંત્રી બુદ્ધિશાળી હતો, પરંતુ તે કદરૂપો હતો.

રાજાએ એક દિવસ મહામંત્રીને કહ્યું કે મંત્રી તમે બુદ્ધિશાળી છો પરંતુ સુંદર હોય તો સારું થાત.

મહામંત્રીએ કહ્યું કે રાજાજી સુદરતા તો ઉંમરની સાથે જતી રહે છે. વ્યક્તિની ઓળખ તેના ગુણ અને બુદ્ધિથી થાય છે.

રાજાએ મહામંત્રીને કહ્યું કે આ વાત તમે કેવી રીતે સાબિત કરી શકો છો.

મહામંત્રીએ ઉદાહરણ આપ્યું. મંત્રીએ રાજાને બે ગ્લાસમાં પાણી ભરીને આપ્યું અને કહ્યું કે એક ગ્લાસમાં સોનાના ઘડાનું પાણી છે અને બીજા ઘડામાં માટીના ઘડાનું પાણી છે, તમે જણાવો કે કયું પાણી સારું છે.

રાજાએ કહ્યું કે માટીના ઘડાનું પાણી શીતળ અને મીઠું હોય છે. તે પાણી પીવાથી સંતોષ પણ મળે છે.

રાજાની પાસે બેઠેલી રાણી હસવાં લાગી અને કહ્યું કે મહારાજ મંત્રીજીએ તમને પ્રશ્નનો જવાબ આપી દીધો છે. સોનાનો ઘડો ગમેતેટલો સુંદર હોય પરંતુ તેનું પાણી ભાવે નહીં તો તે ઘડો શું કામનો. સોનાના ઘડાની સામે માટીનો ઘડો ભલે જોવો ન ગમે પરંતુ તેનુ પાણી આપણને સંતોષ આપે છે.

રાજાને તેની ભૂલ સમજાઈ ગઈ અને તેણે પોતાની સુંદરતાનું અભિમાન કરવાનું છોડી દીધું.

કથા સાર

સુંદરતા ઉંમરની સાથે જતી રહે છે. પરંતુ બુદ્ધિ અને ગુણથી હંમેશા વ્યક્તિનું માન-સન્માન વધે છે. એટલા માટે સુંદરતાનું અભિમાન કરવું ન જોઈએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો