એક વ્યક્તિના બે દીકરા હતાં. મોટો દીકરો ખૂબ જ કંજૂસ હતો અને નાનો ખોટા ખર્ચ કરતો રહેતો હતો, દુઃખી પિતા પોતાના ગુરુ પાસે પહોંચ્યાં અને બધી જ વાત જણાવી, સંતે કહ્યું કે તમે તમારા દીકરાને મારી પાસે મોકલી દેજો, જાણો પછી શું થયું?

પ્રાચીન સમયમાં એક વ્યક્તિના બે દીકરા હતાં. મોટો દીકરો ખૂબ જ કંજૂસ હતો. તે બિલકુલ પણ ખર્ચ કરતો નહીં. જ્યારે, બીજો દીકરો ખૂબ જ વધારે ખોટા ખર્ચ કરતો રહેતો હતો. બંને દીકરાના આવા વિચિત્ર સ્વભાવના કારણે પિતા હંમેશાં દુઃખી રહેતાં હતાં. એક દિવસ દુઃખી વ્યક્તિ પોતાના ગુરુ પાસે પહોંચ્યાં અને બધી જ વાત જણાવી.

સંતે તે દુઃખી વ્યક્તિને કહ્યું કે તમે તમારા દીકરાને મારી પાસે મોકલી દેજો, હું તેમને સમજાવી દઇએ. બીજા દિવસે પિતાએ બંને દીકરાને સંત પાસે મોકલી દીધા.

સંતે બંને ભાઇઓને પાસે બેસાડ્યા અને પોતાના હાથની બંને હથેળીઓને બંધ કરીને મુઠ્ઠી બનાવી લીધી. સંતે પૂછ્યું કે જો મારા હાથ હંમેશાં આવી જ રીતે રહે તો કેવું લાગશે? બંને ભાઇઓએ કહ્યું કે, તમને કોઇ બીમારી થઇ હોય એવું લાગી રહ્યું છે.

સંતે બંને હથેળીઓને ખોલીને પૂછ્યું કે જો મારા હાથ હંમેશાં ખુલ્લા રહેશે તો કેવું લાગશે?

ભાઇઓએ કહ્યું કે આ સ્થિતિમાં પણ એવું લાગશે કે તમને કોઇ બીમારી છે.

સંત બોલ્યા કે હા, સાચી વાત છે. મુઠ્ઠીને હંમેશાં બંધ રાખવી કે હથેળીને હંમેશાં ખોલીને રાખવી, એક બીમારી જેવું જ છે. ઠીક આવી જ રીતે જો આપણે હંમેશાં કંજૂસી કરીશું, ધન હોવા છતાં પણ મુઠ્ઠી બંધ રાખીશું તો આપણે ગરીબ જ રહીશું. જો આપણે હથેળીને હંમેશાં ખુલ્લી રાખીશું એટલે પૈસા ખર્ચ કરતાં રહીશું તો ધન ખતમ થઇ જશે અને આપણે ગરીબ થઇ જઇશું. એટલે જીવનમાં સંતુલન જાળવી રાખવું જોઇએ. જ્યાં જરૂરિયાત હોય, ત્યાં ખર્ચ કરો અને જ્યાં જરૂરિયાત ન હોય, ત્યાં ખર્ચ ન કરો. ધનના મામલે સંતુલન જરૂર જાળવી રાખવું જોઇએ. ત્યારે જ જીવન સુખી રહી શકે છે.

બોધપાઠ:-
ધનના મામલે સંતુલન જાળવી રાખો, કંજૂસી કરવાથી કે જરૂરિયાત કરતા વધારે ખર્ચ કરવાથી પરેશાનીઓ વધે છે.

આ પણ વાંચજો:- એક દિવસ ગૌતમ બુદ્ધ એક વૃક્ષને નમન કરી રહ્યા હતા. ગૌતમ બુદ્ધે નમન કરતા ઝુમવા લાગ્યું વૃક્ષ, આ જોઈને શિષ્ય ચોંકી ગયો, તેણે બુદ્ધને પૂછ્યું કે ભગવાન તમે વૃક્ષને નમન કેમ કર્યા? જાણો ગૌતમ બુદ્ધે શું કહ્યું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો