એક દરજીને બાદશાહે પોતાના માટે તકિયા બનાવવા કાપડ આપ્યું, દરજીએ તે કાપડમાંથી ખોળ તૈયાર કરી અને તેમાં રૂ ભર્યું, અત્તર પણ ઉમર્યું અને ખૂબ જ સુંદર બે તકિયા બનાવ્યાં, એક તકીયું તેણે ભગવાનના રથમાં આપી દીધું અને બીજું તકીયું બાદશાહને આપ્યું જેથી બાદશાહે ક્રોધિત થઈને દરજીને જેલમાં પુરી દીધો, જાણો પછી શું થયું?

લગભગ 400 વર્ષ જૂનો કિસ્સો છે. પરમેષ્ઠી નામનો એક દરજી હતો. તે ભગવાનનો પરમ ભક્ત હતો અને ખૂબ જ સારો વ્યક્તિ હતો. તેને ત્યાં જે લોકો કપડા સીવડાવવા આવતાં હતાં, તેઓ જાણતાં હતા કે આવડત તો પરમેષ્ઠીમા જ છે, પરંતુ તે એક સારો વ્યક્તિ પણ છે.

પરમેષ્ઠી પાસે બેસીને લોકોને ખૂબ જ પોઝિટિવ ઊર્જા મળતી હતી. તેમને ત્યાં મોટા-મોટા નવાબ, જમીનદાર, વેપારી કપડા સીવડાવવા આવતાં હતાં. જે રાજ્યમાં તે રહેતો હતો, ત્યાંના બાદશાહે પોતાના પગની નીચે રાખવા માટે એક આસન બનાવડાવ્યું, પરંતુ બાદશાહને તે ગમ્યુ નહીં.

બાદશાહે દરબારીઓને કહ્યું, આ આસનના કપડાથી તકિયાની ખોળ બનાવો. બાદશાહને પણ પરમેષ્ઠીનું કામ ગમતું હતું ત્યારે દરજી પાસે આસનનું કપડું મોકલી દીધું. પરમેષ્ઠીએ ખોળ તૈયાર કરી અને તેમાં રૂ ભર્યું, અત્તર પણ ઉમર્યું અને ખૂબ જ સારી રીતે કપડાની ખોળ તૈયાર કરી.

પરમેષ્ઠીએ ખૂબ જ સુંદર બે તકિયા બનાવ્યાં હતાં, તેમાંથી સુગંધ પણ આવી રહી હતી. બાદશાહને તકિયા આપવા માટે પરમેષ્ઠી મહેલ તરફ જતો રહ્યો. રસ્તામાં ભગવાનના જગદીશ સ્વરૂપની રથયાત્રા પસાર થઈ રહી હતી. ભીડમાં પરમેષ્ઠી પણ ભગવાનના રથને અને મૂર્તિને જોવા લાગ્યો. આ દરમિયાન તેણે જોયું કે ભગવાનની મૂર્તિ જ્યાં રાખવામાં આવી છે, ત્યાં કપડું ફાટેલું છે. તેને તે યોગ્ય લાગ્યું નહીં એટલે તેણે એક તકિયો ત્યાં આપી દીધો.

બધા પૂજારી આટલાં સુંદર તકિયાને જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયાં. રથયાત્રા આગળ વધી ત્યારે પરમેષ્ઠીને યાદ આવ્યું કે જ્યારે બાદશાહ પૂછશે તો હું શું જવાબ આપીશ.

પરમેષ્ઠી એક તકિયો લઇને દરબાર પહોંચ્યો અને બાદશાહને સંપૂર્ણ ઘટના જણાવી કે તેણે એક તકિયો જગદીશને ચઢાવી દીધો છે, જે દુનિયાના બાદશાહ છે.

આ સાંભળતા જ બાદશાહે પરમેષ્ઠીને કેદમાં નાખી દીધો.

પરમેષ્ઠી જેલમા પણ ભગવાનને યાદ કરી રહ્યો હતો કે હું તો જેલમાં આવી ગયો પરંતુ તમને તો સારો તકિયો મળી ગયો.

બીજા દિવસે અચાનક બાદશાહે જેલના દરવાજા ખોલાવડાવ્યાં અને કહ્યું, પરમેષ્ઠી હું જાણતો નથી કે તે કયા જગદીશને તે તકિયો ચઢાવ્યો, પરંતુ આજે મારા સપનામાં એક દિવ્ય આકૃતિ આવી અને તેણે મને આદેશ આપ્યો કે હું પરમેષ્ઠીને આઝાદ કરી દઉ. એટલે હું તમને આઝાદ કરી રહ્યો છું.

બોધપાઠ- જો આપણાંથી કોઈ નિયમ તૂટી જાય, પરંતુ આપણાં વિચારો સારા હોય તો નુકસાન થતું નથી. ભગવાન તેવા લોકોની મદદ કરે છે, જેઓ સારું કામ કરે છે. એટલે ખરાબ કાર્યોથી બચવું જોઈએ.

આ પણ વાંચજો:- જંગલમાં એક સસલું રહેતું હતું. તે એવું માનતું હતું કે જંગલની અંદર બધા પ્રાણીઓ તેના મિત્ર છે અને બધા તેને સંકટ સમયે મદદ કરશે. એક દિવસ જંગલી કુતરું તેની પાછળ પડ્યું. તે હાથી, ઘોડા અને બકરા પાસે મદદ માંગવા ગયું પણ કોઈએ તેને બચાવ્યું નહીં, જાણો પછી શું થયું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો